રિલાયન્સની સૌપ્રથમ કોવિડ-હોસ્પિટલનું CMને હસ્તે ઉદઘાટન

અમદાવાદઃ રિલાયન્સ ફાઉન્ડેશને 230 બેડવાળી ગુજરાતની પહેલી બાળ ચિકિત્સા કોવિડ હોસ્પિટલ બનાવી છે, જેનું ઉદઘાટન પહેલી ઓક્ટોબરે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરના ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં કર્યું હતું. મુખ્ય પ્રધાને ટ્વીટ કરીને કહ્યું હતું કે હાલની વૈશ્વિક કોલેરા રોગચાળાને જોતાં રિલાયન્સ ફાઉન્ડેશને સેવા કામગીરી હેઠળ જીજી હોસ્પિટલ-જામનગરમાં એક આધુનિક 230-બેડવાળી બાળકો માટે હોસ્પિટલનું ઈ-ઉદઘાટન કર્યું છે.

જામનગરમાં 230 બેડવાળી હોસ્પિટલમાં બાળકો માટે 30 ICU, 10 નવજાત ICU, 22  મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ અને 10 આધુનિક વેન્ટિલેટર સામેલ થશે. આ હોસ્પિટલમાં બધા બેડમાં વગર અટક્યે ઓક્સિજનનો સપ્લાય ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, એ રિલાયન્સ ફફHe ફાઉન્ડેશને જણાવ્યું હતું. ફાઉન્ડેશને પહેલું હળવું (1.8 કિલોગ્રામ) વાયરલેસ એક્સ-રે મશીન પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવ્યું છે. એ એક્સ-રે મશીન ન્યૂનતમ રેડિયેશનની સાથે દર્દીના બેડની પાસે સેકન્ડોમાં એક્સ-રે લઈ શકે છે.

આ હોસ્પિટલ PICU, HFNC યુનિટ્સ, C-PAP મશીનો અને NICU સંબંધિત અતિ આધુનિક વિશિષ્ટ ઉપકરણો માટે બાઇ પેપ મશીનોની સાથે કોવિડ મેડિકલ ડિવાઇસોથી પણ સુસજ્જ છે. આ સિવાય ECG મશીન, ડિફાઇબ્રિલેટર મશીન, બાળકોના વજનનું મશીન, નવજાત પલ્સ ઓક્સિમીટર જેવી મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.