2004-2014 UPAનાં કૌભાંડોનો દાયકોઃ PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર સંસદનાં બંને ગૃહોમાં ચર્ચા થઈ રહી છે. વડા પ્રધાન મોદી લોકસભામાં તમામ આક્ષેપોના જવાબ આપ્યા હતા. વડા પ્રધાને લોકસભામાં જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે 2004થી 2014 આઝાદીના ઇતિહાસમાં કૌભાંડોનો દાયકો રહ્યો. UPAનાં 10 વર્ષમાં દેશના દરેક ખૂણામાં આતંકવાદી હુમલાઓ થતા હતા. દરેક નાગરિક અસુરક્ષિત હતો. ચારે બાજુ એ સૂચના રહેતી હતી કે કોઈ અજાણી ચીજને હાથ નહીં લગાવતા. 10 વર્ષમાં કાશ્મીરથી માંડીને પૂર્વોત્તર સુધી દેશ હિંસાનો શિકાર હતો, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભારત આજે મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે. વિશ્વ ભારતની સમૃદ્ધિમાં પોતાની સમૃદ્ધિ જોઈ રહી છે. ભારત આજે G20ની અધ્યક્ષતાની તક મળી છે. આ દેશ અને 140 કરોડ દેશવાસીઓ માટે ગૌરવની વાત છે.  વડા પ્રધાને કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા.  સંસદમાં  વિપક્ષનો સરકાર વારના જવાબમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિપક્ષની અંદરના નફરતના ભાવ બહાર આવી ગયા છે. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો બોલી રહ્યા હતા અને પૂરી ઇકો સિસ્ટમ ઊછળી રહી હતી. કેટલાક લોકો રાષ્ટ્રપતિના ભાષણથી કિનારો કરી રહ્યા હતા. એક મોટા નેતા તો રાષ્ટ્રપતિનું અપમાન પણ કરી ચૂક્યા છે. કેટલાક નિરાશાવાદીઓને વિકાસ નથી દેખાઈ રહ્યો, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે મોંઘવારી દ્વિઅંકમાં પહોંચી હતી અને અર્થતંત્રની હાલત ખસ્તા હતી. UPA સરકાર 2-Gમાં ફસાયેલી રહી હતી. CWG કૌભાંડમાં દેશ બદનામ થઈ ગયો. પરમાણુ સોદો કેશ ફોર વોટમાં ફસાયા હતા. તેમણે વિરોધ પક્ષો પર હુમલા કરતાં કહ્યું હતું કે દેશ આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે. કેટલાક લોકો એનો સ્વીકાર નથી કરી શકતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની નેતૃત્વવાળી UPA સરકારની ઓળખ બની ગઈ હતી કે તેણે દરેક તકને મુસીબતમાં ફેરવી હતી.

વડા પ્રધાન સંસદમાં એક ખાસ જેક્ટ પહેરીને ગૃહમાં આવ્યા છે આસમાની રંગનું જેકેટ પ્લાસ્ટિકની બોટલો PETથી બનેલું છે. આ બોટલો રિસાઇકલ કરીને બનાવ્યું છે. IOCએ વડા પ્રધાનને બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીકમાં એ જેકેટ ભેટ કર્યું હતું.