Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટે ભારતના પક્ષમાં ચુકાદો આપ્યો છે. જોકે, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને માનવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ સુનાવણી દરમિયાન ભારત દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો પાકિસ્તાન પર ભારે પડી છે. એક તરફ ભારતના વકીલ હરીશ સાલ્વેએ કુલભૂષણ જાધવને બચાવવાનો સંકલ્પ કર્યો હતો અને આ કેસ માટે માત્ર 1 રૂપિયો ટોકન ફી લીધી હતી. જેની સામે પાકિસ્તાનના વકીલ ખવાલ કુરેશી કોઈ તૈયારી વગર જ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં હાજર થયા હતા અને તે પણ પાંચ કરોડની માતબર ફી વસૂલીને.

ભારતની દલીલનો જવાબ ન આપી શક્યું પાકિસ્તાન

ભારતના પૂર્વ નેવી ઓફિસર કુલભૂષણ જાધવને પાકિસ્તાને આપેલી ફાંસીની સજા પર રોક લગાવતો આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો આવ્યા બાદ પાકિસ્તાનમાં હતાશાનો માહોલ છે. પાકિસ્તાનના રાજકીય નિષ્ણાંતો આ ઘટનાને પોતાની સરકારની નિષ્ફળતા ગણી રહ્યા છે. તેઓ કહે છે કે, પાકિસ્તાની વકીલોએ ICJમાં નબળી દલીલ રજૂ કરી હતી. પાકિસ્તાનના નિવૃત્ત જજ શેખ ઉસ્માનીએ જણાવ્યું કે, ICJનો નિર્ણય પાક્સ્તાન માટે ચિંતાજનક છે.

પાંચ કરોડની માતબર ફી વસુલી

પાકિસ્તાની સૈન્ય વિશ્લેષક જાહિદ હુસૈને કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કોર્ટનો નિર્ણય માનવા પાકિસ્તાન બંધાયેલું નથી પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ આવા નિર્ણયોથી જવાબદારી વધી જાય છે. પાકિસ્તાનમાં વિરોધ પક્ષોએ પણ નવાઝ શરીફ સરકાર પર નિશાન સાધ્યું છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા શયરી રહેમાને કહ્યું કે, વકીલો પર કરોડો ખર્ચીને પણ સરકાર પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરી શકી નથી. જોકે અમારો પક્ષ મજબૂત છે. પાકિસ્તાની ટીવી ચેનલો ઉપર પણ વકીલોની ફીની ચર્ચા થાય છે. કેટલાક જાણકારોતો માને છે કે, પાકિસ્તાન સરકારે આ કેસમાં વકીલને ફી પેટે પાંચ કરોડ નહાં પણ સાત કરોડ રુપિયા ચૂકવ્યા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS