US બોન્ડ-યિલ્ડ વધતાં શેરબજારમાં કડાકોઃ સેન્સેક્સ 1500 તૂટ્યો

અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારોમાં ભારે મોટો ઘટાડો નોંધાયો હતો. અમેરિકાએ સિરિયા પર એર સ્ટ્રાઇક કરતાં વિશ્વભરનાં બજારોમાં વેચવાલી ફરી વળી હતી. જેથી ગઈ કાલે અમેરિકી બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આજે એશિયન માર્કેટો પણ જોરદાર વેચવાલી થઈ હતી. બીજી બાજુ  અમેરિકામાં 10 વર્ષના બોન્ડ યિલ્ડમાં તેજી હતી અને એક વર્ષની ઊંચાઈ પહોંચ્યું હતું. જેથી સેન્સેક્સ 1500 પોઇન્ટ અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 400થી વધુ પોઇન્ટ તૂટ્યા હતા. નિફ્ટી બેન્ક પણ 1500 પોઇન્ટ અને મિડકેપ ઇન્ડેક્સ પણ આશરે 500 પોઇન્ટ તૂટ્યા હતા. જેથી બે કલાકમાં રોકાણકારોના રૂ. 4.3 લાખ કરોડ સ્વાહા થયા હતા.

સામાન્ય રીતે બોન્ડ યિલ્ડ અને ઇક્વિટી રિટર્નનો વિપરીત સંબંધ હોય છે. જેથી વૈશ્વિક સ્તરે વેચવાલી હાવી થઈ હતી. હાલ સેન્સેક્સ 2.90 ટકા તૂટીને અથવા 1547 પોઇન્ટ તૂટીને 49,500ના મથાળે અને નિફ્ટી 2.92 ટકા અથવા 445 તૂટીને 14,650ના મથાળે ટ્રેડ કરી રહ્યા છે.

સ્થાનિક બજારમાં ત્રણ દિવસની તેજી પછી ભારે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી 14,800ની નીચે સરક્યો હતો, જ્યારે સેન્સેક્સે પણ 50,000ની સપાટી તોડી હતી. દક્ષિણ ભારતમાં સિમેન્ટની કિંમતો વધે એવી શક્યતા છે. સિમેન્ટની કિંમતો પ્રતિ બેગ રૂ. 25-40 વધે એવી શક્યતા છે. મજબૂત માગને કારણે કિંમત વધે એવી શક્યતા છે.

બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ બે તૃતીયાંશ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ એક તૃતીયાંશ ઘટ્યા હતા. ગુરુવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. 188.08 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક રોકાણકારોએ રૂ. 746.57 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.