ઓસ્કાર-2021: બેસ્ટ ફિલ્મ ‘નોમાડલેન્ડ’, ઇરફાન ખાનને શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ ફિલ્મજગતની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ 2021ની ઘોષણા 26 એપ્રિલે થઈ રહી છે. 93મા ઓસ્કર એવોર્ડ્સનું આયોજન કોરોના કાળમાં થોડા અલગ પ્રકારે કરવામાં આવ્યું છે. ઓસ્કર સેરેમની હોલિવુડમાં બે જગ્યાએ ડોલ્બી થિયેટર અને લોસ એન્જલસના ઐતિહાસિક યુનિયન સ્ટેશન પર કરવામાં આવી રહ્યું છે. બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ‘નોમાડલેન્ડ’ને આપવામાં આવ્યો છે, જ્યારે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ફ્રાન્સિસ મેકડોરમન્ડને આપવામાં આવ્યો છે. ફિલ્મ ‘નોમાડલેન્ડ’માં ફ્રાન્સિસ મેકડોરમન્ડે એક્ટ્રેસ કામ કર્યું છે. બેસ્ટ એક્ટક એન્થની હોપકિન્સની પસંદગી કરવામાં આવી છે. તેને આ એવોર્ડ ફિલ્મ ‘ધ ફાધર’માં કામ કરવા માટે આપવામાં આવ્યો છે.

ઓસ્કર્સ ઇન મેમોરિયમ સેક્શનમાં બોલીવૂડ અને હોલીવૂડમાં કામ કરી ચૂકેલા ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઇરફાન ખાન સિવાય સિસલી ટાયસન, ક્રિસ્ટોફર પ્લમર અને સ્ટાર્સ ચેડવિક બોસમેનને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ બધા કલાકારોનું વર્ષ 2020-21માં નિધન થયું છે.

અહીં છે ઓસ્કારવિજેતાઓની યાદીઃ-

બેસ્ટ ફિલ્મ –‘નોમાડલેન્ડ’

બેસ્ટ એક્ટ્રેસ- ફાન્સિસ મેકડોરમન્ડ (‘નોમાડલેન્ડ’ માટે)

બેસ્ટ એક્ટર- એન્થની હોપકિન્સ (‘ધ ફાધર’ માટે)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ યોન યુ-જંગ

બેસ્ટ ડિરેક્ટર- ચોલે ઝાઓ (‘નેમાડલેન્ડ’ માટે)

બેસ્ટ ઓરિજિનિલ સોન્ગ- ફાઇટ ફોર યુ

  બેસ્ટ ઓરિજિનિલ સ્કોર- સોલ

બેસ્ટ ફિલ્મ એડિટિંગ- સાઉન્ડ ઓફ મેટલ

બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ-ટેન્ટ

 બેસ્ટ ડોક્યુમેન્ટર શોર્ટ ફિલ્મ-કોલેટ્ટી

બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનૃ મન્ક (MANK)

બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર- માય ઓક્ટોપસ ટીચર

બેસ્ટ મેકઅપ-હેરસ્ટાઇલિંગ એવોર્ડ –સર્જિયો લોપેઝ-રિવેરા. નિયા નીલ અને જમૈકા વિલ્સન.

 બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ- ટૂ ડિસ્ટન્ટ સ્ટ્રેન્જર્સ

બેસ્ટ સાઉન્ડ એવોર્ડ- સાઉન્ડ ઓફ મેટલ