(English version)

વજુ કોટક
સ્થાપક – ચિત્રલેખા

‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા.

ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.

સફળતાનાં ૬૭ વર્ષોની સફર પર અગ્રસર ‘ચિત્રલેખા’ સામયિક ગુજરાતી સમાજને સમાચારો, મહત્વનાં પ્રસંગો, સંસ્કૃતિ, વાર્તાઓ તેમજ બીજી ઘણી બધી વાંચનસામગ્રીથી વાકેફ રાખે છે… સપ્તાહના દર શુક્રવારે સ્ટેન્ડ પર અચૂક હાજર થઈને. આમ, અનેક દાયકાઓથી ‘ચિત્રલેખા’ ગુજરાતી સાપ્તાહિક મુંબઈ તથા ગુજરાતમાં સૌથી બહોળું વેચાણ ધરાવતું માતબર સામયિક છે – પ્રકારમાં તેમજ ભાષાની દ્રષ્ટિએ! જે દર અઠવાડિયે ૨,૪૦,૦૦૦થી વધારે ઘરોમાં વંચાય છે.

‘ચિત્રલેખા’ ગ્રુપે તેની સ્થાપનાના સમયથી લઈને આજ સુધીમાં ઘણો વિકાસ સાધ્યો છે અને તેના છત્ર હેઠળ અનેક પ્રકાશનો શરૂ કર્યા છે:

૧. ‘ચિત્રલેખા’ ગુજરાતી

૨. ‘ચિત્રલેખા’ મરાઠી

૩. વોચ વર્લ્ડ

૪. કસ્ટમ પબ્લિશિંગ

આ ગ્રુપ તમામ વયજૂથ અને વિસ્તારોને આવરી લેતા વાચકો સુધી પહોંચે છે. ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રિન્ટીંગ ટેક્નોલોજીના ઉપયોગ, સંપૂર્ણપણે કમ્પ્યુટરાઈઝ્ડ પ્રી-પ્રેસ કામગીરીથી લઈને પ્રિન્ટીંગ સેટ-અપ વડે તેમજ શ્રેષ્ઠ ક્વોલિટીના કાગળના ઉપયોગ વડે ‘ચિત્રલેખા’એ વાચકો તેમજ એડવર્ટાઈઝર્સ, બંનેના મન પર એક ખાસ પ્રતિષ્ઠા જમાવી છે.

‘ચિત્રલેખા’ અનેક પ્લેટફોર્મ્સ મારફત ઓનલાઈન પણ ઉપલબ્ધ છે, જેમ કે, ચિત્રલેખા ડોટ કોમ, મોબાઈલ એપ, મેગ્સ્ટર, ડેઈલીહન્ટ, રિલાયન્સ જિઓ વગેરે. આનાથી અમારા લાખો વફાદાર વાચકોને કોઈ પણ સમયે અને વિશ્વના કોઈપણ સ્થળેથી સામયિકો વાંચવાનું સરળ બન્યું છે.

મેગેઝિનોનાં પ્રકાશન ઉપરાંત આ ગ્રુપ કાર્યક્રમોના આયોજન કરીને વૈવિધ્યકરણમાં પણ ઝંપલાવ્યું છે. આમાં સૌથી પ્રતિષ્ઠિત છે ‘વોચ વર્લ્ડ એવોર્ડ્સ’, જે દુનિયાભરમાં વેચાતી જુદી જુદી બ્રાન્ડની વોચ માટે ભારતમાં યોજાતો સૌપ્રથમ એવોર્ડ છે. વધુમાં, ‘ચિત્રલેખા’ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE), બિરલા મ્યુચ્યુઅલ ફંડ સાથે મળીને ઈન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ્સનું આયોજન કરે છે. તદુપરાંત, આ ગ્રુપે સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ અને સુનિધિ ચૌહાણ જેવી બોલીવુડની જાણીતી હસ્તીઓ સાથે મ્યુઝિકલ કોન્સર્ટ્સનું પણ આયોજન કર્યું છે.

અમે એ જાણકારી આપતાં બહુ હર્ષની લાગણી અનુભવીએ છીએ કે, અમારા ગ્રુપનાં ૬૦મા સ્થાપનાદિનની ઊજવણી પ્રસંગે ગ્રુપ તેમજ તેના સ્થાપક વજુ કોટક અંગેની ‘સ્મૃતિ ટપાલ ટિકિટ’નું તે વખતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે વિમોચન કર્યું હતું.