પુણેઃ કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા અને મહારાષ્ટ્રમાંથી રાજ્ય સભાના સદસ્ય રાજીવ સાતવનું કોરોનાવાઈરસને કારણે આજે અહીંની એક હોસ્પિટલમાં નિધન થયું છે.એ 46 વર્ષના હતા અને 23 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. એ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ખાસ ટીમના સદસ્ય હતા. સાતવને ગઈ 19 એપ્રિલે કોરોનાના લક્ષણો જણાયા હતા અને એક સ્વેબ ટેસ્ટ કરાયા બાદ 21 એપ્રિલે એમનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. એમને પુણેની જહાંગીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ એમની તબિયત વધારે બગડી ગઈ હતી અને એમને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધી અને એમના બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, મહારાષ્ટ્રના કોંગ્રેસ તથા અન્ય ઘણા રાજકીય પક્ષોના નેતાઓએ રાજીવ સાતવના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સાતવ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના ઈન-ચાર્જ હતા.
Congress President, Smt. Sonia Gandhi is deeply pained by the tragic loss of Shri Rajeev Satav.
It is a personal loss to her.
We pray for his family to have the strength to face the days ahead with courage. pic.twitter.com/qhchCv7zqE
— Congress (@INCIndia) May 16, 2021