રિયલ-એસ્ટેટ ગ્રુપના દરોડાઃ રૂ. 500 કરોડનાં વ્યવહારો પકડાયા

અમદાવાદઃ આવકવેરા વિભાગે શહેરની રિયલ એસ્ટેટ કંપની પર દરોડા પાડીને રૂ. 500 કરોડના બિનહિસાબી નાણાંના વ્યવહારો પકડી પાડ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (CBDT) એ ટેક્સ-ચોરીની તપાસના સિલસિલામાં કેટલાક બ્રોકરો પણ સામેલ હોવાના દસ્તાવેજ મળ્યા છે.

વિભાગે જપ્ત કરેલા દસ્તાવેજોમાં રિયલ એસ્ટેટ ગ્રુપની રૂ. 200 કરોડની બિનજાહેર આવક માલૂમ પડી છે. જ્યારે બ્રોકરોની પાસેથી મળેલા દસ્તાવેજો અનુસાર રૂ. 200 કરોડના અને બિનજાહેર આવકની માહિતી સંબંધિત પક્ષોની પાસે હોવાની જાણકારી મળી છે.

પ્રાપ્ત માહિતી આનુસાર કુલ મળીને વિભાગના દરોડામાં બિનજાહેર રૂ. 500 કરોડથી વધુની આવકની માહિતી માલૂમ પડી છે. ગ્રુપ અને બ્રોકરોનાં 22 સ્થળોએ દરોડા 28 સપ્ટેમ્બરથી શરૂ થયા છે અને હજી પણ આ દરોડા ચાલુ છે. વિભાગને આ દરોડામાં રૂ. એક કરોડની રોકડ અને રૂ. 98. લાખનાં ઘરેણાં જપ્ત કરવામાં આવ્યાં છે, એમ સીબીડીટીએ કહ્યું હતું.

અત્યાર સુધી 24 લોકરો પણ સીલ કરવામાં આવ્યા છે. આ દરોડામાં કેટલાક એવા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેનાથી માલૂમ પડે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બેનામી લોકોને નામે સંપત્તિઓની ખરીદી કરવામાં આવી છે.