સિટાડેલઃ દેશમાં કોરોના કેસોમાં વધારાનો સિલસિલો જારી છે. મંગળવારે ફરી એક વાર દેશમાં કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે, ત્યારે કોરોનાના કેરથી બોલીવૂડની દેશ ગર્લ પ્રિયંકા ચોપડા ઘણી દુખી છે. તેણે આ સંબંધે એક ટ્વીટ કર્યું છે, જે ખૂબ વાઇરલ થઈ રહ્યું છે. તેણે સોશિયલ મિડિયાના માધ્યમથી એસ્ટ્રાઝેનકાની કોવિડની રસી ભારત સાથે શેર કરવાની અમેરિકાને અપીલ કરી છે.
પ્રિયંકા ચોપડાએ લખ્યું છે કે મારું દિલ તૂટી ગયું. ભારત કોરોના વાઇરસથી પીડિત છે અને અમેરિકાએ જરૂર કતાં વધુ 550M રસીનો ઓર્ડર આપ્યો છે. એસ્ટ્રાઝેનકાને વિશ્વમાં વહેંચવા બદલ કમારો આભાર, પણ મારા દેશમાં સ્થિતિ ગંભીર છે. શું તમે રસીન ભારતને તત્કાળ શેર કરશો? પ્રિયંકા ચોપડાએ આ ટ્વીટ પર યુઝર્સ રિએક્શન આપી રહ્યા છે.
My heart breaks. India is suffering from COVID19 & the US has ordered 550M more vaccines than needed @POTUS @WHCOS @SecBlinken @JakeSullivan46 Thx for sharing AstraZeneca worldwide, but the situation in my country is critical. Will you urgently share vaccines w/ India? #vaxlive
— PRIYANKA (@priyankachopra) April 26, 2021
જોકે અમેરિકી પ્રમુખ જો બાઇડને કોરોના રોગચાળા સામેની લડાઈમાં ભારતને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલી તાકીદની સહાયમાં કોવિડ-19ની રસી માટે ઓક્સિજન સપ્લાયના કાચા માલ સહિત જીવન આવશ્યક દવાઓ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE કિટ) સુધીની છે.
હાલમાં પ્રિયંકાએ બધાને ઘરે રહેવા અને રસી લેવા માટે વિનંતી કરી છે. તેનો સંદેશ એવા સમયે આવ્યો છે, જ્યારે દેશ કોરોના રોગચાળાની બીજી ઘાતક લહેર સામે લડી રહ્યો છે. દેશમાં કોવિડ-19ની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને એના જે ન્યૂઝ આવી રહ્યા છે, એ ઘણા ડરામણા છે, એમ તેણે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે. તેણે લખ્યું છે કે પરિસ્થિતિ કાબૂ બહાર છે અને આપણી સારવાર પદ્ધતિ તૂટી પડે એવી છે. તે હાલમાં યુકેના સિટાડેલમાં એમેઝોન સ્ટુડિયો પ્રોજેક્ટમાં શૂટિંગ કરી રહી છે.