નવી દિલ્હી/મુંબઈઃ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે કરેલા ભ્રષ્ટાચારના આરોપના કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાના મુંબઈ હાઈકોર્ટે આપેલા આદેશને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને કોર્ટમાં પીટિશન નોંધાવી છે.
સવારે, રાજ્યના નવા ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલે કહ્યું હતું કે હાઈકોર્ટના આદેશને રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે. સરકાર આ કેસમાં તપાસ કરનાર સીબીઆઈને તમામ સહાયતા અને સહકાર પણ આપશે.
