Home Variety Travel Tips

Travel Tips

ભારતના સર્વોત્તમ પર્યટન સ્થળો જે જિંદગીમાં જોઈ લેવા જોઈએ

0

આમ તો ભારતમાં જોવાલાયક અને ફરવાલાયક અનેક પર્યટન સ્થળો છે, જે તમારી જિંદગીમાં યાદગાર અનુભવ તરીકે બની રહ્યા હશે, પરંતુ અમુક એવા સ્થળો છે જે જિંદગીમાં એક વાર તો જોવા જ જોઈએ. એવા 15 સ્થળોની યાદી અહીં આપી છે. એક નજર…

૧.

બ્રહ્મપુત્રા નદી પર સૂર્યાસ્ત

બ્રહ્મપુત્રા ઈશાન ભારતની 2,900 કિ.મી. લાંબી નદી છે. તે તિબેટમાંથી શરૂ થઈ અરૂણાચલ પ્રદેશની કોતરોમાં થઈને અને આસામના મેદાન વિસ્તારોમાંથી વહીને બંગાળના અખાતમાં જઈને મળે છે.

૨.

હિમાલયના થીજી ગયેલા તળાવો

અરૂણાચલ પ્રદેશ અને સિક્કીમમાં હિમાલય પર્વતમાળામાં સેંકડોની સંખ્યામાં થીજી ગયેલા સરોવરો જોવા મળે છે. જેમ કે ફ્રોઝન લેક ઓફ તવાંગ, ગુરુદોંગમાર લેક (સિક્કીમ).

૩.

લક્ષદ્વીપ ટાપુ

વોટર સ્પોર્ટ્સ, એડવેન્ચર સ્પોર્ટ્સ, સ્નોર્કેલિંગ માટે જાણીતો છે.

૪.

વેસ્ટર્ન ઘાટ્સ અથવા સહ્યાદ્રી પર્વતમાળાની સુંદરતા

ગુજરાતની સરહદથી શરૂ થઈ મહારાષ્ટ્રથી લઈને કન્યાકુમારી સુધી સમગ્ર પશ્ચિમી કાંઠા પર સહ્યાદ્રી પર્વતમાળા આવેલી છે. પાણીના અસંખ્ય ધોધ અને હરિયાળીથી છવાયેલા વેસ્ટર્ન ઘાટ્સને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કર્યા છે.

૫.

વારાણસીના ઘાટ

ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કાંઠે વસેલું વારાણસી અથવા બનારસ શહેર ભારતના પ્રાચીન અને પવિત્ર માન્યતાઓ ધરાવતું શહેરોમાંનું એક છે.

૬.

લદાખના સરોવરો

દરિયાઈ સપાટથી 4,350 મીટર ઊંચાઈ પર આવેલા લદાખમાં એક એકથી સુંદર સરોવરો જોવા મળે છે.

૭.

શિલોંગનો વોટરફોલ

ઈશાન ભારતના મેઘાલય રાજ્યમાં ઈસ્ટ ખાસ્સી હિલ્સ પર વસેલા મોસીનરામ ગામમાં આ ધોધ આવેલો છે. આ ગામમાં દર વર્ષે 11,800 મિ.મી.થી પણ વધારે વરસાદ પડતો હોય છે.

૮.

કાન્હા નેશનલ પાર્ક

મધ્ય પ્રદેશના કાન્હા નેશનલ પાર્ક અથવા ટાઈગર રિઝર્વ પાર્કમાં રોયલ બેંગાલ ટાઈગર્સ અને દીપડા જોવા મળે છે.

૯.

થરનું રણ

રાજસ્થાનમાં આવેલા થરનાં રણમાં રાતવાસો કરવાનો અનુભવ યાદગાર બની શકે.

૧૦.

કેરળની ખાડીઓ

કેરળ રાજ્યને ‘ગોડ્સ ઓન કન્ટ્રી’ કહેવામાં આવે છે. અરબી સમુદ્રને કાંઠે વસેલા આ રાજ્યમાં અસંખ્ય ખાડીઓમાં બોટ સહેલગાહ કરવાનો આનંદ માણવા જેવો છે.

૧૧.

ગોવાના આકર્ષક બીચ

ગોવા રાજ્ય ભલે નાનું છે, પણ એના અસંખ્ય સુંદર દરિયાકાંઠાઓને કારણે તે પર્યટકોમાં આકર્ષણરૂપ બન્યા છે.

૧૨.

મનાલીનાં બરફાચ્છાદિત પહાડો

હિમાચલ પ્રદેશના હિલસ્ટેશન મનાલીનાં બરફાચ્છાદિત પહાડો પર વિન્ટર સ્પોર્ટ્સની મજા માણવા જેવી છે.

૧૩.

ભૂવનેશ્વરનાં મંદિરો

ભારતના મંદિરોનાં શહેર તરીકે જાણીતા ભૂવનેશ્વરમાં 600થી વધારે મંદિરો આવેલા છે.

૧૪.

કોડાઈકેનાલનું કુદરતી સૌંદર્ય

OLYMPUS DIGITAL CAMERA

તામિલનાડુનું હિલસ્ટેશન કોડાઈકેનાલ ખુશનુમા હવામાન, ગાઢ જંગલો, પાણીનાં ધોધ, લીલાંછમ મેદાનો માટે જાણીતું છે.

૧૫.

કન્યાકુમારીનો સમુદ્રસંગમ

કન્યાકુમારીમાં અરબી સમુદ્ર, બંગાળનો અખાત અને હિંદ મહાસાગરનો સંગમ જોવા મળે છે. હવામાનમાં ફેરફારોને લીધે આ ત્રણેય સમુદ્રનાં પાણીનો બદલાતો રંગ પણ યાદગાર અનુભવ કરાવે છે.

મુગલ ગાર્ડનઃ રાષ્ટ્રપતિ ભવનમાં ઉદ્યાનોત્સવ…

0

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ખુલ્લો મૂકવામાં આવતો ઐતિહાસિક મુગલ ગાર્ડન આ વખતે પણ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. દુર્લભ અને રંગબેરંગી એવા ફૂલોથી સજ્જ આ ગાર્ડન 10 માર્ચ સુધી ખુલ્લો રહેશે. 15 એકરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં આ વખતે જુદા જુદા આઠ પ્રકારનાં 10 હજાર જેટલા ટ્યૂલીપ ફૂલો ખીલ્યા છે. તો 135 પ્રકારનાં ગુલાબનાં ફૂલ ઉપરાંત બીજાં અનેક છોડ, પાણીનાં ફૂવારા-ઝરણાં જોવાની મજા લેવા જેવી છે. ગાર્ડનની મુલાકાત માટે કોઈ ફી રાખવામાં આવી નથી. પ્રવેશ મફત છે. સોમવાર સિવાય મંગળવારથી રવિવાર સુધી આ ગાર્ડનની મુલાકાત લઈ શકાય છે. સમય છે સવારે 9.30 થી સાંજે 4 સુધી. નવી દિલ્હીમાં નોર્થ એવેન્યૂ નજીક રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર-35માંથી મુગલ ગાર્ડન માટેની એન્ટ્રી છે.

ગાર્ડનમાં ફોટોગ્રાફી માટે સ્માર્ટ મોબાઈલ ફોન લઈ જવાની પરવાનગી છે. ઉપરાંત પીવાનાં પાણીની બોટલ અને નાનકડું પર્સ પણ લઈ જઈ શકાય. પરંતુ, કેમેરા, બેગ કે કોઈ પણ પ્રકારનું હથિયાર લઈ જવાની પરવાનગી નથી.

મુગલ ગાર્ડન (રાષ્ટ્રપતિ ભવન)ની સૌથી નજીકનું મેટ્રો સ્ટેશન છે સેન્ટ્રલ સેક્રેટરિએટ. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને પાલમ એરપોર્ટથી રાષ્ટ્રપતિ ભવન 11.2 કિ.મી. દૂર આવેલું છે. તો નવી દિલ્હી રેલવે સ્ટેશનથી 6 કિ.મી., જૂના દિલ્હી રેલવે સ્ટેશનથી 10.2 કિ.મી., નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી 7.5 કિ.મી., આનંદ વિહાર રેલવે સ્ટેશનથી 17.1 કિ.મી. દૂર આવેલું છે.

આ વખતે પહેલી જ વાર મુગલ ગાર્ડન જોવા માટે એડવાન્સ બુકિંગ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. એ માટે રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટની નીચેની લિન્ક પર ક્લિક કરો.

httpss://rb.nic.in/rbvisit/rbvisit_mughal.aspx





































માનો યા ન માનોઃ 15 મિનિટમાં જ પહોંચાશે એલિફન્ટા…

0

ફક્ત 15 મિનિટમાં જ તમે એલિફન્ટા પહોંચી શકશો. પણ થોભો, એ માટે તમારે 2022 સુધી રાહ જોવાની છે!

મોહમયી મુંબઈ નગરીની જેમણે મુલાકાત લીધી હોય તે વ્યક્તિ એલિફન્ટાની ગુફાઓથી અજાણી ના જ હોય! આ ગુફાઓ તેની ઉત્તમ શિલ્પ કળાકૃતિઓ જે ભગવાન શિવજી પર રચિત છે તેને લીધે પ્રખ્યાત છે.

આ ઐતિહાસિક સ્થળ સુધી પહોંચવા મુંબઈના ગેટવે ઑફ ઈન્ડિયાથી સમુદ્ર માર્ગે ફેરી રાઈડ દ્વારા એલિફન્ટા સુધી 10 કિ.મી.ના અંતરે લગભગ એક કલાકે પહોંચાય છે.

કેંદ્ર સરકારે મુંબઈથી એલિફન્ટા તરફ જવા માટે 8 કિ.મી. સુધીનો રોપવે બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ શરૂ થઈ ગયા બાદ એલિફન્ટા સ્થળે ફક્ત 15 મિનિટમાં પહોંચી શકાશે.

આ રોપવે અરબી સમુદ્ર પર બાંધવામાં આવશે, પણ કામ પૂર્ણ થવામાં 4 વર્ષ લાગશે. આપણા દેશનો એ પહેલો રોપવે હશે જે સમુદ્ર ઉપર બનશે!

આ પ્રોજેક્ટને મુંબઈ પોર્ટ ટ્રસ્ટે હાથમાં લીધો છે. એક વાર રોપવે બની જશે, તો ટોટલ 30 કૅબલ કાર આ રૂટ ઉપર સરકવા માંડશે.

એલિફન્ટામાં છેક 8મી સદી જેટલી પ્રાચીન ગુફાઓ જોવા મળે છે. અહીં હિન્દુ તથા બૌદ્ધ પૌરાણિક કથાઓ પર આધારિત મૂર્તિઓ છે.

યુનાઈટેડ નેશન્સ સંસ્થાની યૂનેસ્કો પેટા-સંસ્થાએ એલિફન્ટાને વિશ્વ વિરાસત (વર્લ્ડ હેરિટેજ) સ્થળ તરીકે ઘોષિત કર્યું છે.

એલિફન્ટામાં મહારાષ્ટ્ર ટુરિઝમ તરફથી એક ટોય ટ્રેનની પણ સેવા ઉપલબ્ધ છે. એ ભલે માત્ર 800 મીટર સુધી જ ચાલે છે, પણ એમાં બેસીને ટૂંકી સફર કરવાનો આનંદ કંઈક અલગ છે.

આંદામાન-નિકોબારનાં પાંચ લઘુટાપુઓ…

0

ભારતમાં પ્રવાસ-પર્યટનનાં અનેક સ્થળો છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ એમાંના જ એક છે. ભવ્ય સમુદ્રકિનારા, ગાઢ જંગલો આ દ્વીપસમૂહના ગ્રુપ-પ્રવાસ તેમજ હનીમૂન ટૂર માટે પણ પરફેક્ટ બનાવે છે. આ ટાપુઓનું પ્રવેશદ્વાર સમુ શહેર છે એનું પાટનગર પોર્ટ બ્લેર.

આંદામાન-નિકોબાર દ્વીપસમૂહના આમ તો 572 ટાપુઓ છે, પણ એમાંના પાંચ ખાસ લઘુટાપુઓનાં નામ નીચે મુજબ છે, જેની મુલાકાત યાદગાર અનુભવ અપાવે છે. આંદામાન-નિકોબારમાં પ્રવાસ માટેનો શ્રેષ્ઠ સમયગાળો છે – ઓક્ટોબરથી મે મહિના સુધીનો. તો કરો પ્લાનિંગ…

હેવલોક આયલેન્ડ

નીલ આયલેન્ડ

રોસ આયલેન્ડ

બરતાંગ આયલેન્ડ

ગ્રેટ નિકોબાર આયલેન્ડ

બહુ મોંઘા થાય એ પહેલાં આ શહેરોમાં ફરી આવો…

0

ઈન્ટરનેશનલ ટૂરિઝમ આજકાલ તેજીમાં છે. વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય પર્યટન 6 ટકા વધ્યું છે. વિદેશમાં પ્રવાસ-પર્યટન કરવા જતા લોકોની સંખ્યા વધી રહી છે. યુરોપ અને એશિયામાં કેટલાક એવા શહેરો-સ્થળો છે જે તમારા બજેટમાં હોઈ શકે છે.

શાંઘાઈ (ચીન)

શિયાળાની ઋતુને કારણે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ફરવા માટે બેસ્ટ.

ડબલીન (આયરલેન્ડ)

જૂનમાં આ શહેરમાં ફરવા જવું સૌથી વધારે મોંઘું હોય છે. ડિસેમ્બર-જાન્યુઆરી પ્રમાણમાં વધારે સસ્તા હોય છે.

એડિનબર્ગ (સ્કોટલેન્ડ)

બજેટ યોર ટ્રિપ અનુસાર, એડિનબર્ગમાં એક દિવસની મુલાકાત માટે 148 ડોલરનો ખર્ચ થાય. જાન્યુઆરીમાં અહીંની હોટેલ્સના ભાડાં 14 ટકા વધારે સસ્તા હોય છે.

ક્યોતો (જાપાન)

આ એશિયન શહેરમાં ઉનાળાની મોસમમાં ફરવા જવું વધારે સારું. ડિસેમ્બર કરતાં જૂનમાં અહીં ફરવું 16 ટકા વધારે સસ્તું પડે છે.

લિસ્બન (પોર્ટુગલ)

એડિનબર્ગની જેવું જ લિસ્બનમાં છે.

સેવીલ (સ્પેન)

આ શહેરમાં પ્લાઝા ડી એસ્પાના, સેમીસર્ક્યૂલર વોટર કેનાલ જેવા અનેક સુંદર જોવાલાયક સ્થલો છે.

સિંગાપોર (સિંગાપોર)

હોંગ કોંગ અને ટોકિયો બાદ એશિયામાં સિંગાપોર ત્રીજા નંબરનું મોંઘું શહેર છે. મરિના બૅ સેન્ડ્સ ખાતે આર્ટ સાયન્સ મ્યુઝિયમ જોવા જેવું છે.

સ્ટોકહોમ (સ્વીડન)

જૂન મહિના કરતાં જાન્યુઆરીમાં આ શહેર 26 ટકા જેટલું સસ્તું પડે છે.

ક્વાલાલમ્પુર (મલેશિયા)

મલેશિયાનું આ પાટનગર શહેર પેટ્રોનાસ ટાવર્સ માટે જાણીતું છે.

બેંગકોક (થાઈલેન્ડ)

વિશ્વના અન્ય હોટ-સ્પોટ્સ, શહેરોની સરખામણીમાં સસ્તું છે. ઈમેરાલ્ડ બુદ્ધ મંદિર જોવા જેવું છે.

એથેન્સ (ગ્રીસ)

જૂનમાં ફરવા જવાનું ટાળવું, મોંઘું હોય છે ડિસેમ્બરમાં 31 ટકા જેટલું સસ્તું પડે છે.

તાઈપેઈ (તાઈવાન)

આ શહેરમાં જૂનમાં ફરવા જવું વધારે સસ્તું પડે. જાન્યુઆરીની સરખામણીમાં ત્યારે હોટેલ્સ રૂમનાં ભાડાં 15 ટકા સસ્તા હોય છે.

વિએના (ઓસ્ટ્રિયા)

ડિસેમ્બર, જાન્યુઆરી સસ્તા મહિના. જાન્યુઆરી 14 ટકા વધારે સસ્તું પડે.

મનામા (બેહરીન)

એશિયામાં મોંઘું શહેર ગણાય. શહેરની સ્થાપત્યકળા જોવા જેવી છે.

એમ્સટરડેમ (નેધરલેન્ડ્સ)

આ શહેર મોજમસ્તીની પ્રવૃત્તિઓ (ફન) માટે જાણીતું છે. અહીંના પરંપરાગત મકાનો, કેનાલ્સ જોવા જેવાં.

બુડાપેસ્ટ (હંગેરી)

જૂન મહિનો ફરવા માટે મોંઘો. ડિસેમ્બર-જાન્યુઆરી 10 ટકા વધારે સસ્તા પડે. ડેન્યુબી નદીની સુંદરતા જોવા જેવી.

મોસ્કો (રશિયા)

સાંસ્કૃતિક વારસાનું શહેર છે. સસ્તા શહેરોમાં આની રેન્ક આગળ પડતી છે.


માત્ર આટલું યાદ રાખજોઃ વિદેશમાં ક્યાંય પણ ફરવા જતી વખતે જે તે દેશ-શહેરમાં પર્યટકો સાથે કરાતી ઠગબાજી કે છેતરપીંડી વિશેની આગોતરી જાણકારી મેળવી લેવી જેથી તમારા પૈસાનું રક્ષણ થઈ શકે.

ભારતના એ 12 રેલવે પ્રવાસ કયા? જે તમને ઘેલા કરી મૂકે એની ગેરન્ટી…

0

પર્યટનશોખીનોને યાદગાર અનુભવવાળા રેલવે પ્રવાસ માટે ભારત મોકળા મેદાન જેવો દેશ છે. આમ તો ભારતમાં ક્રેઝી કહેવાય એવા અસંખ્ય ટ્રેનપ્રવાસો છે, પણ એમાંથી ખાસ 12 પસંદ કરેલી એક્સપ્રેસ ટ્રેનોનો અહીં ઉલ્લેખ કર્યો છે. તક કે સમય મળે ત્યારે આ ટ્રેનોમાં પ્રવાસ કરીને તમે તમારી જિંદગીના મીઠામધુર સંભારણા બનાવી શકો છો. તો જાણી લો આ ટ્રેનોને…

જમ્મુ મેલ (જમ્મુ અને ઉધમપુરને જોડે છે. જમ્મુ અને કશ્મીર)
હિમાલયન ક્વીન (કાલકા-શિમલા, હિમાચલ પ્રદેશ)
બનીહાલ-બારામુલા DEMU ટ્રેન (કાઝીગુંદ-શ્રીનગર-બારામુલ્લા, જમ્મુ અને કશ્મીર)
ધ દાર્જિલિંગ-હિમાલયન રેલવે (ન્યૂ જલપાઈગુડી-દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ)
મંડોવી એક્સપ્રેસ (રત્નાગીરી-મડગાંવ-મેંગલોર, ગોવા-કર્ણાટક)
આયલેન્ડ એક્સપ્રેસ અથવા સેતુ એક્સપ્રેસ (મંડપમ-પામબન-રામેશ્વરમ, તામિલનાડુ-કેરળ)
ડેઝર્ટ ક્વીન (દિલ્હી-જેસલમેર DLI-JSM એક્સપ્રેસ)
ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ (એર્નાકુલમ-કોલામ-ત્રિવેન્દ્રમ, કેરળ)
કોણાર્ક એક્સપ્રેસ (ભૂવનેશ્વર-બ્રહ્મપુર, ઓડિશા)
માથેરાન હિલ રેલવે (નેરલ-માથેરાન, મહારાષ્ટ્ર)
નીલગીરી માઉન્ટેન રેલવે (મીટ્ટુપાલયમ-ઊટી, તામિલનાડુ)
ગોવા એક્સપ્રેસ (વાસ્કો ડ ગામા-લોન્દા જંક્શન, ગોવા)

ગુરેઝ વેલી (કશ્મીર): સ્વર્ગનો જાણે છૂપો દરવાજો

0

જમ્મુ-કશ્મીર રાજ્ય એટલે ભારતનું શિખર અને મધ્ય એશિયાનું ગેટવે. ચારેબાજુ બર્ફિલા પહાડો અને શાંત વાતાવરણ, સુંદર ઘાટમાર્ગો વચ્ચે મેદાન વિસ્તાર. આ ખૂબીઓને કારણે જ કશ્મીરને ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે. રાજ્યના કશ્મીર ભાગમાં સૌથી સુંદર સ્થળોમાંનું એક છે, ગુરેઝ વેલી (સ્થાનિક લોકો જેને ગુરાઈ કહે છે). પર્યટનના શોખીનો જમ્મુ-કશ્મીરમાં ઘણું ફર્યાં હશે, પણ ઉત્તર કશ્મીરમાં આવેલા આ સ્થળનું કુદરતી સૌંદર્ય કદાચ બહુ ઓછા લોકોએ જોયું હશે. પાકિસ્તાનના ગિલગીટ-બાલ્ટિસ્તાન સાથે આ ખીણપ્રદેશ સરહદ બનાવે છે. સમુદ્રની સપાટીથી 8000 ફૂટ ઊંચાઈ પર અને રાજ્યના પાટનગર શ્રીનગરથી 125 કિ.મી. દૂર આવેલું છે. સમગ્ર ગુરેઝ વેલીમાં 15 ગામો આવેલા છે. અહીં કિશનગંગા નદી વહે છે. નદીનાં ખળખળ વહેતાં પાણીનો અવાજ સાંભળીને તમને એમ લાગે કે તમે જાણે સ્વર્ગનો પરમ આનંદ માણી રહ્યાં છો.

ઉનાળાની મોસમમાં ટ્રેકિંગના શોખીનો આ વેલી તરફ બહ આકર્ષિત થાય છે. વર્ષના છ મહિના તો આ વેલીમાં જવાનું મુશ્કેલ બની જાય છે. ગુરેઝનું મુખ્ય નગર છે દવાર. અહીં મોબાઈલ નેટવર્ક લિમિટેડ છે. માત્ર બીએસએનએલનું જ નેટવર્ક મળે.

ચેરાપૂંજી (મેઘાલય): વરસાદની વૈશ્વિક રાજધાની…

0

ઈશાન ભારતના રાજ્ય મેઘાલયના પાટનગર શિલોંગથી 58 કિ.મી. દૂર આવેલું છે ચેરાપૂંજી. તે ભારતનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં બારેમાસ માત્ર એક જ મોસમ હોય છે – ચોમાસું. ચેરાપૂંજીનું નવું નામ છે સોહરા, જે એનું ઐતિહાસિક નામ છે. ચેરાપૂંજી કે સોહરા ખાતે મોટર દ્વારા જઈ શકાય છે, પણ આકરા ચઢાણવાળો રૂટ છે. આખા માર્ગ પર કાયમ ધૂમ્મસ છવાયેલું રહે છે. શિલોંગથી બસ અને ટેક્સી દ્વારા ચેરાપૂંજી જઈ શકાય.

ચેરાપૂંજીમાં આટલો બધો વરસાદ પડવાનું કારણ આ છેઃ જમીનની સપાટીથી ચેરાપૂંજી 4,500 ફૂટ ઊંચે આવેલું છે. એટલે નીચે મેદાનવિસ્તારોની ઉપરથી જે પવન ફૂંકાય એ જેમ જેમ ઉંચે ચડે એમ ઠંડો થાય. સૂર્યની ગરમીનું બાષ્પીભવન થાય. પવનમાંની ઠંડક ભેજમાં પરિણમે, એની જમાવટ થાય, એના ઘેરાં વાદળ બંધાય અને પછી એમાંથી વરસાદ રિલીઝ થાય.

ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ચેરાપૂંજીને વિશ્વના નંબર-1 વરસાદી સ્થળ (રેઈન કેપિટલ ઓફ ધ વર્લ્ડ) તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. અહીં વર્ષ દરમિયાન 11,777 મિ.મી. (463 ઈંચ) વરસાદ પડતો હોય છે.

સૌથી વધારે વરસાદ મેથી સપ્ટેંબર સુધીના પાંચ મહિના દરમિયાન પડે છે. આ સમયગાળા દરમિયાન વાદળો કાળાડિબાંગ રહેતા હોય છે અને વરસાદ ધોધમાર પડ્યા કરે છે.

1861માં તો 22,987 મિ.મી. વરસાદ પડ્યો હતો, જે એક રેકોર્ડ છે.

ચેરાપૂંજીથી 10 કિ.મી. દૂર આવેલા મૌસીનરામ ગામમાં છેલ્લા કેટલાક વખતથી ચેરાપૂંજી કરતાં વધારે વરસાદ પડે છે. ત્યાં ગયા વર્ષે 12,163 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

ચેરાપૂંજીમાં જોવાલાયક સ્થળો છે – ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ, નોહકલિકાઈ વોટરફોલ્સ (સેવન સિસ્ટર્સ વોટરફોલ્સ, જે 1033 ફૂટની ઊંચાઈએથી પડે છે), ક્રમ મોમ્લુહ ગુફા, માવ્સમાઈ ધોધ, ઈકો પાર્ક.

મુંબઈ નજીકના રિસોર્ટ્સ…

0

કામકાજના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને આનંદભરી ક્ષણો માણવાની ઈચ્છા રાખતા લોકો માટે અહીં પ્રસ્તુત છે કેટલાક રોમેન્ટિક, લક્ઝરિયસ રિસોર્ટ્સ, જે મહાનગર મુંબઈની નજીકમાં જ આવેલા છે. મુલાકાત લેવા જેવી…

ડન બાર હાઉસ – વરન્ડા ઈન ધ ફોરેસ્ટ (માથેરાન). મુંબઈથી લગભગ 53 કિ.મી. દૂર

માચન (લોનાવલા). મુંબઈથી લગભગ 97 કિ.મી. અમાન્ઝી (લોનાવલા). મુંબઈથી લગભગ 121 કિ.મી.
આનંદવન રિસોર્ટ (ભંડારદારા). મુંબઈથી લગભગ 159 કિ.મી.લ મેરિડીયન રિસોર્ટ એન્ડ સ્પા (મહાબળેશ્વર). મુંબઈથી લગભગ 260 કિ.મી. ફરિયાઝ રિસોર્ટ (ખંડાલા). મુંબઈથી લગભગ 84 કિ.મી.ધ હિલ્ટન શિલિમ (શિલિમ્બ). મુંબઈથી લગભગ 111 કિ.મી. રેવાઈન હોટેલ (મહાબળેશ્વર). મુંબઈથી લગભગ 240 કિ.મી. અપ્પર ડેક રિસોર્ટ (લોનાવલા). મુંબઈથી લગભગ 104 કિ.મી. ધ રિસોર્ટ, એમ્બી વેલી સિટી. મુંબઈથી 106.9 કિ.મી.
ડેલ્લા રિસોર્ટ (કુનેગાંવ, લોનાવલા). મુંબઈથી 84 કિ.મી. યૂ ટ્રોપિકાના રિસોર્ટ (અલીબાગ). મુંબઈથી લગભગ 88 કિ.મી. ક્લાઉડ-9 હિલ્સ રિસોર્ટ (એમ્બી વેલી રોડ). એમ્બી વેલીથી લગભગ 8 કિ.મી.પ્રકૃતિ રિસોર્ટ (કાશિદ). મુંબઈથી લગભગ 100 કિ.મી. રેડિસન રિસોર્ટ એન્ડ સ્પા (અલીબાગ). મુંબઈથી લગભગ 92 કિ.મી. વેલ્વેટ કાઉન્ટી રિસોર્ટ એન્ડ સ્પા (લોનાવલા). મુંબઈથી લગભગ 90 કિ.મી. ઘ ડ્યૂક્સ રીટ્રીટ (ખંડાલા). જમીનની સપાટીથી લગભગ 500 ફૂટ ઊંચાઈ પર. ટ્રેઝર આયલેન્ડ રિસોર્ટ (લોનાવલા). મુંબઈથી લગભગ 91 કિ.મી. કોરિન્ટીયન્સ રિસોર્ટ (પુણે). મુંબઈથી 165 કિ.મી.

ભારતના શ્રેષ્ઠ પ્રાણીબાગ કયા?

0

કોઈ પણ મોટા શહેરના જોવાલાયક સ્થળોની યાદીમાં પ્રાણીસંગ્રહાલય કે પ્રાણીઉદ્યાન કે પ્રાણીબાગને અચૂક સામેલ કરવામાં આવે. ઘરનાં બાળકોને પ્રાણીબાગમાં લઈ જઈને એમને પ્રાણીઓ બતાવવાનો આનંદ માણવાની એક મજા છે. ભારતમાં વન્યપ્રાણીઓનાં આશ્રયસ્થાનો સેંકડોની સંખ્યામાં છે. એમાંના અમુકની અહીં જાણકારી પ્રસ્તુત છેઃ

મૈસુર ઝૂ

ચમારાજેન્દ્ર ઝૂઓલોજિકલ ગાર્ડન્સ ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયોમાંનું એક છે. અહીં હાથી, ઝેબ્રા, સિંહ, લીલા એનાકોન્ડા, ગેંડા સહિત સેંકડો જંગલી પ્રાણીઓને સાચવવામાં આવ્યા છે.

નંદન કાનન ઝૂઓલોજિકલ પાર્ક

આ પાર્ક ઓડિશાના પાટનગર ભૂવનેશ્વરમાં આવેલો છે. તે ભૂવનેશ્વરના નવા રેલવે સ્ટેશનેથી આશરે 6 કિ.મી. દૂર છે. સફેદ વાઘ, મગર, સિંહને અહીં રાખવામાં આવ્યા છે.

અરિગ્નર અન્ના ઝૂઓલોજિકલ પાર્ક

તામિલનાડુના પાટનગર ચેન્નાઈના ઉપનગર વંદલુરમાં આ પાર્ક આવેલો છે. ચેન્નાઈ એરપોર્ટથી 15 કિ.મી. દૂર આવેલો છે. અહીં મગરના એન્ક્લેવ ચે અને એક વિશાલ એક્વેરિયમ પણ છે. કેમ્પસની અંદર ટ્રેક અને એલિફન્ટ સફારી પણ છે.

નેહરુ ઝૂઓલોજિકલ પાર્ક

હૈદરાબાદમાં શહેરના હાર્દ વિસ્તારથી 16 કિ.મી. દૂરના અંતરે આવેલો છે. અહીંની હરિયાળી જાણીતી છે. અહીં 100થી વધુ જાતિના પશુ-પક્ષીઓ અને સર્પને રાખવામાં આવ્યા છે. બેંગાલ ટાઈગર, એશિયાટિક લાયન્સ, હાથી, દીપડો વગેરે અહીં જોવા મળશે.

પદ્મજા નાયડુ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક

આને દાર્જિલિંગ ઝૂ પણ કહેવાય છે. ભારતમાં આ સૌથી ઊંચાઈવાળા સ્થળ પર આવેલું પ્રાણીબાગ છે, જે પશ્ચિમ બંગાળના હિલસ્ટેશન-શહેર દાર્જિલિંગમાં આવેલું છે. અહીં તિબેટન વરુ, રેડ પાન્ડા, સ્નો લેપર્ડ (દીપડા), સાઈબેરિયન વાઘ, યાક, હિમાલયન કાળા રીંછ જેવા પ્રાણીઓ જોવા મળે છે.

ગોપાલપૂર ઝૂ

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આ ઝૂ આવેલું છે. દાર્જિલિંગ બાદ ભારતનું આ બીજું પ્રાણીબાગ છે જે પહાડી વિસ્તારમાં સ્થિત છે. આ પ્રાણીસંગ્રહાલયની ફરતે ધૌલાધર પર્વતમાળા આવેલી છે. બરફ પડે છે ત્યારે આ વિસ્તારનું કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઊઠે છે. અહીં તમને હિમાલયન બ્લેક બેર, એશિયાટિક લાયન, રેડ ફોક્સ (શિયાળ), દીપડા, હરણ જોવા મળશે.

ગુલાબ બાગ અને ઝૂ

રાજસ્થાનના ઉદયપુરમાં આવેલું ગુલાબ બાગ સૌથી મોટું ગાર્ડન ગણાય છે. નામ પ્રમાણે આ ગાર્ડનની અંદર અનેક વેરાયટીનાં ગુલાબનાં ફૂલ જોવા મળે છે. આ ગાર્ડનની અંદર નાનકડું ઝૂ છે, બાળકોનાં આનંદ માટે ટોય ટ્રેન પણ ફરતી હોય છે.

છત્તબીર ઝૂ

પંજાબના ચંડીગઢ શહેરથી 17 કિ.મી.ના અંતરે આવેલું છત્તબીર ઝૂ મહેન્દ્ર ચૌધરી ઝૂઓલોજિકલ પાર્ક તરીકે પણ જાણીતું છે. આ વિશાળ પ્રાણીબાગમાં રોયલ ટાઈગર અને એશિયાટિક લાયન સહિત અને વન્યપ્રાણીઓ, પક્ષીઓ જોવા મળશે. મુલાકાતીઓ માટે લાયન સફારી એક વધુ આકર્ષણ છે.

પંડિત જી.બી. પંત હાઈ ઓલ્ટિટ્યૂટ ઝૂ

ઉત્તરાખંડના નૈનિતાલમાં આ ખૂબ ઊંચાઈ પર આવેલું પ્રાણીબાગ છે. દરિયાઈ સપાટીથી આ ઝૂ 6,900 ફૂટ ઊંચે આવેલું છે. અહીં હિમાલયન બ્લેક બેર, તિબેટન વૂલ્ફ, બાર્કિંગ ડીયર, રોયલ બેંગાલ ટાઈગર, દીપડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ સ્થળ અનેક પક્ષીઓનું પણ આશ્રય સ્થાન છે.

અલીપોર ઝૂ

કોલકાતામાં આવેલું અલીપોર ઝૂ દેશના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયમાંનું એક ગણાય છે. રોયલ બેંગાલ ટાઈગર્સનું આ સૌથી મોટું રહેઠાણ છે. અહીં વિવિધ જાતિનાં પક્ષીઓ પણ જોવા મળે છે.

જીજામાતા ઉદ્યાન (વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન) અથવા રાણીબાગ

મુંબઈના મધ્ય ભાગના ભાયખલા વિસ્તારમાં આવેલું છે. એની સ્થાપના 1861માં કરવામાં આવી હતી. હાથી, હીપોપોટેમસ, વાંદરા, હરણ, અજગર તથા અનેક પ્રકારના પક્ષીઓ અહીં જોવા મળે છે.

કમલા નેહરુ ઝુઓલોજિકલ ગાર્ડન, અમદાવાદ

ગુજરાતનો સૌથી મોટો પ્રાણીબાગ અમદાવાદમાં આવ્યો છે – કમલા નેહરુ ઝૂઓલોજિકલ ગાર્ડન, કાંકરિયા વિસ્તારમાં. જ્યારે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય દુનિયામાં એશિયાઈ સિંહોના એકમાત્ર આવાસ તરીકે જાણીતું છે. એને ‘ગીરનું જંગલ’ કે ‘સાસણ-ગીર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉદ્યાન વેરાવળથી લગભગ ૪૩ કિ.મી. ઉત્તર-પૂર્વમાં આવેલું છે.

TOP NEWS

?>