JEE મેઈન્સમાં અમદાવાદની સાન્વી પાટીદાર રાજ્યમાં છોકરીઓમાં પ્રથમ

અમદાવાદ: શહેરના નારાયણા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સે JEE મેઈન 2026 સેશન-1ના પરિણામોમાં ફરી એકવાર ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. અમદાવાદ સેન્ટરે અદભૂત પ્રદર્શન નોંધાવ્યું છે. જેમાં સાન્વી પાટીદારે 275 માર્ક્સ સાથે ગણિતમાં 100 પર્સેન્ટાઇલ મેળવી શહેરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું છે.અમદાવાદના નારાયણા સેન્ટરમાં 8 વિદ્યાર્થીઓએ 9+ પર્સેન્ટાઇલ હાંસલ કર્યા છે. જ્યારે 25 જેટલાં વિદ્યાર્થીઓએ 99+ પર્સેન્ટાઇલ પાર કર્યું છે. બીજી તરફ 36 વિદ્યાર્થીઓએ 98+ પર્સેન્ટાઇલ મેળવીને શહેરનું નામ રોશન કર્યું છે.1979માં ડૉ. પી. નારાયણાએ સ્થાપિત આ સંસ્થાના નિર્દેશક, ડૉ. પી. સિંધુરાએ આ ઉત્કૃષ્ટ પરિણામો અંગે જણાવ્યું કે “અમારા પરિણામો વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક આયોજનની ચોકસાઈનું પ્રતિબિંબ છે.”