નવી દિલ્હીઃ કોંગ્રેસ માટે મુસીબતો બેટેલિયનમાં આવી છે. એક બાજુ હરિયાણા, મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામો પછી ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસના નેતૃત્વ સામે સાથી પક્ષોએ રાહુલ ગાંધીને બદલે મમતા બેનરજીને ગઠબંધનના નેતાની માગ કરી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સજ્જડ હાર પછી પાર્ટીની વ્યૂહરચનામાં ખામીઓને લઈને ચોરેને ચૌટે ચર્ચા થવા લાગી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીની હારની સંખ્યા 89 સુધી પહોંચી ગઈ છે. 10 વર્ષમાં 62 ચૂંટણીમાં કોંગ્રેસને અત્યાર સુધી 47માં હાર મળી છે. આ ચૂંટણીમાં છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણી પણ સામેલ છે. જેથી રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતૃત્વ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
સામે પક્ષે ભાજપને 1984માં લોકસભા ચૂંટણીમાં માત્ર બે સીટો મળી હતી. ત્યાર બાદ ટોચના નેતા અટલ બિહારી વાજપેયી અને એલ. કે. અડવાણીએ પાર્ટીની ધુરા સંભાળતાં પાર્ટીની વ્યૂહરચના બદલી હતી, જેથી 1989ની ચૂંટણીમાં બેછી વધીને 86 થઈઊ હતી. ત્યાર બાદ એ સીટોમાં સતત વધારો થયો હતો. હાલ છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં ભાજપ મોદીના નેતૃત્વ હેઠળ સત્તારૂઢ છે.
હાલમાં જે કોંગ્રેસની સ્થિતિ છે, એને પણ એક અડવાણી જેવા વ્યૂહરચનાકાર નેતાની જરૂર છે. ભલે પાર્ટી હિન્દુત્વ આધારિત રાજકારણ ના કરે, પણ પાર્ટીના હિસાબે વ્યૂહરચના કરવી જ પડશે. પાર્ટીને એવા નેતાની જરૂર છે, જે સર્વોચ્ચ પદ માટે કોનું નામ પ્રસ્તાવિત કરી શકાય છે. જે જનતાની રગ સમજી શકતો હોય, પાર્ટીનો જનાધાર વધારી શકે. એટલા માટે કોંગ્રેસને હાલ એક અડવાણીની સખત જરૂર છે, જે ચૂંટણી હરતી પાર્ટીની દિશા અને દશા બદલી શકે.
