નવી દિલ્હીઃ અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ભારતમાં આ વખતે લોકસભા ચૂંટણી સમાન આધારે નહીં લડવામાં નથી આવી. આ ચૂંટણીએ મોદીના વિચારને ખતમ કરી દીધા છે. જો નિષ્પક્ષ ચૂંટણી ચૂંટણી થાત તો ભાજપને ક્યારેય આટલી સીટો ના મળત, એમ તેમણે કહ્યું હતું.
તેમણે લોકસભા ચૂંટણી પર સવાલ ઊભા કર્યા હતા. હું એને સ્વતંત્ર ચૂંટણી નથી માનતો. હું એને બહુ નિયંત્રિત ચૂંટણી માનું છું. મને વિશ્વાસ નથી કે નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીમાં ભાજપ 240 સીટો સુધી પહોંચી શકે છે. મને આશ્ચર્ય થયું. ચૂંટણી પંચ એ જ કરી રહ્યું હતું, જે તેઓ ઇચ્છતા હતા. સંપૂર્ણ અભિયાન એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી મોદી દેશમાં તેમનો એજન્ડા લાગુ કરી શકે.કોંગ્રેસે ફ્રીઝ બેન્ક ખાતાંઓની સાથે ચૂંટણી લડીને મોદીના વિચારોને નષ્ટ કરી દીધાં હતાં. વડા પ્રધાન આ ચૂંટણીનાં પરિણામોને સ્વીકાર નથી કરી શક્યા. તેઓ સમજી નથી શક્યા કે આવું કેવી રીતે થયું. વડા પ્રધાનને લાગતું હતું કે તેમને 300 કે 400 સીટો મળશે. મને પ્રારંભમાં જ એ મહેસૂસ થયું હતું કે આ બધુ ખોટું થઈ રહ્યું છે. અમને નિયમિત સ્રોતોથી ઇનપુટ મળી રહ્યા હતા. એ બિલકુલ સ્પષ્ટ હતું કે તેઓ મુશ્કેલીમાં હતા, એમ તેમણે કહ્યું હતું.
શનિવારે અમેરિકા પહોંચેલા રાહુલ ગાંધી ટેક્સાસના ડલાસમાં ભારતીય પ્રવાસઓ અને યુવાઓ સાથે મુલાકાત કરી હતી. રાહુલે ટેક્સાસમાં કહ્યું હતું કે ભારતમાં દરેક વસ્તુ ચીનમાં બનેલી છે સોમવારે તેમણે અહીં બે કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સૌ પ્રથમ તેમણે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ સાથે ભારતીય રાજનીતિ, અર્થતંત્ર અને ભારત જોડો યાત્રા સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.
Watch: Interaction with Indian Diaspora | Dallas, Texas, USA https://t.co/1CpDoOMlYT
— Rahul Gandhi (@RahulGandhi) September 9, 2024
આ પછી રાહુલ ગાંધીએ ડલાસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા. ટેક્સાસમાં બોલતાં તેમણે કહ્યું હતું કે ભારતમાં દરેક વસ્તુ મેડ ઇન ચાઇના છે. ભારતમાં રોજગારની સમસ્યા છે. આ કારણ છે કે અમે ઉત્પાદન પર ધ્યાન આપ્યું નથી. ભારતમાં દરેક વસ્તુ ચીનમાં બને છે. તેમની વોશિંગ્ટન ડીસીમાં સાંસદો અને અમેરિકી સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળવાની પણ યોજના છે. તેઓ ચાર દિવસના અમેરિકાના પ્રવાસે છે. છેલ્લાં પાંચ વર્ષમાં રાહુલ ગાંધીની વિદેશ યાત્રાઓ વિવાદાસ્પદ રહી છે. ભાજપે રાહુલ પર વિદેશ જઈને ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.