કોરોનાસંકટઃ ગૂગલ તરફથી ભારતને રૂ.135 કરોડની સહાય

વોશિંગ્ટનઃ દુનિયાભરમાં ઈન્ટરનેટ સંબંધિત સેવાઓ અને ઉત્પાદનો પૂરા પાડવામાં નિષ્ણાત અમેરિકાની મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપની ગૂગલ અને તેની પિતૃ કંપની આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ વિનાશકારી કોરોનાવાઈરસ રોગચાળાના બીજા મોજા સામે ભારતે આદરેલા જંગમાં તેને મદદરૂપ થવાનો સંકલ્પ કર્યો છે. એક ટ્વીટમાં પિચાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગઈ કાલના એમના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમનો ઉલ્લેખ કરીને કહ્યું કે કોરોના મહાબીમારી સામે પીએમ મોદીએ જોરદાર રીતે ઝીંક ઝીલી બતાવી છે.

પિચાઈએ લખ્યું છે કે, ‘ભારતમાં કોરોના કટોકટી બગડતી જોઈને મને ખૂબ જ આઘાત લાગ્યો છે. ગૂગલ અને ગૂગલર્સ ‘યૂનિસેફ’ સંસ્થા અને નફાનો હેતુ ન ધરાવતી સંસ્થા ‘ગિવ ઈન્ડિયા’ને રૂ. 135 કરોડનું ભંડોળ આપી રહી છે જેનાથી તબીબી સામગ્રીઓ મેળવી શકાય.’