ઓસ્ટ્રેલિયા ભારતને ઓક્સિજન, વેન્ટિલેટર્સ, પીપીઈ કિટ્સ મોકલશે

કેનબેરાઃ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી, વધારે ઘાતક લહેર સામે ભારત દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયા તરફથી તાત્કાલિક સહાયતાના ભાગરૂપે ભારતને ઓક્સિજન, વેન્ટિલેટર્સ અને પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ કિટ્સ મોકલશે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ન્યૂઝ ચેનલે ઓસ્ટ્રેલિયાના આરોગ્ય પ્રધાન ગ્રેગ હન્ટને આમ કહેતાં આજે પોતાના અહેવાલમાં ટાંક્યા છે.

કેન્દ્રીય પ્રધાન ગ્રેગ હન્ટે કહ્યું છે કે ભારતમાં ઓક્સિજન ખૂબ ઝડપથી વપરાઈ રહ્યો છે. અમે આ માટે ભારતને મદદ કરીશું. અમે તેમને ઓક્સિજન, વેન્ટિલેટર્સ, પીપીઈ કિટ્સ મોકલીશું.