ભાજપ સાંસદે પાર્ટી પેનલમાં દલિત સમુદાયના વ્યક્તિને જગ્યા આપવા કરી માંગણી

અમદાવાદઃ ગુજરાતના કચ્છથી ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ પાર્ટી નેતૃત્વ પાસેથી આગામી ચૂટણીને મદ્દેનજર 26 લોકસભા સીટો પર તૈયારીઓ માટે બનાવવામાં આવેલી કમીટીમાં દલિત સમુદાયના વ્યક્તિને પણ સદસ્ય સ્વરુપે સમાવિષ્ટ કરવવાની માંગણી કરી  છે આ વર્ષે મે મહીનામાં ગુજરાત ભાજપ દ્રારા કમીટીનું ગઠક કરવામાં આવ્યું હતું. આમાં મુખ્ય પ્રધાન વિજય રુપાણી, ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલા, મનસુખ માંડવિયા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી જેવા વરિષ્ઠ નેતા સભ્ય સ્વરુપે સમાવિષ્ટ છે.

સમિતિના અન્ય સભ્યોમાં રાજ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, ગણપત વાસવા, પક્ષના નેતા ભરત સિંહ પરમાર, ભાર્ગવ ભટ્ટ, આઇકે જાડેજા, શંકર ચૌધરી અને હિરા સોલંકી છે.

નીતિન પટેલ, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને કૌશિક પટેલ પાટીદાર છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઇ કે જાડેજા ક્ષત્રિય સમુદાય તરફથી આવે છે. ગણપત વાસવા આદિવાસી નેતા છે. શંકર ચૌધરી અને હિરા સોલંકી ઓબીસી સમુદાયના છે.

તો આસીવાય ભાર્ગવ ભટ્ટ બ્રાહ્મણ સમુદાયના છે અને તે પક્ષના ઉપપ્રમુખ છે. વિનોદ ચાવડાએ જણાવ્યું કે “ચૂંટણી પેનલમાં અનુસૂચિત જાતિઓનું પ્રતિનિધિત્વ નથી. મને પક્ષના કાર્યકર્તાઓ તરફથી આ વિશેની માહિતી મળી અને મેં આ માહિતી પક્ષના નેતૃત્વને આપી. મેં આ માહિતી ગુજરાતના નેતૃત્વને મૌખિક આપી છે. જો કે, આ મુદ્દા પર અત્યાર સુધી કંઈ થયું નથી. હું પક્ષના નેતૃત્વને આ વિશે યાદ કરાવું છું. “કચ્છના એક ભાજપના કાર્યકરએ કહ્યું હતું કે, આ સમુદાયમાંથી કોઈ વ્યક્તિને સભ્ય ન બનાવવા પર સમાજના પાર્ટી કાર્યકર્તાઓમાં નારાજગી છે. અમે આ મામલે પોતાની માંગ પાર્ટી સામે મૂકી હતી કે દલિત સમુદાયના કોઈપણ એક વ્યક્તિને કમિટિમાં રાખવા જોઈએ.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ચાવડા દ્વારા આ પ્રકારની કોઈપણ વાતની જાણકારી નથી મળી તેવી વાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અહીંયા આ પ્રકારની કોઈપણ માંગણી ન હોવી જોઈએ કારણ કે કમિટી આંતરિક પ્રશાસનનો એક ભાગ છે અને આને અભિયાનની રીતો પર માત્ર નિર્ણય લેવા માટે બનાવવામાં આવી છે. આ કમિટી પાર્ટી મેનેજમેન્ટનો એક ભાગ છે. અમારી પાસે દલિત મોરચો છે. શંભુ પ્રસાદ પાર્ટીના સંસદીય બોર્ડના સભ્ય છે. આ બોર્ડ ટિકીટની વહેંચણી મામલે નિર્ણય લે છે.