Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઈસ્લામાબાદ – પાકિસ્તાને સબમરીનમાંથી અણુબોમ્બ ફેંકવાને સક્ષમ ક્રૂઝ મિસાઈલ (SLCM)નો અરબી સમુદ્રમાં કોઈક અજ્ઞાત સ્થળેથી આજે સફળ પ્રયોગ કર્યો છે. આ મિસાઈલની રેન્જ 450 કિ.મી. છે અને આ પ્રકારની પાકિસ્તાનની આ પહેલી જ મિસાઈલ છે.

આ મિસાઈલનું નામ તેણે બાબર-3 રાખ્યું છે.

પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે આ મિસાઈલ તેણે સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી બનાવી છે.

આ મિસાઈલના સફળ પ્રયોગને લીધે પાકિસ્તાનની લશ્કરી તાકાતમાં ઘણો વધારો થયો છે, એવું લશ્કરે એક નિવેદનમાં જણાવ્યું છે.

આ મિસાઈલને એક અન્ડરવોટર મોબાઈલ પ્લેટફોર્મમાંથી છોડવામાં આવી હતી અને એ તેના ટાર્ગેટ પર સચોટ રીતે ત્રાટકી હતી, એવું પાકિસ્તાન લશ્કરનું કહેવું છે.

આ મિસાઈલની રેન્જ 450 કિ.મી. (280 માઈલ) છે અને તે અણુબોમ્બનું વહન કરવા સમર્થ છે.

બાબર-3ના સફળ પ્રયોગ બદલ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ, પ્રમુખ મમૂન હુસેન અને લશ્કરી વડા જનરલ કમાર જાવેદ બાજવાએ લોન્ચ ટીમના સભ્યોને અભિનંદન આપ્યા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS