Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – શું તમે તમારો ATM પિન નંબર ભૂલી ગયા છો? તો ટૂંક સમયમાં જ એક અત્યાધુનિક બાયોમેટ્રિક કાર્ડ તમારી મદદે આવવાનું જેનાથી તમે તમારી ફિંગરપ્રિન્ટ્સની મદદથી તમારું પેમેન્ટ કરી શકશો.

અમેરિકાસ્થિત માસ્ટરકાર્ડ કંપનીએ એક નવું બાયોમેટ્રિક કાર્ડ બનાવ્યું છે જેમાં ફિંગરપ્રિન્ટ્સ સાથે ચિપ ટેક્નોલોજીનું અનુકૂળ રીતે સંયોજન કરવામાં આવ્યું છે. આ કાર્ડ કોઈ સ્ટોરમાં ખરીદી વખતે કાર્ડધારકની ઓળખની સુરક્ષિત રીતે ચકાસણી કરે છે.

આ ટેક્નોલોજીનું દક્ષિણ આફ્રિકામાં બે અલગ અલગ અજમાયશોમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ કાર્ડ મોબાઈલ પેમેન્ટ્સ માટે વપરાતી ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ ટેક્નોલોજી આધારિત બનાવવામાં આવ્યું છે અને તે દુનિયાભરમાં EMV (યૂરોપે, માસ્ટરકાર્ડ, વિઝા) ટર્મિનલ્સ ખાતે પણ મૂકવામાં આવ્યા છે.

માસ્ટરકાર્ડના એન્ટરપ્રાઈઝ રિસ્ક એન્ડ સિક્યૂરિટી વિભાગના પ્રેસિડન્ટ અજય ભલ્લાનું કહેવું છે કે વધુને વધુ ગ્રાહકોને આ કાર્ડના વપરાશથી અનુકૂળતા પડી રહી છે. આ કાર્ડની નકલ થઈ શકે એમ નથી કે કોઈ અન્ય વ્યક્તિ એનો ઉપયોગ કરી શકતી નથી. અમારા કાર્ડધારકો એમનાં પેમેન્ટ્સ રક્ષિત છે એવી નિરાંત સાથે એમનાં વ્યવહારો કરી શકશે.

કાર્ડધારક પોતાના કાર્ડને એની નાણાંસંસ્થા સાથે રજિસ્ટર કરાવશે. રજિસ્ટ્રેશન બાદ કાર્ડધારકની ફિન્ગરપ્રિન્ટને કાર્ડમાં સ્ટોર કરાયેલા એન્ક્રિપ્ટેડ ડિજિટલ ટેમ્પલેટમાં કન્વર્ટ કરવામાં આવશે. એ સાથે જ કાર્ડ દુનિયાભરમાં કોઈ પણ ઈએમવી કાર્ડ ટર્મિનલ ખાતે ઉપયોગમાં લઈ શકાશે.

કોઈ ઈન-સ્ટોરમાં શોપિંગ કરતી વખતે અને પેમેન્ટ કરતી વખતે બાયોમેટ્રિક કાર્ડ કોઈ પણ અન્ય ચિપ કાર્ડની જેમ કામગીરી બજાવે છે. કાર્ડધારકે એના કાર્ડને રીટેલરના ટર્મિનલમાં સરકાવીને પોતાની આંગળીને એમ્બેડેડ સેન્સર ઉપર મૂકવાની હોય છે. ફિંગરપ્રિન્ટ ટેમ્પલેટ સામે વેરીફાય થાય છે અને જેવું બાયોમેટ્રિક મેચ થાય કે કાર્ડધારકની ઓળખને માન્યતા મળે છે અને સોદો કાર્ડની સાથે મંજૂર થાય છે. જોકે ગ્રાહકે એટલો સમય પોતાની આંગળી સેન્સર પરથી હટાવવાની હોતી નથી.

આ કાર્ડને કોઈ નવા હાર્ડવેર કે સોફ્ટવેર અપગ્રેડ્સની જરૂર રહેતી નથી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS