શિબાની દાંડેકર સાથે લગ્નની વાતોને ફરહાન અખ્તરે આખરે સમર્થન આપ્યું

મુંબઈ – બોલીવૂડ અભિનેતામાંથી નિર્માતા બનેલા ફરહાન અખ્તરે શિબાની દાંડેકર સાથે પોતાનાં સંબંધ અંગે આખરે મૌન તોડ્યું છે અને એના લગ્ન વિશેની જાણકારી પણ આપી છે.

ભૂમિ પેડણેકર સાથેનાં એક ટોક શોમાં, ફરહાને કબૂલ કર્યું હતું કે એ શિબાની સાથે ડેટિંગ કરે છે. એક સેગ્મેન્ટ વખતે ભૂમિએ ફરહાન કંઈક રસપ્રદ જણાવશે એવી આશા સાથે ‘ડુ નોટ પ્લે’ ટેપ પ્લે કરી હતી.

આશ્ચર્યજનક રીતે, એ ટેપમાં શિબાનીનું જ રેકોર્ડિંગ હતું, જેમાં એ ફરહાનને બહુ ઉત્સૂક્તાભર્યો સવાલ પૂછે છે, ‘આપણે લગ્ન ક્યારે કરીશું?’ એ સવાલ સાંભળીને ફરહાન ચૂપ રહી શક્યો નહીં. એણે કોઈ પણ આડીઅવળી વાતો કર્યા વગર લગ્ન વિશે કહ્યું, ‘મને ખબર નથી… પણ એપ્રિલ કે મેમાં થશે.’

શિબાની ગાયિકા, અભિનેત્રી, એન્કરપર્સન અને મોડેલ છે.

હજી અમુક મહિના અગાઉ જ ફરહાને એની કથિત પાર્ટનર શિબાની વિશે એક રોમેન્ટિક નોંધ સોશિયલ મિડિયા પર શેર કરી હતી જે હૃદયસ્પર્શી હતી. આ બંને જણે એમનાં અંગત જીવન વિશે જાહેરમાં ક્યારેય કોઈ વાતચીત કરી નથી, પરંતુ બંને જણ અનેક પ્રસંગે સાથે આવતા-જતાં જોવા મળ્યાં હતાં.

એમનો સોશિયલ મિડિયા રોમાન્સ પણ બહુ ગાજ્યો છે.

ફરહાને 16 વર્ષના લગ્નજીવન બાદ અધુના ભાબાનીને છૂટાછેડા આપ્યા છે. એ બંનેને બે દીકરી છે – શક્યા અને અકીરા. બંને દીકરીને અધુના અને ફરહાન સાથે સારું બને છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]