Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર– મુખ્યપ્રધાને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ૪,૬૮૧ બિન સચિવાલય સંવર્ગ અને સચિવાલય સંવર્ગના ઓફિસ આસિસ્ટન્ટ્સને મહાત્મા મંદિરમાં નિમણૂકપત્રો એનાયત કર્યાં હતાં.રાજ્ય સેવામાં જોડાઇ રહેલી યુવાનો નયા ભારતના નિર્માણની પ્રતિબદ્ધતા સાકાર કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. મુખ્યપ્રધાને ઉમેર્યું કે આ નવનિયુક્ત કર્મયોગીઓ પબ્લિક ડિલિંગથી માંડીને પોતાના સીનિયર્સ પાસેથી કાર્યપદ્ધતિનું માર્ગદર્શન ભાથું મેળવી સ્વવ્યક્તિત્વ ડેવલપ કરવા સાથે પ્રજાહિત- પ્રજાકલ્યાણના કાર્યો માટે પ્રતિબદ્ધ રહે તે સમયની માગ છે.  ભૂતકાળની કટકી-બટકી અને વચેટિયા-દલાલોની દરમિયાનગીરીથી થતી ભરતીઓ પર સદંતર રોક લગાવી આપણે પારદર્શી અને મેરિટના આધારે ભરતી પ્રક્રિયા શરૂ કરીને ૬૭ હજાર નવયુવાશક્તિને સરકારી સેવામાં જોડાવાના અવસર વ્યવસ્થિત મેનપાવર પ્લાનિંગથી આપ્યાં છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS