કેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

વેરહાઉસિંગનું વિકેન્દ્રિકરણ મહત્વનું

અરુણ રસ્તે (એનસીડીઈએક્સના એમડી)

બજેટમાં પર્યાપ્ત નાણાકીય શિસ્ત જાળવવા સાથે વપરાશ વૃદ્ધિ કરી વિકાસનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગ્રામીણ દૃષ્ટિએ વેરહાઉસિંગના વિકેન્દ્રીકરણની નાણાપ્રધાને કરેલી જાહેરાત મોટો નિર્ણય છે અને તે માગ અને પુરવઠાના સંતુલનમાં મહત્વની ભૂમિકા ભજવશે.

એનસીડીઈએક્સ એફપીઓઝ અને નાના ટ્રેડરો સાથે કામકાજ કરે છે, જેઓ અંકુશિત વેરહાઉસીસનો ઉપયોગ કરે છે અને વેરહાઉસિંગના વિકેન્દ્રીકરણથી વેસ્ટેજમાં ઘટાડો કરી શકાશે. જોકે ડબ્યુડીઆરએ નિયમને સંસદીય માન્યતા મળે અને વેરહાઉસ રિસિપ્ટ્સનું સ્થાન ઈ-એનડબ્લ્યુઆર લે તો જ તેની મોટી અસર થશે. જાડાં ધાન્ય પર ભાર મૂકવાથી તેની બજાર વધતાં ખેડૂતોની આવક વધશે અને વધુને વધુ ખેડૂતો જાડાં ધાન્ય વાવવા પ્રેરાશે.