તાલિબાનની US-સેનાને બેઝની મંજૂરી બદલ પડોશી-દેશોને ચેતવણી

કાબુલઃ તાલિબાને પડોશી દેશોને પોતાની જમીનમાં અમેરિકાની સેનાના બેઝ બનાવવાની મંજૂરી આપવા બદલ ચેતવણી ઉચ્ચારી છે. મિડિયા અહેવાલોમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પાકિસ્તાને વોશિંગ્ટનની સાથે સમજૂતી કરી છે. રેડિયો ફ્રીએ અફઘાનિસ્તાનનો હવાલો આપતાં અફઘાન ઓનલાઇન પ્રેસને જણાવ્યું હતું કે તાલિબાને એક નિવેદનમાં ચેતવણી આપી હતી, જેમાં અટકળો પણ લગાવવામાં આવતી હતી કે પેન્ટેગોન 11 સપ્ટેમ્બર સુધી અફઘાનિસ્તાનમાથી બધાં અમેરિકી દળોની યોજનાબદ્ધ વાપસી પછી બળવાખોરો પર નજર રાખવા માટે આ નવા સેનાનાં થાણાં સ્થાપી રહ્યું છે.

અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાના પ્રવક્તા સન્ની લેગેટે કહ્યું હતું કે અમેરિકા પાકિસ્તાનમાં સેનાનાં થાણાં સ્થાપિત કરવાની અટકળોને ખોટી ગણાવી હતી. આ પહેલાં પાકિસ્તાની સેનેટને વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે ઇમરાન ખાનની સરકાર ક્યારેય પણ અમેરિકી સેનાને પોતાની ધરતી પર ક્યારેય મંજૂરી નહીં આપે. તાલિબાને એક નિવેદનમાં અરજ કરી હતી કે પડોશી દેશોએ કોઈ પણ સેનાનાં થાણાં સ્થાપવાની મંજૂરી ન આપવી જોઈએ. જોકે તાલિબાને કોઈ પણ દેશનું નામ નથી લીધું. બળવાખોરોએ કહ્યું હતું કે જો કોઈ પ્રકારનું પગલું ભરશે એ એક મોટી ઐતિહાસિક ભૂલ અને અપમાન હશે. તેમણે કહ્યું હતું કે તેઓ આ પ્રકારના જઘન્ય અને ભડકાઉ કૃત્યોની સામે ચૂપ નહીં રહે.

બે દાયકા પછી અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈનિકોની નિયોજિત વાપસીએ તાલિબાની આતંકવાદીઓ દ્વારા દેશના મોટા હિસ્સાને નિયંત્રિત કરતાં હિંસાને કારણે કાબુલમાં સરકારના ભાગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]