પટનાઃ બિહારના CM નીતીશકુમારે સ્વતંત્રતા દિવસના અવસર પર આવતાં વર્ષોમાં રાજ્યના એક કરોડ યુવાનોને સરકારી નોકરીઓ અને અન્ય રોજગારની તકો પ્રદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેઓ સ્વતંત્રતા દિવસના પ્રસંગે પર ગાંધી મેદાનમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવ્યા બાદ એક જનસભાને સંબોધી રહ્યા હતા. રાજ્ય મંત્રીમંડળે 15 જુલાઈની બેઠકમાં પાંચ વર્ષ માટે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
શુક્રવારે CMએ બિહારમાં NDA સરકાર દ્વારા કરવામાં આવનારી અનેક પહેલોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બિહાર ઊંચા વિકાસ દર અને વિકાસ સાથે આગળ વધી રહ્યું છે. આવતાં વર્ષોમાં તે સમાનતામૂલક વિકાસ સાથે આગળ વધશે. પહેલાં અમે આપણા યુવાનોને 10 લાખ સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે અમે રાજ્યના એક કરોડ યુવાનોને નોકરી અને રોજગારની તક પ્રદાન કરવાનો નવો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
તેમણે કહ્યું હતું કે રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકારે બિહારમાં રોકાણ કરવા ઇચ્છુક લોકોને ખાસ મૂડી સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. વધુ સારી માળખાકીય સુવિધાઓ અને પારદર્શક પ્રક્રિયાઓ સાથે રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે, સરકારે રોકાણકારોને વિવાદમુક્ત ઔદ્યોગિક પ્લોટ/જમીન આપવાનો નિર્ણય કર્યો છે.
हमारी सरकार द्वारा युवाओं को सरकारी नौकरियों और रोजगार के अवसर उपलब्ध कराए गए हैं और आने वाले पाँच वर्षों में 1 करोड़ युवाओं को नौकरी और रोजगार प्रदान करने का लक्ष्य निर्धारित किया गया है।
#IndependenceDay #JaiHind pic.twitter.com/7jOTcwiAGg
— Vision Of Nitish Kumar (@CMBiharNK) August 15, 2025
સરકારે કિશનગંજ, કટિહાર, રોહિતાસ, શિવહર, લખીસરાય, અલવર અને શેખપુરામાં નવી મેડિકલ કોલેજ ખોલવાનો નિર્ણય કર્યો છે. CMએ કહ્યું હતું કે અમે રેલ મંત્રાલયને તહેવારોની સીઝનમાં બિહાર માટે વધુ વિશેષ ટ્રેનો ચલાવવા વિનંતી કરીશું. બિહાર સરકારને રાજ્યના ઝડપી વિકાસ માટે વડા પ્રધાન મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તરફથી પૂરતો સહકાર મળી રહ્યો છે.
હવે ફક્ત 100 રૂપિયા લાગશે અરજી ફી
તેમણે X પર લખ્યું હતું કે મને આ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે રાજ્ય સ્તરીય સરકારી નોકરીઓ માટે બધાં કમિશનો દ્વારા યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રારંભિક પરીક્ષા (પીટી)ની ફીમાં એકરૂપતા લાવવા અને ઉમેદવારોને ફીમાં મહત્વપૂર્ણ રાહત આપવાનો નિર્ણય લેવાયો છે.
