સેન ફ્રાન્સિસ્કોઃ કોરોના વાઈરસ જાગતિક રોગચાળાને કારણે ગયા વર્ષે દુનિયાભરમાં 4G, 5G ટેક્નોલોજીવાળા મોબાઈલ પીસીનું વેચાણ વધ્યું હતું. આવા એક કરોડથી વધારે મોબાઈલ પીસી વેચાયા હતા, જે આ સેક્ટરમાં એક પ્રકારનો રેકોર્ડ બન્યો છે.
લોકડાઉન નિયંત્રણોને કારણે ઓફિસો રાખવામાં આવી હોવાથી ઘેરથી કામ કરનારાઓની સંખ્યા વધી ગઈ હતી, પરિણામે સેલ્યુલર-એનેબલ્ડ મોબાઈલ પીસીની ડિમાન્ડ વધી હતી. દુનિયાભરમાં આવા મોબાઈલ પીસીનું વેચાણ 70 ટકા વધ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી ઊંચું છે. સેલ્યુલર-કનેક્ટેડ નોટબુક્સ સૌથી વધારે વેચાયા હતા. કુલ વેચાયેલા 4G, 5G એનેબલ્ડ મોબાઈલ પીસીના અડધા ભાગના એકલા અમેરિકામાં વેચાયા હતા, જ્યારે યુરોપ અને એશિયા-પેસિફિક દેશોનો હિસ્સો 45 ટકા રહ્યો.