Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- સમાજવાદી પક્ષની યાદવાસ્થળીમાં શું થશે તેની ભવિષ્યવાણી કરવી ખરેખર ખૂબ અઘરી છે. આજે અચાનક જ પલટાયેલા વાતાવરણમાં અખિલેશ યાદવ સવારે એકલા જ પિતા મુલાયમને મળવા પહોંચી ગયા હતા. ગઈકાલે પિતા મુલાયમ તરફથી મળેલા નરમ પ્રતિભાવ બાદ અખિલેશના તેવર પણ નરમ પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે રાત્રે મુલાયમે જાહેરાત કરી હતી કે અખિલેશ બગાવતી સુર બદલે અને પક્ષ તથા ઘરમાં પાછો ફરે. સમાજવાદી એક થઈને જ આગામી ચૂંટણી લડે અને સીએમ પદના ઉમેદવાર તરીકે અખિલેશ જ રહેશે તેની હું ખાતરી આપું છું.

જે બાદ આજે સવારે અખિલેશ પિતા મુલાયમને મળવા માટે તેમના બંગલે દોડી ગયા હતા. આ મુલાકાતની ખાસ વાત એ હતી કે તેમની બંનેની મુલાકાત દરમિયાન બીજા કોઈને પણ બેઠકમાં આવવા દેવામાં નહોતા આવ્યા. જોકે આ દરમિયાન અખિલેશના કાકા અને મુલાયમના નાના ભાઈ શિવપાલ યાદવે એક ચેનલને આપેલા ઇન્ટર્વ્યુમાં કહ્યું કે ‘જે નેતાજી કહેશે તે પ્રમાણે તેઓ કરશે.’ આમ તેમણે વ્યક્તિગત રીતે અખિલેશને સીએમ તરીકે સ્વિકારતા હોવા અંગે કોઈ ફોડ પાડ્યો નહતો.

જોકે આજે સમાજવાદી પક્ષના રાજકરણમાં આવેલા આ બદલાવના કારણે યૂપીમાં ફરી રાજકીય પંડીતો મુંજાયા છે. તેમજ દરેક પક્ષો પણ સમાજવાદીના ઘમાસાણ પર નજર રાખી બેઠા છે. કેમ કે, પક્ષમાં ભંગાણ પડે અથવા તો ન પડે બંને સ્થિતિમાં બધા જ પક્ષોની રણનીતિમાં ખાસ્સો ફેરફાર આવી શકે છે. જેથી હાલની સ્થિતિમાં યૂપીમાં કોણ જીતશે તે કહેવું ખરેખર મુશ્કેલ બની રહ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS