નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી જતાં કેન્દ્ર સરકારે દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મિઝોરમ રાજ્યોને સલાહ આપી છે કે તેઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખે અને બીમારીનો ફેલાવો રોકવા માટે સંબંધિત વિસ્તારોમાં સાવચેતીના પગલાં લે. કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ પાંચ રાજ્યોના સત્તાવાળાઓને લેખિતમાં આ પ્રકારની સલાહ આપી છે. જેમાં પાંચ-બાજુની વ્યૂહરચનાનું પાલન કરવા કહ્યું છે, જેમાં, પરીક્ષણમાં તેજી લાવવા, ચેપગ્રસ્ત લોકોને શોધીને એમને રસી આપવા, ભરચક વિસ્તારોમાં માસ્ક પહેરવા પર ભાર મૂકાવવા જેવા કોરોના-વિરોધી નિયંત્રણોનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં 19 એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં કોરોનાના 693 નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં આ આંકડો 998, હરિયાણામાં 521, ઉત્તર પ્રદેશમાં 217 અને મિઝોરમમાં 539 નવા કેસ નોંધાયા છે.