નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને એમના પત્ની સાથે આજે કોરોના વાઈરસ-વિરોધી રસીનો પહેલો ડોઝ લીધો હતો. દંપતી અત્રે દિલ્હી હાર્ટ એન્ડ લન્ગ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ ખાતે ગયાં હતા અને વ્યક્તિગત 250 રૂપિયા ચૂકવીને રસી મૂકાવી હતી. ખાનગી હોસ્પિટલની પસંદગી કરવા પાછળનો એમનો હેતુ જનતામાં સ્પષ્ટ સંદેશ વહેતો કરવાનો છે કે જે લોકો રસી ખરીદવાની ક્ષમતા ધરાવે છે તેમણે એમની નજીકની કોઈ પણ ખાનગી હોસ્પિટલ કે કેન્દ્રમાં જઈને રસી મૂકાવવી જોઈએ.
ડો. હર્ષવર્ધને કહ્યું કે મંગળવાર સવાર સુધીમાં CoWIN પોર્ટલ પર 40 લાખથી વધારે લોકો રસી મૂકાવવા એમના નામ નોંધાવી ચૂક્યા હતા.
(તસવીર સૌજન્યઃ ડો. હર્ષવર્ધન ટ્વિટર)
