જમ્મુ-કાશ્મીર: નગરોટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા જીતેન્દ્ર સિંઘના ભાઈ દેવેન્દ્ર સિંહ રાણાનુું નિધન થયું છે. આ સમાચાર ભાજપ માટે એક મોટો ઝટકો મનાઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપના ધારાસભ્ય તરીકે તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને નગરોટા બેઠક પરથી જંગી મતો સાથે જીત મેળવી હતી. માહિતી મુજબ દેવેન્દ્ર સિંહ રાણાએ ફરીદાબાદની એક હોસ્પિટલમાં બુધવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. દિગ્ગજ નેતાના નિધનથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મહેબૂબા મુફ્તી સહિત અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.