કેશોદ-મુંબઈ વચ્ચે પ્રથમ સીધી વિમાનસેવાનો આરંભ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 16 એપ્રિલ, શનિવારે જૂનાગઢ જિલ્લાના કેશોદ અને મુંબઈ વચ્ચે એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ્સ પ્રા.લિ.ની પેટાકંપની અલાયન્સ એરની પ્રથમ ડાયરેક્ટ ફ્લાઈટનું લોકાર્પણ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે શરૂ કરેલી ‘ઉડે દેશ કા આમ નાગરિક’ (UDAN – ઉડાન) પહેલ અંતર્ગત આ વિમાન સેવા શરૂ કરવામાં આવી છે. આને કારણે કેશોદ તથા આસપાસના વિસ્તારોમાં પર્યટન વિકાસને વેગ મળશે. આ પ્રસંગે પોરબંદર, જૂનાગઢના સંસદસભ્યો, વિધાનસભ્યો તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અલાયન્સ એર દ્વારા સંચાલિત પ્રારંભિક ફ્લાઈટને ‘વોટર કેનન સેલ્યૂટ’ આપવામાં આવી રહી છે.

(તસવીર સૌજન્યઃ @aaiksdairport, @JM_Scindia, @Bhupendrapbjp, @CMOGuj)