2019માં ઈકોનોમી અને સ્ટોક માર્કેટનો અણસાર કહે છે કે…

2018નું વર્ષ શેરબજારમાં ઐતિહાસિક તેજી પછી પ્રત્યાઘાતી નરમાઈના ટોને પુરુ થયું છે. સેન્સેક્સે 38,989.65 અને નિફટીએ 11,760.20 ઑલ ટાઈમ હાઈના નવા ઊંચા લેવલ બતાવ્યાં. રોકાણકારો અને શેરદલાલો માટે વર્ષ સારું રહ્યું, મ્યૂચ્યુઅલ ફંડોએ પણ વધુ વળતર આપ્યું છે. ફંડોમાં એસઆઈપી કરનારાની સંખ્યા વધી, એફઆઈઆઈની વેચવાલી સામે સ્થાનિક નાણાં સંસ્થાઓની લેવાલીથી માર્કેટ ઝાઝું તૂટ્યું ન હતું. અને મોટાભાગે સ્ટેબલ રહ્યું હતું. આ વાત હતી 2018ની પણ હવે 2019ને વેલકમ કર્યું છે, ત્યારે વાત કરીએ શેરબજારમાં 2019 શું લઈને આવશે.

2019નું વર્ષ શેરબજાર અને દેશ માટે ખુબ જ મહત્વનું સાબિત થશે. કારણ કે 2019માં લોકસભાની ચૂંટણી અને સાથે 8 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ વર્ષ બિઝનેસ એન્ડ ઈકોનોમી માટે ટર્નિંગ પુરવાર થશે. વિકાસના નામે મત માગનાર ભાજપની મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે કે નહી, તે અંગે રાજકીય ચર્ચાઓ ચાલે છે. પણ તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપનો ગઢ ગણાતા 3 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસની સત્તા આવી છે. એટલે કોંગ્રેસ પક્ષ ધીમા પગલે મજબૂત થયો છે. જે પછી ભાજપે રામ મંદિરનો મુદ્દો કાઠયો છે. વિકાસનો મુદ્દો તો પેન્ડિંગ છે જ…

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પછી ભાજપની સરકારે ઘડો લીધો છે. કેમ જનતા ગુસ્સે ભરાઈ છે. વિકાસની વાત તો બરાબર છે, પણ જીએસટીમાં વેપારીઓ ખુબ હેરાન થયા છે. જેને ઠીક કરવા માટે કેન્દ્રની મોદી સરકારે જીએસટીને સરળ કરવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે. 28 ટકાના સ્બેલવાળી કેટલીય વસ્તુઓને 18 ટકાના સ્લેબમાં લાવી દીધી છે. અને હવે નાણાપ્રધાન 12 અને 18 ટકાના સ્લેબને બંધ કરીને વચ્ચેનો 15 ટકા સ્લેબ લાવે તેવી વિચારણા ચાલી રહી છે. જીએસટીને વધુ સરળ કરવા માટેના પગલાઓ વિચારી રહ્યા છે. જીએસટીનું રીટર્ન ફાઈલીંગ પણ સરળ કરવાની વેતરણ ચાલી રહી છે. જેથી વેપારીઓને કોઈ મુશ્કેલી ન પડે અને જીએસટીની આવક વધે. સરળીકરણ હશે તો વેપારી જાતે જીએસટી ભરવા આગળ આવશે. કોઈ કરચોરી નહી કરે, તેવા ખ્યાલ સાથે કેન્દ્ર સરકાર જીએસટીને લોકભોગ્ય બનાવશે.

ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો વધુ કેન્દ્રમાં રહ્યો છે. ત્યારે કોંગ્રેસે ખેડૂતોની દેવા માફીના મુદ્દાને રાજકારણનો મુદ્દો બનાવીને ગામડામાંથી ખેડૂતોના મત અંકે કર્યા છે. હવે લોકસભાની ચૂંટણીમાં મોદી સરકાર ખેડૂતો માટે નવી યોજના અને ટેકાના ભાવમાં વધારો કરવા તરફ પગલા લઈ રહી છે. ખેડૂતોના દેવા માફી સિવાયના વિકલ્પો પર સરકાર વિચારી રહી છે, જેથી ખેડૂતોની નારાજગી દૂર થાય.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા છે, જેથી ઓટોમેટિકલી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવા શરૂ થયા છે. જે દેશની ઈકોનોમી માટે ખુબ જ ફાયદાકારક છે. ક્રૂડનું આયાત બિલ ઘટ્યું છે, અને બીજી તરફ ડૉલર સામે રૂપિયો પણ મજબૂત થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે એટલે મોંઘવારી પણ ઘટશે, તે તેને સીધી અસર કરે છે. આમ ઈકોનોમીને ચારેય તરફથી ફાયદો થઈ રહ્યો છે. 2019માં કોર્પોરેટ અર્નિંગ પણ વધીને આવશે. પ્રોડક્શન વધ્યું છે આઈઆઈપી ડેટા પ્રોત્સાહક આવ્યા છે. ઈકોનોમીનો એક પેરામીટર્સ પોઝિટિવ થાય તો તેની સાયકલ પર પોઝિટિવ અસર પડે છે. અને તમામ પેરામીટર્સ નેગેટિવમાંથી પોઝિટિવ થઈ જશે.

લોકસભાની ચૂંટણીના પરિણામની શેરબજારની ભાવી ચાલ પર અસર પડશે, તે તો એક ને એક બે જેવી વાત છે. પણ સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી પૂર્ણ થાય પછી સામાન્ય રીતે જોવાયું છે કે શેરબજારમાં તેજી થતી હોય છે. હા જરૂરી એ છે કે સ્ટેબલ ગવર્મેન્ટ આવવી જોઈએ. સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવશે તો વિદેશી રોકાણકારો ભારતમાં નવું મૂડીરોકાણ લાવશે, તેમાં કોઈ બેમત નથી. જે પણ સરકાર આવે અને સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવશે તો તે આર્થિક સુધારાને વધુ વેગવાન બનાવશે.

2018માં શુ થયું…

 • સ્ટોકમાર્કેટનીવાતકરીએતો 2018નાવર્ષમાંસેન્સેક્સે91 ટકાઅનેનિફટીએ3.15 ટકાનું વળતર આપ્યું છે.
 • ગોલ્ડમાં 2 ટકા નેગેટિવ વળતર છે.
 • 10 વર્ષના બોન્ડમાં 0.30 ટકાનું વળતર મળ્યું છે
 • ક્રૂડમાં 19 ટકાનું નેગેટિવ રીટર્ન છે.
 • બેંક ફિકસ્ડ ડિપોઝિટમાં 0.50 ટકાનું પોઝિટિવ રીટર્ન વધુ મળ્યું છે.

 

2019માંશુંથશે?

 • લોકસભાની ચૂંટણી પછી સ્ટેબલ એટલે કે સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવી તો શેરબજારમાં તેજી
 • ભારતનો જીડીપી ગ્રોથ 7.5 ટકાથી વધુના દરે ગ્રોથ કરશે
 • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમત ઘટી છે, જેથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે
 • મોંઘવારી કાબુમાં રહેશે, પણ લોકસભાની ચૂંટણી પછી સામાન્ય રીતે મોંઘવારી વધતી હોય છે.
 • જીએસટીનું વધુ સરળીકરણ કરાશે
 • ખેડૂતોની આવક વધે તે માટે સરકારોએ પગલા લેવા પડશે.
 • ઈઝ ઓફ ડૂંઈગ બિઝનેસમાં ભારત 100માં ક્રમેથી 77માં ક્રમે આવ્યું છે, 2019માં 50માં ક્રમે આવશે
 • ઈ કોમર્સ બજારમાં 22 ટકા વધુનો ગ્રોથ થશે
 • 2019ના વર્ષમાં ઔદ્યોગિત પ્રોડક્શન વધશે, અને તેની ડિમાન્ડમાં પણ વધારો થશે
 • ભારતનું ઈલેક્ટ્રોનિક્સ બજાર 41 ટકાના દરે વધી રહ્યું છે, તે ગ્રોથ 2019માં વધુ આગળ વધશે
 • મોબાઈલ ફોનનો વપરાશ વધતો ગયો છે, 4જી સ્પીડ થવાથી અને માર્કેટમાં જીઓના આવ્યા પછી હરિફાઈ વધી છે, અને નેટ સસ્તું થયું છે, જેથી 2019માં મોબાઈલના વેચાણમાં અનેકગણો વધારો થશે
 • ક્રૂડનું આયાત બિલ ઘટી જતાં 2019માં ડોલર સામે રૂપિયો વધુ મજબૂતી જાળવી રાખશે
 • 2019માં વિદેશી રોકાણમાં વધારો થશે, કારણ કે દેશના જીડીપી ગ્રોથ કરતા ભારતનો જીડીપી ગ્રોથ વધુ છે.

 

સ્ટોકમાર્કેટની ટેકનિકલી વાત કરીએ તો નિફટીમાં 200 દિવસની મુવીંગ એવરેજ 10,772 છે અને 50 દિવસની મુવીંગ એવરેજ 10,601 છે. તેજી માટે નિફટી 10,850 કૂદાવે અને તેની ઉપર ચાલે ત્યાં સુધી કોઈપણ સ્ટોકમાં લઈને જ વેચવું. અને 11,000 કૂદાવતાં શેરબજાર તેજીના ઝોનમાં પડયું છે, તેમ કહીશું.

એ જ રીતે સેન્સેક્સમાં 200 દિવસની મુવીંગ એવરેજ 35,600 અને 50 દિવસની મુવીંગ એવરેજ 35,286 છે. સેન્સેક્સ 36,150 ઉપર બંધ રહે ત્યાં સુધી તેજીનો જ વેપાર કરવો. અથવા ઘટાડે રોકાણ કરી શકાય. પણ આપને જણાવી દઈએ કે હવે 14 જાન્યુઆરીને ઉત્તરાયણ નજીક છે. ઉત્તરાયણની ‘કેન’ પડશે. પછી શેરબજારની પરફેક્ટ ચાલ પકડાશે.