સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરહિટ કપલ Vijay Deverakonda અને Rashmika Mandanna આખરે 26 February ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. ઉદયપુરના એક લક્ઝુરિયસ રિસોર્ટમાં આયોજિત આ રોયલ વેડિંગ સેરેમનીએ ફેન્સમાં ખુશીની લહેર દોડાવી દીધી છે. વર્ષો સુધી ચાલેલી તેમની લવ સ્ટોરી હવે 7 ફેરા લઈને નવા અધ્યાયમાં પ્રવેશી ગઈ છે. સોશિયલ મીડિયા પર કપલની પ્રથમ તસવીર વાયરલ થતા જ ફેન્સે તેમને દિલથી અભિનંદન પાઠવ્યા છે.
લગ્ન વિધિ ખાસ કરીને વિજયના કલ્ચર અનુસાર તેલુગુ રિવાજોથી સંપન્ન થઈ હતી. સાંજના સમયે રશ્મિકાના કોડવા પરંપરા મુજબ પણ ફેરા લેવામાં આવ્યા હતા, જે બંને પરિવારોની સંસ્કૃતિનો સુંદર સમન્વય દર્શાવે છે. લગ્નને ઇન્ટિમેટ રાખવામાં આવ્યા હતા, જ્યાં માત્ર નજીકના પરિવારજનો અને ખાસ મિત્રો હાજર રહ્યા હતા. જોકે, આ રોયલ વેડિંગની ભવ્યતા દરેક તસવીરમાં સ્પષ્ટ જોવા મળી રહી છે.
View this post on Instagram
દુલ્હા-દુલ્હન તરીકે વિજય અને રશ્મિકાની પહેલી ઝલક જોઈને ફેન્સ મંત્રમુગ્ધ થઈ ગયા છે. પરંપરાગત વેડિંગ આઉટફિટમાં બંને ‘Made For Each Other’ લાગતા હતા. રશ્મિકા દુલ્હન તરીકે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી, જ્યારે વિજયનો રોયલ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ફેન્સે તેમની જોડીને પરફેક્ટ કપલ કહીને વખાણી છે.
ફેન્સે વર્ષો પહેલા જ તેમને ‘VIROSH’ નામ આપ્યું હતું, જ્યારે બંને પહેલી વાર સાથે સ્ક્રીન પર દેખાયા હતા. પોતાના ફેન્સના આ પ્રેમને સન્માન આપતા કપલે પોતાની વેડિંગને ‘VIROSH ની વેડિંગ’ નામ આપ્યું છે. આ નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે અને ફેન્સ માટે આ ખાસ ક્ષણ બની ગઈ છે.
લગ્ન બાદ 4 March ના રોજ હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી યોજાશે, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા ચહેરાઓ હાજરી આપશે. ઉદયપુરમાં ઇન્ટિમેટ સેરેમની બાદ હૈદરાબાદમાં થનારી આ પાર્ટી ભવ્ય હોવાની શક્યતા છે.
તેમની લવ સ્ટોરીની શરૂઆત 2017 માં થઈ હતી, જ્યારે તેઓ ફિલ્મ Geetha Govindam ના સેટ પર મળ્યા હતા. મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ અને 2018 માં રિલીઝ થયેલી આ ફિલ્મે તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીને લોકોના દિલમાં વસાવી દીધી. ત્યારબાદ બંને Dear Comrade માં પણ સાથે દેખાયા, જ્યાં તેમની જોડીએ ફરી એકવાર પ્રશંસા મેળવી. સમય સાથે બંનેનો સંબંધ વધુ ગાઢ બનતો ગયો.
ગયા વર્ષે October માં બંનેએ ગુપચુપ સગાઈ કરી હોવાની ચર્ચાઓ ચાલી હતી, જોકે હવે 26 February ના લગ્ન સાથે તે ચર્ચાઓને સત્તાવાર મુહર લાગી ગઈ છે. લગ્ન બાદ બંનેએ નવી જીવનયાત્રાની શરૂઆત કરી છે અને ફેન્સ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
વિજય સાથેના સંબંધ પહેલા રશ્મિકા એક્ટર Rakshit Shetty સાથે રિલેશનશિપમાં હતી. બંનેની સગાઈ પણ થઈ હતી, પરંતુ 1 વર્ષ બાદ આ સંબંધ તૂટી ગયો હતો. હવે વિજય સાથે લગ્ન કરીને રશ્મિકાએ નવી શરૂઆત કરી છે.


