લોકડાઉન બાદ મુકેશ અંબાણીએ કરી દર કલાકે 90-કરોડની કમાણી

મુંબઈઃ દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણી વિશ્વના ચોથા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. તેમણે સિલિકોન વેલીના ટેક ટાઇટન એલન મસ્ક અને આલ્ફાબેટના સહસંસ્થાપકો – સર્ગેઈ બ્રિન અને લેરી પેજને પાછળ છોડ્યા છે. આ વર્ષના માર્ચ લોકડાઉન પછી તેઓ પ્રતિ કલાક 90 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે એમ ‘IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2020’ કહે છે.

મુકેશ અંબાણીની ખાનગી સંપત્તિ 2,77,700 કરોડથી વધીને 6,58,400 કરોડ થઈ ગઈ છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના MD અને અધ્યક્ષે સતત નવમા વર્ષે સૌથી શ્રીમંત ભારતીયનું ટાઇટલ જાળવી રાખ્યું છે, જેનો ઉલ્લેખ IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2020એ કર્યો છે.  મુકેશ અંબાણી વૈશ્વિક શ્રીમંતોની યાદીમાં ટોચના પાંચમાં સામેલ થનારા એકમાત્ર ભારતીય છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ –જે હવે આ લિસ્ટમાં આગળના પાંચની સંયુક્ત સંપત્તિથી વધુ છે. અહેવાલ અનુસાર તેઓ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ અને વિશ્વના ચોથા સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે.

એક વર્ષમાં સંપત્તિમાં 73 ટકાનો વધારો

તેલ ટુ ટેલિકોમ અગ્રણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને MD મુકેશ અંબાણીની છેલ્લા એક વર્ષમાં કુલ સંપત્તિમાં 73 ટકાનો વધારો નોંધાયો છે, એમ IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2020માં કહેવામાં આવ્યું છે.

અંબાણીના મૂલ્યાંકનમાં 85નો સુધારો

કોરોના વાઇરસ રોગચાળાના પ્રારંભે મુકેશ અંબાણીની સંપત્તિ 28 ટકા ઘટીને 3,50,000 કરોડ થઈ ગઈ હતી અને જિયો અને રિલાયન્સ રિટેલમાં ફેસબુક, ગૂગલ, સિલ્વર લેકે મૂડીરોકાણ કર્યા પછી ચાર મહિનામાં તેમના મૂલ્યાંકનમાં 85 ટકા સુધારો થયો હતો.

કોવિડ-19ના લોકડાઉન છતાં રિલાયન્સનું માર્કેટ કેપ 10 લાખ કરોડને પાર થયું હતું અને મુકેશ અંબાણીની વેલ્થમાં 73 ટકાનો વધારો નોંધાયો હતો.

જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના શેરોમાં ચાલી રહેલી તેજીએ ભારતના ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડસ માટે મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. અંબાણીએ મોટા પાયે ફંડ એકત્ર કરતાં બીએસઈ ઇન્ડેક્સમાં કંપનીનું  વેઇટિંગ 2019ના અંતે 11 ટકા હતું, જે 17.4 ટકા થયું છે.

હુરુનની યાદીમાં 828 ભારતીય

હુરુન ઇન્ડિયાની યાદી ભારતમાં આ વર્ષે 31 ઓગસ્ટ સુધી 1000 કરોડ રૂપિયા અથવા એના કરતાં વધુ સંપત્તિવાળા સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે, જેમાં 2020ની યાદીમાં 828 ભારતીયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]