મોદી સરકારને ઝટકો: ઉપેન્દ્ર કુશવાહાનું રાજીનામું, બિહારમાં સમીકરણો બદલાશે

નવી દિલ્હી- બિહારમાં સીટોની ફાળવણીને લઈને છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ થયેલા  કુશરાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહે અંતે કેન્દ્રીય પ્રધાન પદમાંથી રાજીનામુ આપી દીધુ છે. કુશવાહ પોતાના રાજીનામાં પાછળ બિહારની હાલતને જવાબદાર ગણાવી છે. કુશવાહે એનડીએની બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે. કુશવાહે જણાવ્યુ હતુ કે, ટુંક સમયમાં એનડીએમાંથી અલગ થવાનો રસ્તો પસંદ કરશે.

રાજીનામાં બાદ કુશવાહાએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાને બિહાર માટે વિશેષ પેકેજ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ પેકેજ મળ્યું નથી. વધુમાં કુશવાહે આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રની એનડીએ સરકારે બિહારની આશા પર પાણી ફેરવ્યું છે.

વડાપ્રધાનને રાજીનામુ આપ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કુશવાહાએ કહ્યું કે, પીએમ મોદીએ બિહાર માટે વિશેષ પેકેજ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી કશુ જ મળ્યું નથી. બિહારની સ્થિતિ આજે પણ એ જ છે જે પહેલા હતી. રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા લથડી ગઈ છે.રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી ભાજપ અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર નિશાન સાધી રહ્યાં હતાં. મહત્વપૂર્ણ છે કે, આરએલએસપી અને એનડીએ વચ્ચે લોકસભાની બેઠકની વહેંચણીને લઈને કોકડુ ગુંચવાયુ છે. ભાજપ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીનાને માત્ર બે બેઠક આપવા તૈયાર છે. જેનાથી ઉપેન્દ્ર કુશવાહ નારાજ છે.

અગાઉ ઉપેન્દ્ર કુશવાહા આરજેડીના નેતા અને બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવની સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે. કુશવાહાએ આરએલએસપીના બે ધારાસભ્યોના જેડીયુમાં સામેલ થવાની અટકળોને લઈને જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર પણ નિશાન સાધ્યું છે. આરએલએસપીના પ્રમુખે કહ્યું છે કે, નીતિશ કુમાર તેમની પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહ્યાં છે. નીતિશ કુમાર ઉપેન્દ્ર કુશવાહા અને તેમની પાર્ટીને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ આમા બિહારના મુખ્યપ્રધાન સફળ થવાના નથી.

જેડીયુ એનડીઓનો હિસ્સો છે અને આરએલએસપી પણ છે. તેમણે આવા પ્રકારની હરકતો કરવી જોઈએ નહીં. રવિવારે જ કુશવાહાએ ટ્વિટ કરીને બિહારના મુખ્યપ્રધાન પર નિશાન સાધ્યું હતું કે આમ તો નીતિશ કુમારને જોડતોડમાં મહારથ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]