‘શહેજાદા’ શબ્દને લઈ PM પર વરસ્યા પ્રિયંકા ગાંધી

લોકસભા ચૂંટણીને 3 દિવસ બાકી છે. તારીખ 5 એપ્રિલના રોજ આચાર સહિંતાને લઈ પ્રચાર-પ્રસાર પર રોક લગાવવામાં આવશે. ત્યારે છેલ્લી ઘડીના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી ગુજરાતની ધરા પર આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. જ્યાં તેમણે જંગ જન સભાને સંબોધન કર્યું હતું.

પ્રિયંકા ગાંધીએ રેલીને સંબોધતાં કહ્યું કે ભાજપે તેના 10 વર્ષના શાસનમાં લોકોના અધિકારો ઘટાડી દીધા છે. લોકો હવે ભાજપ સરકારથી કંટાળી ગયા છે. મોંઘવારીથી દરેક વ્યક્તિ પરેશાન છે. ખેડૂતો પણ તકલીફ વેઠી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું ‘તમને બંધારણમાંથી અધિકારો મળે છે. જ્યારે ભાજપના લોકો કહે છે કે બંધારણ બદલાશે તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તેઓ લોકો પાસેથી તેમના અધિકારો છીનવી લેવા માગે છે.’ વેક્સિનની આડઅસર પર તેમણે કહ્યું ‘વેક્સિનની આડઅસરથી અનેક લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. કોરોના વેક્સિન સર્ટિફિકેટ પર શહેનશાહનો ફોટો હતો. આ વેક્સિન બનાવતી કંપની પાસેથી ભાજપે ફંડ લીધુ છે.’

શહાજાદા શબ્દ પર વળતો પ્રહાર

PM મોદી મારા ભાઈને શહેજાદા કહે છે. હું કહેવા માંગુ છું કે મારા ભાઈ 4,000 કિ.મી. પગપાળા ચાલીને દેશના લોકોની સમસ્યા જાણી છે? શહેનશાહ નરેન્દ્ર મોદીજી મહેલોમાં રહે છે. તે ખેડૂતો અને મહિલાઓની લાચારી કેવી રીતે સમજી શકશે? નરેન્દ્ર મોદી સત્તાથી ઘેરાયેલા છે. આસપાસના લોકો તેમનાથી ડરે છે. તેમને કોઈ કશું કહેતું નથી. જો કોઈ પોતાનો અવાજ ઉઠાવે તો પણ તે અવાજ દબાવી દેવામાં આવે છે.

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર તાક્યું નિશાન 

ભેંસના નિવેદન પર પ્રિયંકા ગાંધીએ PM મોદી લીધા આડેહાથ “દેશના વડાપ્રધાનને આવી વાતો નથી શોભતી. કોંગ્રેસ પર ભેંસ છીનવી લેવાનો આરોપ મૂકો છો. આ જુઠ્ઠાણું છે. તમે બતાવો કે છેલ્લાં 55 વર્ષોમાં અમે કોની ભેંસ છીનવી લીધી. પીએમ મોદી 10 વર્ષ શાસનમાં રહ્યા પણ અમારું જીવનધોરણ ન સુધર્યું.

રૂપાલા વિવાદ પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા

રૂપાલા વિવાદ અને ક્ષત્રિયોના રોષ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ‘રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદીએ સાંભળી તમારી વાત? એ ઉમેદવારને કેમ ન હટાવ્યા? હું બહેનોને વાયદો કરું છું કે અમને મોકો મળ્યો તો અમે મહિલાઓનું આવું અપમાન થવા દઇશું નહીં.’