કેન્દ્રીય બજેટ 2023-24 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય

બજેટમાં ઘણી અપેક્ષિત બાબતો રહી ગઈ

ખ્યાતિ મશરુ (પ્લાન્ટરિચ કન્સલ્ટન્સી એલએલપીનાં એમડી)

પર્સનલ ફાઈનાન્સ સંબંધિત જોગવાઈઓ વિશે કહું તો વર્ષે પાંચ લાખ રૂપિયાની આવક ધરાવતા લોકો માટે કોઈ કર નહીં અને રિબેટની મર્યાદા પાંચ લાખથી વધારીને સાત લાખની કરવામાં આવી હોવાથી મધ્યવર્ગના લોકોને કંઈક અંશે રાહત મળશે. જોકે કેટલીક અપેક્ષાઓ જેવી કે પરવડે એવા આરોગ્ય વિમા, ઉચ્ચ શિક્ષણ માટેની જોગવાઈઓ, આવાસ માટેની લોનના વ્યાજની કરમુક્ત રકમમાં વધારો અને ઈક્વિટીમાં કરેલા રોકાણને લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સમાંથી મુક્તિ વગેરે પર સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી.