Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લંડન – સ્પેનની ગાર્બીન મગરુઝા આજે અહીં વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સ સેમી ફાઈનલમાં સ્લોવેકિયાની મેગ્ડાલેના રાઈબરીકોવાને હરાવીને ફાઈનલમાં પહોંચી છે.

મગરુઝાએ રાઈબરીકોવાને 6-1, 6-1થી આસાનીથી પરાજય આપ્યો હતો.

મગરુઝાએ એની કારકિર્દીમાં આ બીજી વાર વિમ્બલ્ડન મહિલા સિંગલ્સ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, જ્યાં શનિવારની ફાઈનલમાં એનો મુકાબલો અમેરિકાની અનુભવી અને સાત વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બની ચૂકેલી વીનસ વિલિયમ્સ સામે થશે.

2015ની સ્પર્ધામાં પણ એ ફાઈનલમાં પહોંચી હતી, જ્યાં એનો અમેરિકાની દંતકથાસમાન સેરેના વિલિયમ્સ સામે પરાજય થયો હતો.

14મી સીડ મગરુઝાએ આજે જેને હરાવી છે તે રાઈબરીકોવાએ તેની પાછલી મેચમાં તૃતિય સીડ કેરોલીના પ્લીસ્કોવાને હરાવી હતી, પણ આજે મગરુઝા સામે એનો દેખાવ તદ્દન કંગાળ હતો.

બીજી મહિલા સેમી ફાઈનલમાં 37 વર્ષીય અને 10મી સીડ વીનસ વિલિયમ્સે બ્રિટનની જોહેના કોન્ટાને 6-4, 6-2થી પરાજય આપ્યો હતો. જો શનિવારની ફાઈનલમાં વીનસ જીતશે તો એ ઓપન યુગ (1968થી)માં સૌથી મોટી ઉંમરની મહિલા ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનશે. વીનસ આ 9મી વખત વિમ્બલ્ડનની ફાઈનલમાં પહોંચી છે.

વીનસ છેલ્લે 2009માં વિમ્બલ્ડનની સિંગલ્સ ફાઈનલમાં રમી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS