Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર– રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યું હતું કે સિંચાઇ વિભાગનું કોઇપણ બાંધકામ રસ્તા સાથે સંકળાયેલું હશે તો તેની મરામત માર્ગમકાન વિભાગ દ્વારા કરવામાં આવશે તેમ જ નદીઓ પરના કોઝ-વેની મરામતની કામગીરી પણ હવેથી માર્ગમકાન વિભાગ દ્વારા સંભાળવામાં આવશે.

રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં મેશ્વો નદી ઉપરનો કોઝ-વે નવો બનાવવા સંદર્ભના પ્રશ્નનો પ્રત્યુત્તર પાઠવતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, સિંચાઇ વિભાગનું કોઇપણ સ્ટ્રકચર રસ્તા સાથે સંકળાયેલું હશે તો આવા સ્ટ્રકચરની મરામતની કામગીરી રાજ્યનો માર્ગ-મકાન વિભાગ કરે તેવું હવેથી નક્કી કરાયું છે. આ સંદર્ભે જળસંપત્તિ રાજ્યપ્રધાન નાનુભાઇ વાનાણીએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં મેશ્વો નદી પરનો કોઝ-વે જે તલોદ તાલુકાના રણાસણથી નવા તરફ જતાં રસ્તા ઉપર આવેલો છે અને ખરાબ હાલતમાં છે. આ કોઝ-વેને નવીન બનાવવા હવે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે તે મુજબ રાજ્યના પંચાયત માર્ગ-મકાન વિભાગ દ્વારા આ કામગીરી બહુ ટૂંકા સમયમાં જ હાથ ધરાશે. રાજ્ય સરકારના નિર્ણય અનુસાર હવેથી કોઝ-વે મરામત કામગીરી સિંચાઇ વિભાગ નહીં પરંતુ રાજ્યનો માર્ગમકાન વિભાગ કરશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS