વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને દેશની ગુપ્તચર એજન્સીઓને આદેશ આપ્યો છે કે તેઓ એ તપાસ કરે કે શું કોરોનાવાઈરસ સૌથી પહેલાં ચીનમાં કોઈ પ્રાણીમાંથી બહાર આવ્યો હતો કે કોઈ લેબોરેટરીમાં અકસ્માત સર્જાતાં એમાંથી પેદા થયો હતો?
બાઈડને દેશની ગુપ્તચર એજન્સીઓને એમ પણ કહ્યું છે કે તેઓ આ મામલે તપાસ કરીને 90 દિવસમાં એનો રિપોર્ટ સુપરત કરે. બાઈડને આ તપાસમાં સહકાર આપવાનું ચીનના સત્તાવાળાઓને પણ કહ્યું છે. આ સમાચાર બાદ અમેરિકામાંની ચીની દૂતાવાસે કહ્યું છે કે કોરોનાના મૂળની શોધના મામલાને રાજકીય રૂપ આપવાથી તપાસમાં અવરોધ ઊભો થશે.
