ગામોને નંદનવન બનાવવાનો સમસ્ત મહાજન સંસ્થાનો સંકલ્પ

મુંબઈ: કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા હાલ દેશભરમાં શહેરો અને ગામડાઓને સ્માર્ટ બનાવવાની યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે. ગામડાઓને વિવિધ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. સરકારના આ પ્રયાસોને બળ પૂરું પાડવા માટે સમસ્ત મહાજન સંસ્થાએ ઝુકાવી દીધું છે. સંસ્થાએ આની શરૂઆત ગુજરાત રાજ્યથી કરી છે.જાણીતા જૈન અગ્રણી, જીવદયાપ્રેમી, સમાજસેવી અને ‘સમસ્ત મહાજન’ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશ જયંતિલાલ શાહે આ વિશે જાણકારી આપતાં કહે છે: ‘અમે દેશનાં ગામડાઓને સ્માર્ટ નહીં, પણ પ્રાચીન કાળમાં હતા એવા સ્વાવલંબી અને નંદનવન બનાવવા માગીએ છીએ. ગુજરાતના ત્રણ ગામને અમે સ્વાવલંબી બનાવી દીધા છે. ત્યાં લોકોની માથાદીઠ આવક વધી છે, પશુઓ અલમસ્ત થયા છે અને લોકો તંદુરસ્ત થયા છે.’

ગિરીશભાઈનું કહેવું છે કે, “યોજનાનો આરંભ અમે બનાસકાંઠાના ભીલડિયાજી તીર્થ પાસેના નેસડા ગામથી કર્યો છે. આ ઉપરાંત કચ્છના મોખા ગામને નંદનવન બનાવાયું છે અને પાલિતાણાથી આશરે 18 કિ.મી. દૂર આવેલા હણઓલ ગામનો પણ દેશી પદ્ધતિથી વિકાસ કરાયો છે. આ ગામડાઓમાં ગોચરનું સ્થાન ક્યાંક ગાંડા બાવળે લઈ લીધું છે. તો ક્યાંક ગોચરની જમીન પર ઉદ્યોગો સ્થપાઈ ગયા છે. તળાવોમાંથી કાંપ કાઢવામાં આવતો નથી. અમે પ્રાચીન ભારતના મોડેલને ધ્યાનમાં રાખીને ગામડાઓને સ્વાવલંબી અને તંદુરસ્ત બનાવી રહ્યા છીએ. ગામોમાં તળાવોમાંથી કાંપ ઉલેચી ખેતરોમાં પાથરવામાં આવ્યો છે. વડ, પીપળો, આંબો, આંબલી, લીમડો, સમી, બીલી, ઔદુમ્બર, જાંબુ, કદંબ, કરંજ, અર્જુન સહિતના હજારો વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. હજારો એકરની ગોચર જમીનને બાવળમુક્ત કરવામાં આવી છે. આજે ત્યાં ગામનું પશુધન હરે-ફરે, ચરે છે. ઘાસચારા માટે પશુઓ ખેતરમાં ઘૂસી જતા નથી. પશુઓ વધુ દૂધ આપતાં થયાં છે એટલે લોકોની આવક પણ વધી છે.”

ગિરીશભાઈ ઉમેરે છે, “ગ્રામવિકાસની પ્રેરણા અમને ગુરુદેવ પરમ પૂજ્ય પન્યાસ ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબ પાસેથી મળી છે. સંસ્થાનો હેતુ માત્ર ગુજરાતના જ ગામોનો જ મોડેલ વિકાસ કરવાનો નથી. અમે મહારાષ્ટ્રના જાલના જિલ્લાને દત્તક લીધો છે અને ત્યાં 350 જેટલાં તળાવો ખોદીને ઊંડા કરાયા છે. વાડા વિસ્તારના એક ગામમાં પણ વિકાસકાર્ય ચાલી રહ્યું છે. હાલ એક ગામને નંદનવન બનાવવા પાછળ સંસ્થાને આશરે રૂપિયા બે કરોડનો ખર્ચ થાય છે. અમુક ગામના વતનીઓએ એ માટે સંસ્થાને આર્થિક મદદ કરી છે. આ રીતે અન્ય દાતા પણ સમૂહમાં મદદ કરે તો સંસ્થા ગુજરાતના દરેક ગામને નંદનવન બનાવશે.”આ અને આવી અનેકવિધ સમાજોપયોગી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માંગતા હો તો ‘સમસ્ત મહાજન’ને આર્થિક સહાય આપી શકો છો. સહાયની રકમ અહીં મોકલો:

Beneficiary Name: SAMAST MAHAJAN
Bank:
HDFC Bank Ltd.
Current Account No.:
00602320006521
Branch:
Crawford Market

IFSC: HDFC0000143

FCRA Certificate No.: 41910372

——————————

Account Name: Samast Mahajan – Bank Name: State Bank of India – Account No.: 00000040102511615
IFSC Code: SBIN0000691 – SWIFT Code: SBININBB104 – Branch: New Delhi

  • ‘સમસ્ત મહાજન’ વિવિધ કંપનીના સીએસઆર ફંડના ઉપયોગ માટે માન્યતાપ્રાપ્ત સંસ્થા છે.
  • ‘સમસ્ત મહાજન’ને એફસીઆરએ હેઠળ વિદેશથી ડોનેશન મેળવવા માટે અધિકૃત સંસ્થા છે.
  • સેક્શન 80G અને 12AA અંતર્ગત સંસ્થાને આપવામાં આવતું દાન કરમુક્તિને પાત્ર છે.
  • REGISTERED WITH BSE SAMMAN,  NITI AAYOG, TISS & IICA