સચીન તેંડુલકર એમની પ્રથમ રણજી ટ્રોફી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમ્યા હતા અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આખરી મેચ પણ આ જ મેદાન પર રમ્યા હતા.
આ પ્રતિમા 22 ફૂટ ઊંચી છે. આ મૂર્તિ મહારાષ્ટ્રના અહમદનગરસ્થિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મૂર્તિકાર પ્રમોદ કાંબળેએ બનાવી છે.પ્રતિમા માટે તેંડુલકર જેને માટે સુપ્રસિદ્ધ થયા છે તે એમના કવર-ડ્રાઈવ ફટકાનો પોઝ પસંદ કરવામાં આવ્યો છે.