વિદ્યાર્થીને જબરદસ્તી કલમા પાઠ પઢાવવાનો આરોપઃ શિક્ષિકાની હકાલપટ્ટી

હૈદરાબાદઃ શહેરની એક શાળામાં ધોરણ બીજાના વિદ્યાર્થીને જબરદસ્તી કલમા પાઠ કરાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આરોપ છે કે શાળાના સંચાલન દ્વારા વિદ્યાર્થી પર આવું કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બાળકનાં માતા-પિતાએ શાળામાં જઈને પ્રશ્ન કર્યો કે તેઓ કેવી રીતે બાળકને કલમા પાઠ કરવા માટે દબાણ કરી શકે, પરંતુ શાળાની તરફથી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો. બાદમાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હવે માતા-પિતાએ શિક્ષણ વિભાગ દ્વારા આ ઘટનાની તપાસ કરવાની માગ કરી છે અને આ મુદ્દે રાજકીય ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. જોકે શાળાએ આરોપી શિક્ષિકાને નોકરીમાંથી બરતરફ કરી દીધી છે.

શાળા સામે કાર્યવાહી કરવાની મા

વિદ્યાર્થીઓને જબરદસ્તી કલમા પાઠ કરાવવાના આરોપોને લઈને હવે માતા-પિતા ઉપરાંત કેટલાંક હિંદુ સંગઠનોએ પણ તપાસની માગ કરી છે. તેમનું કહેવું છે કે આવી શાળાઓની તપાસ કરવામાં આવે અને જો આરોપો સાચા સાબિત થાય તો કડક કાર્યવાહી કરવામાં આવે. એ સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક કાયદો બનાવવાની પણ માગ કરવામાં આવી છે. ભાજપના નેતાઓએ આ મુદ્દે અસદુદ્દીન ઓવૈસીને પણ ઘેરવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે આ ઘટના તેમના મતવિસ્તારમાં બની હોવાનું કહેવાય છે. પોલીસે શાળાની પૂછપરછ દરમિયાન શિક્ષિકાએ જણાવ્યું હતું કે હોમવર્કની નોંધ અનાયાસે હિંદુ વિદ્યાર્થીની ડાયરીમાં લખાઈ ગઈ હતી. માતા-પિતાએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસ કાનૂની સલાહ લીધા બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય કરશે.

શાળાએ શિક્ષિકાને બરતરફ કરી

‘સક્સેસ, ધ સ્કૂલ’ (સૈદાબાદ) દ્વારા આ મામલે શિક્ષિકા શેખ આયશા પરવીનને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે. આ અંગે જાહેર કરાયેલા પત્રમાં લખવામાં આવ્યું છે:

રાજકીય પ્રતિક્રિયાઓ શરૂ

આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. વિધાનસભ્ય ટી. રાજાએ આરોપ લગાવ્યો કે આ બધું જાણીબૂજીને કરવામાં આવી રહ્યું છે. તેમણે આ મુદ્દે ઓવૈસીને ઘેરવાનો પ્રયાસ કર્યો અને તેમના મૌન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે આવી શાળાઓની માન્યતા રદ કરી દેવી જોઈએ.