ભારતની વર્તમાન સ્થિતિ હ્રદયદ્રાવક છેઃ સત્ય નડેલા

હ્યુસ્ટનઃ માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ ભારતમાં પ્રવર્તી રહેલી કોવિડની સ્થિતિ માટે મદદ કરશે અને ક્રિટિકલ ઓક્સિજન કોન્સ્ટ્રેશન ડિવાઇસ ખરીદવામાં સપોર્ટ કરશે. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે હું ભારતની વર્તમાન સ્થિતિથી દુખી છું. હું આભારી છું કે અમેરિકી સરકાર ભારતને મદદ કરી રહી છે. માઇક્રોસોફ્ટ ભારતને મદદ કરવાના પ્રયાસોમાં એનો અવાજ, સંસાધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું જારી રાખશે, ખાસ કરીને ઓક્સિજન કોન્સન્ટ્રેશન ડિવાઇસ મોકલવામાં મદદ કરશે.

બીજી બાજુ ગૂગલના CEO પિચાઈએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ગૂગલ અને ગૂગલર્સ 135 કરોડનું ફન્ડિગ યુનિસેફને મેડિકલ સપ્લાય માટે, હાઈ રિસ્કવાળા કોમ્યુનિટીને સપોર્ટ કરતાં સંગઠનો અને મહત્ત્વપૂર્ણ માહિતી આપવા માટે મદદદ કરતા લોકોને ગ્રાંટ તરીકે આપી રહી છે.

ભારતમાં કોરોના રોગચાળો વકર્યો છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ આવી રહ્યા છે અને દેશનાં અનેક રાજ્યો મેડિકલ ઓક્સિજન અને બેડની અછતનો સામનો કરી રહ્યા છે. દેશમાં ઓક્સિજનની વધતી માગને ધ્યાનમાં રાખતાં ભારતે ઓક્સિજન મૈત્રી ઓપરેશન હેઠળનાં કન્ટેનરો અને ઓક્સિજન સિલિન્ડરો ખરીદવા માટે વિવિધ દેશો પાસે હાથ લંબાવ્યો છે.