Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – 2012માં આવેલી હિન્દી ફિલ્મ ‘ઈશકઝાદે’માં પહેલી જ વાર સાથે ચમકેલાં અર્જૂન કપૂર અને પરિણીતી ચોપરા એક વધુ ફિલ્મમાં સાથે જોવા મળશે.

એમની નવી ફિલ્મનું નામ છે ‘સંદીપ ઔર પિન્કી ફરાર’.

‘સંદીપ ઔર પિન્કી ફરાર’નાં દિગ્દર્શક છે દિબાકર બેનરજી.

બેનરજીએ આ ફિલ્મ વિશે કહ્યું કે આમાં એક એવા યુવક અને યુવતીની વાત છે જેઓ એકબીજાની સાથે રહી શકતાં નથી અને એકબીજાંની વગર પણ રહી શકતાં નથી.

યશરાજ ફિલ્મ્સ બેનર સાથે બેનરજીની આ ત્રીજી ફિલ્મ હશે. આ પહેલાં આ બેનર સાથે તેઓ ‘તિતલી’ અને ‘ડીટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ બનાવી ચૂક્યા છે.

અર્જૂન અને પરિણીતી, બંને જણ નવી ફિલ્મ માટે પસંદ કરાયા એ બદલ બહુ ખુશ છે. અર્જૂને કહ્યું કે યશરાજ ફિલ્મ્સ એટલે મને ઘેર પાછાં ફર્યા જેવો આનંદ છે. મૈં, દિબાકર ઔર પરિણીતી કે સાથ ફરાર હોને કે લિયે તૈયાર એન્ડ એક્સાઈટેડ હૂં.

પરિણીતીએ કહ્યું કે, ‘ઈશકઝાદે’ ફિલ્મ બાદ હું અને અર્જૂન એવું સપનું સેવતા જ હતાં કે દિબાકર સાથે એક વધુ ફિલ્મ કરવા મળે તો સારું. એમની ફિલ્મો જરા હટકે હોય છે. મને નવી ફિલ્મમાં મારું પાત્ર ખૂબ જ ગમી ગયું છે.

‘સંદીપ ઔર પિન્કી ફરાર’માં એક યુવક અને યુવતીની વાત છે જેઓ ભારતના જુદા જુદા ભાગના રહેવાસી હોય છે. એમને ભેગાં રાખે છે એમનો એકબીજા પરનો તિરસ્કાર.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS