આઇસી15 ઇન્ડેક્સ 573 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં હાલ દિશાવિહોણી સ્થિતિમાં અચાનક ઘટાડો થયો હતો અને 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.61 ટકા (573 પોઇન્ટ) ઘટીને 34,996 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,569 ખૂલ્યા બાદ 35,751ની ઉપલી અને 34,879ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના તમામ ઘટક કોઇન ઘટ્યા હતા, જેમાં સૌથી વધુ ઘટાડો શિબા ઇનુ, એક્સઆરપી, સોલાના અને પોલકાડોટમાં નોંધાયો હતો.

દરમિયાન, યુએસ કન્ઝ્યુમર ફાઇનાન્શિયલ પ્રોટેક્શન બ્યુરોના વડા રોહિત ચોપરાએ કહ્યું છે કે ગ્રાહકોની છેતરપિંડીને રોકવા માટે ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગમાં ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એક્ટનો ઉપયોગ કરવાનો વિચાર છે.

અન્ય મહત્ત્વપૂર્ણ ઘટનામાં રિઝર્વ બેન્ક ઓફ ઝિમ્બાબ્વેએ કહ્યું છે કે સુવર્ણનું સમર્થન ધરાવતા ડિજિટલ ટોકનનો ઉપયોગ સ્થાનિક વ્યવહારો માટેના પેમેન્ટ અને સેટલમેન્ટ માટે થઈ રહ્યો છે. આ ટોકન મૂલ્ય સાચવી રાખનારા સાધન તરીકે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.