Home Blog Page 5637

અમદાવાદમાં રામાયણ નાટક કોણે ભજવ્યું? ઈન્ડોનેશિયાના મુસ્લિમોએ…

30 સપ્ટેંબર, શનિવારે દશેરા નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, PDPU સભાગૃહ ખાતે પવિત્ર હિંદુ ગ્રંથ રામાયણના પ્રસંગો પરથી એક અનોખું નાટક ભજવવામાં આવ્યું હતું. આ નાટકની વિશેષતા એ હતી કે એ ઈન્ડોનેશિયાના મુસ્લિમ કલાકારોએ ભજવ્યું હતું. એમનો અસાધારણ, અદ્દભુત લાઈવ પરફોર્મન્સ જોઈને દર્શકો વાહ-વાહ પોકારી ઊઠ્યા હતા. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

અમદાવાદમાં રાવણનો સંહાર…

અમદાવાદના ભાડજ વિસ્તારસ્થિત હરે કૃષ્ણ મંદિરમાં 30 સપ્ટેંબર, શનિવારે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એ નિમિત્તે રાક્ષસોના રાજા રાવણ તેમજ કુંભકર્ણ, મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

પેટ્રોલનો ભાવ ભારતમાં આટલો વધારે કેમ છે? સરકાર માટે પેટ્રોલ એટલે ‘લિક્વીડ ગોલ્ડ’

ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ બેરલ દીઠ ઘટી ગયા છે તે છતાં અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ઊંચા છે. એને કારણે વાહનમાલિકો પરેશાન છે. અન્ય ઘણી ચીજવસ્તુઓના ભાવ પણ વધી ગયા હોવાથી આમજનતા પણ આર્થિક બોજો આવી પડતાં હેરાન છે.

નિષ્ણાતોના મતે પેટ્રોલ એ સરકારો માટે લિક્વીડ ગોલ્ડ જેવું છે. માટે જ એમણે ઈંધણને હજી જીએસટીના દાયરાથી બહાર રાખ્યું છે. પેટ્રોલ-ડિઝલમાં રોજેરોજનો ભાવવધારો એ સરકારો માટે એટીએમ મશીન જેવું છે.

સોના, ચાંદી કે ડોલરની જેમ હવે પેટ્રોલ-ડિઝલમાં પણ કિંમત રોજેરોજ બદલાય છે.

પેટ્રોલના ભાવ ભારતમાં કેમ ઊંચા છે?: કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી નાખી છે અને રાજ્ય સરકારોએ ઉપરથી VAT લાગુ કર્યો છે જે જીએસટીના 28 ટકાના મહત્તમ સ્લેબ કરતાં ઘણો વધુ છે. સરકારની દલીલ છે કે જનકલ્યાણના કાર્યો તથા માળખાકીય વિકાસ માટે ભંડોળ મેળવવા ઊંચો વેરો નાખવો જરૂરી છે, પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ વધવાથી અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધતા હોવાથી સામાન્ય માનવીઓ પર આર્થિક બોજો પડે છે.

મોદી સરકારના એક પ્રધાન – અલ્ફાન્સોએ વળી વિવાદાસ્પદ નિવેદન કરીને લોકો માટે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. એમણે એમ કહીને જનતાનું અપમાન કર્યું છે કે ઈંધણનો વધુ ભાવ ચૂકવવાથી કંઈ તેઓ ભૂખે મરી નહીં જાય. જે લોકોને પરવડી શકે છે એમણે ઊંચો ભાવ ચૂકવવો જ પડશે.

2004-2014ના વર્ષો દરમિયાન જ્યારે યૂપીએ સરકાર સત્તા પર હતી ત્યારે ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ બેરલ દીઠ 100-150 ડોલરની રેન્જમાં રહેતા હતા. એને પગલે ભારતમાં પેટ્રોલના ભાવ 30-70 રૂપિયા સુધી વધારવામાં આવ્યા હતા.

હવે (2014થી) ભાજપની સરકાર સત્તા પર છે ત્યારે ક્રુડ તેલના ભાવ બેરલ દીઠ 30-50 ડોલર સુધી ઘટી ગયા તે છતાં વર્તમાન સરકાર માટે તે ફાયદાકારક બન્યા છે.

ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધવા પાછળનું કારણ છે, સરકારે ઈંધણના ભાવ ઘટાડી તેનો લાભ આમજનતાને આપવાને બદલે અનેક વાર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો છે. એને કારણે કરવેરાના માળખા પર માઠી અસર પડી છે અને સ્ટેટ ટેક્સ લેવલ પણ વધ્યું છે. ટૂંકમાં આમજનતા યૂપીએ સરકારના સમય કરતાં પણ હાલ બીજેપીની સરકારમાં બમણો ફ્યુઅલ ભાવ ચૂકવી રહી છે. સરકારી કંપનીઓની મોનોપોલી માર્કેટ છે.

પેટ્રોલના ભાવ તમારી જાણ ખાતરઃ

01/August/2017 – રૂ. 67.71

02/August/2017 – રૂ. 67.78

03/August/2017 – રૂ. 68.02

04/August/2017 – રૂ. 68.34

05/August/2017 – રૂ. 68.64

06/August/2017 – રૂ. 68.88

07/August/2017 – રૂ. 69.03

08/August/2017 – રૂ. 69.13

09/August/2017 – રૂ. 69.20

10/August/2017 – રૂ. 69.35

11/August/2017 – રૂ. 69.68

12/August/2017 – રૂ. 69.92

13/August/2017 – રૂ. 70.19

14/August/2017 – રૂ. 70.40

15/August/2017 – રૂ. 70.53

16/August/2017 – રૂ. 70.59

17/August/2017 – રૂ. 70.70

18/August/2017 – રૂ. 70.76

19/August/2017 – રૂ. 70.83

20/August/2017 – રૂ. 70.85

21/August/2017 – રૂ. 71.01

22/August/2017 – રૂ. 71.15

23/August/2017 – રૂ. 71.22

24/August/2017 – રૂ. 71.37

25/August/2017 – રૂ. 71.51

26/August/2017 – રૂ. 71.52

27/August/2017 – રૂ. 71.56

28/August/2017 – રૂ. 71.60

29/August/2017 – રૂ. 71.62

30/August/2017 – રૂ. 71.62

31/August/2017 – રૂ. 71.66

01/September/2017 – રૂ. 71.78

02/September/2017 – રૂ. 71.95

02/September/2017 – રૂ. 72.58

03/September/2017 – રૂ. 72.08

04/September/2017 – રૂ. 72.20

05/September/2017 – રૂ. 72.25

06/September/2017 – રૂ. 72.25

07/September/2017 – રૂ. 72.34

08/September/2017 – રૂ. 72.44

09/September/2017 – રૂ. 72.58

10/September/2017 – રૂ. 72.73

11/September/2017 – રૂ. 72.87

12/September/2017 – રૂ. 72.95

13/September/2017 – રૂ. 72.95

22/September/2017 – રૂ. 74.82

23/September/2017 – રૂ. 74.82

24/September/2017 – રૂ. 74.82

25/September/2017 – રૂ. 74.82

26/September/2017 – રૂ. 74.82

27/September/2017 – રૂ. 74.82

28/September/2017 – રૂ. 79.57

29/September/2017 – રૂ. 79.67

30/September/2017 – રૂ. 79.77

પેટ્રોલના ભાવવધારાના બચાવમાં દલીલઃ

પેટ્રોલના ભાવ ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધઘટ તેમજ રૂપિયાના ચલણમાં એના ખર્ચ પર આધારિત હોય છે. ડોલર સામે રૂપિયો તૂટે એ સાથે પેટ્રોલના ભાવ વધે.

પેટ્રોલના ભાવવધારા વિરદ્ધની દલીલઃ

મૂળ પ્રશ્ન એ છે કે ક્રુડ તેલના ભાવ ઘટી રહ્યા છે તે છતાં કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડતી નથી. આનો મતલબ એ કે સરકાર જનતાના ભોગે પૈસા બનાવી રહી છે.

 

બોલીવૂડ સિતારાઓએ મુંબઈમાં દુર્ગા પૂજા કરી…

રાની મુખરજી, ભાગ્યશ્રી, પૂનમ ધિલોન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, દિગ્દર્શકો – આશુતોષ ગોવારીકર અને ઈમ્તિયાઝ અલી, ટીવી અભિનેત્રી સુમોના ચક્રવર્તિ જેવા કલાકાર-હસ્તીઓ મુંબઈમાં નોર્થ બોમ્બે દુર્ગા સમિતિ મંડપ ખાતે જઈને દુર્ગા પૂજામાં સામેલ થયાં હતાં.

રણબીર કપૂર, આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

રાની મુખરજી-ચોપરા

રાની મુખરજી-ચોપરા

ભાગ્યશ્રી

દિગ્દર્શક ઈમ્તિયાઝ અલી

ટીવી અભિનેત્રી સુમોના ચક્રવર્તિ

ભાગ્યશ્રી

ભાગ્યશ્રી

દિગ્દર્શક ઈમ્તિયાઝ અલી

પૂનમ ધિલોન

અભિનેત્રી મધુ

શ્રદ્ધાળુઓને પ્રસાદ પીરસતો રણબીર કપૂર

અભિનેત્રી તનીષા મુખરજી

દિગ્દર્શક આશુતોષ ગોવારીકર

રાની મુખરજી-ચોપરા અને રણબીર કપૂર

રાની મુખરજી-ચોપરા અને રણબીર કપૂર

રાની મુખરજી-ચોપરા

મુંબઈમાં રેલવે સેવાઓ નહીં સુધારો ત્યાં સુધી બુલેટ ટ્રેન ચાલુ કરવા નહીં દઈએઃ રાજ ઠાકરેની ચેતવણી

મુંબઈ – 23 નિર્દોષ રેલવે પ્રવાસીઓનું ચગદાઈને કરૂણ રીતે મોત નિપજવાની 29 સપ્ટેંબરના શુક્રવારે એલફિન્સ્ટન રેલવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પર બનેલી દુર્ઘટના વિશે પ્રત્યાઘાત આપતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ આજે કહ્યું છે કે જ્યાં સુધી મુંબઈમાં પરપ્રાંતવાસીઓનો પ્રવાહ રોકવામાં નહીં આવે ત્યાં સુધી આવી ધક્કામુક્કીની દુર્ઘટનાઓ બનવાનું ચાલુ જ રહેશે.

રાજ ઠાકરેએ એવી ચેતવણી પણ આપી છે કે જ્યાં સુધી મુંબઈમાં લોકલ રેલવેની માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી મુંબઈમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે એક પણ ઈંટ મૂકવા દેવામાં નહીં આવે.

રાજ ઠાકરેએ અહીં દાદર સ્થિત એમના નિવાસસ્થાન કૃષ્ણકુંજ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દેશના અન્ય પ્રાંતોમાંથી લોકોના થયેલા ધસારાને કારણે મુંબઈમાં માળખાકીય સુવિધાઓ પડી ભાંગી છે. હું જ્યારે દક્ષિણ મુંબઈની સર જે.જે. કોલેજમાં આર્ટ્સનું ભણતો હતો ત્યારે બે વર્ષ સુધી મુંબઈની ઉપનગરીય ટ્રેનોમાં પ્રવાસ કરતો હતો. આવી દુર્ઘટનાઓ વખતે મુંબઈગરાંઓનો જુસ્સો બહુ જાણીતો છે, પણ વાસ્તવમાં આ નિઃસહાયપણું છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે લગભગ 10.30 વાગ્યાના સુમારે પશ્ચિમ રેલવેના એલફિન્સ્ટન રોડ (હવે પ્રભાદેવી) અને મધ્ય રેલવેના પરેલ સ્ટેશનને જોડતા ફૂટઓવર રેલવે બ્રિજ પર એલફિન્સ્ટન સ્ટેશન બાજુએ થયેલી નાસભાગ-ધક્કામુક્કીને કારણે 23 જણ માર્યા ગયા છે અને બીજાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

રાજ ઠાકરેએ કહ્યું કે, અમારી પાર્ટીના નેતા બાલા નાંદગાંવકરે ગઈ કાલે જ્યાં ધક્કામુક્કી દુર્ઘટના થઈ હતી એ સ્થળે નવો પૂલ બાંધવાની લેખિતમાં વિનંતી કરી હતી, પણ રેલવે દ્વારા કોઈ પગલું ભરવામાં આવ્યું નહોતું અને એને બદલે નાંદગાંવકરને એમ કહેવામાં આવ્યું હતું કે તમે MMRDA કંપનીનો સંપર્ક કરો.

રાજ ઠાકરેએ કહ્યું કે, કાકોડકર સમિતિએ મુંબઈમાં રેલવે સુવિધાઓ સુધારવા માટે રૂ. એક લાખ કરોડનો ખર્ચ કરવાની સૂચન કર્યું છે, પણ એની પર કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. એને બદલે એ જ ખર્ચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અમલ કરવામાં આવી રહ્યો છે. પાયાની રેલવે સુવિધાઓને સુધારવાને બદલે શું મુંબઈને બુલેટ ટ્રેનની જરૂર છે ખરી?

રાજ ઠાકરેએ ભાજપના સંસદસભ્ય કિરીટ સોમૈયાને ટાર્ગેટ બનાવીને કહ્યું કે, શહેરની રેલવે સેવાઓ પડી ભાંગી છે ત્યારે તેઓ કેમ ચૂપ છે? કોંગ્રેસ જ્યારે મહારાષ્ટ્રમાં સત્તા પર હતી ત્યારે આ જ સોમૈયાએ રેલવે પ્લેટફોર્મ્સની ઊંચાઈ માપતા હતા, પણ હવે જ્યારે ભાજપના શાસનમાં આવડી મોટી દુર્ઘટના થઈ છે ત્યારે તેઓ કેમ ચૂપ છે? સોમૈયાએ ન તો ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી કે ન તો હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્તોને મળ્યા હતા. રેલવેવાળા કહે છે કે વરસાદને કારણે નાસભાગ થઈ હતી, પણ મુંબઈમાં આ કંઈ પહેલી વાર વરસાદ પડ્યો નથી.

ઠાકરેએ ચેતવણી આપી છે કે મુંબઈની લોકલ ટ્રેન સેવાને લગતા પ્રશ્નોની એક યાદી અમે પાંચ ઓક્ટોબરે રેલવેના અધિકારીઓને આપીશું અને સાથોસાથ એમને એક ડેડલાઈન પણ આપીશું. જો બધું બરાબર નહીં થાય તો અમે જોઈ લઈશું.

BAPS સંસ્થાની વધુ એક સિદ્ધિ: સ્વામિનારાયણ હિંદુ માન્યતા પ્રણાલી દર્શાવતા પુસ્તકનું વિમોચન

દુનિયાની સૌથી જૂની ને જાણીતી તથા પ્રતિષ્ઠિત તેમ જ બૌદ્ધિક વિષયનાં પુસ્તકો છાપવા માટે સુખ્યાત એવી પ્રકાશન સંસ્થા “કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ” દ્વારા તાજેતરમાં “ઍન ઈન્ટ્રોડક્શન ટુ સ્વામિનારાયણ હિંદુ થિઑલૉજી” નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. સાડા ત્રણસો પૃષ્ઠોમાં ફેલાયેલા, અંગ્રેજી ભાષાના આ દળદાર પુસ્તકનો વિષય છેઃ અક્ષર-પુરુષોત્તમ દર્શન.

(ડાબેથી) પુસ્તકના રચયિતા, બીએપીએસના સંત પૂજ્ય પરમતત્વદાસ સ્વામી, ઑક્સફર્ડ સેન્ટર ફૉર હિંદુ સ્ટડીઝના ડિરેક્ટર શૌનક રિશી દાસ, લંડનની એસઓએએસ યુનિવર્સિટીમાં સંસ્કૃત-ક્લાસિકલ ઈન્ડિયન સ્ટડીઝના લેક્ચરર ડૉ. જેમ્સ મેલિસન તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હિંદુ સ્ટડીઝના લેક્ચરર ડૉ. અંકુર બૌરા

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી તથા પરમ પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદથી “બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા” (“બીએપીએસ”)ના વિદ્ધાન સંત પૂજ્ય પરમતત્વદાસ સ્વામી દ્વારા રચિત આ સંશોધનાત્મક ગ્રંથમાં સ્વામિનારાયણ હિંદુ ધર્મશાસ્ત્રનો પરિચય કરાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પૂજ્ય પરમતત્વદાસ સ્વામી પોતે ઈંગ્લેન્ડની વિશ્વવિખ્યાત “ઑક્સફર્ડ યુનિવર્સિટી”માં અભ્યાસ કરી ચૂક્યા છે.

અદભુત કહેવાય એવું આ પુસ્તક સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાની માન્યતા પ્રણાલીનો પરિચય તો કરાવે જ છે, સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત વૈદિક આદર્શોને કેન્દ્રમાં રાખી એમના ઉપદેશોની ચર્ચા કરે છે. આ ઉપરાંત પુસ્તકમાં હિંદુ ધર્મના પાયા સમાન “ઉપનિષદ”, “શ્રીમદ ભગવદ ગીતા” તથા “બ્રહ્મસૂત્ર” જેવા ત્રણ ધર્મગ્રંથો પર ટિપ્પણી કરવામાં આવી છે.

આ પુસ્તકનું વિમોચન લંડન, યુકે ઉપરાંત નૉર્થ અમેરિકાના રૉબિન્સવિલમાં પણ કરવામાં આવ્યું. બે ભાગમાં પ્રકાશિત આ પુસ્તકના ભાગ-1માં સ્વામિનારાયણ ધર્મશાસ્ત્રનાં સ્ત્રોત તથા સાધનોનું વર્ણન છે, જ્યારે ભાગ-2માં વ્યવસ્થિત રીતે તેનાં વિશિષ્ટ પાંચ શાશ્વત તત્વો – પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર, જીવ – અને મુક્તિ (આધ્યાત્મિક મુક્તિ) પર પ્રકાશ પાડે છે.

પુસ્તકનું વૈશિષ્ટ્ય એ કે એના રચયિતા પૂજ્ય પરમતત્વદાસ સ્વામીએ સરળ ભાષામાં સ્વામિનારાયણ હિંદુ માન્યતા પ્રણાલી સમજાવી છે, જે વિદ્વાનો, સંશોધકો, વિદ્યાર્થીઓ તથા પંડિતોને એકસરખી રીતે સ્પર્શી જાય છે.

‘અક્ષર-પુરુષોત્તમ દર્શન’ પુસ્તક દર્શાવતા બીએપીએસના વર્તમાન આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી

બીએપીએસના વર્તમાન આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામીને પુસ્તક અર્પણ કરી રહેલા પૂજ્ય પરમતત્વદાસ સ્વામી.

લંડન, યુકેમાં પુસ્તક-પ્રકાશનના અવસરે મંચ પર બિરાજમાન “બીએપીએસ”ના મોટેરા સંતો.