પેટ્રોલનો ભાવ ભારતમાં આટલો વધારે કેમ છે? સરકાર માટે પેટ્રોલ એટલે ‘લિક્વીડ ગોલ્ડ’

ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ બેરલ દીઠ ઘટી ગયા છે તે છતાં અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ઊંચા છે. એને કારણે વાહનમાલિકો પરેશાન છે. અન્ય ઘણી ચીજવસ્તુઓના ભાવ પણ વધી ગયા હોવાથી આમજનતા પણ આર્થિક બોજો આવી પડતાં હેરાન છે.

નિષ્ણાતોના મતે પેટ્રોલ એ સરકારો માટે લિક્વીડ ગોલ્ડ જેવું છે. માટે જ એમણે ઈંધણને હજી જીએસટીના દાયરાથી બહાર રાખ્યું છે. પેટ્રોલ-ડિઝલમાં રોજેરોજનો ભાવવધારો એ સરકારો માટે એટીએમ મશીન જેવું છે.

સોના, ચાંદી કે ડોલરની જેમ હવે પેટ્રોલ-ડિઝલમાં પણ કિંમત રોજેરોજ બદલાય છે.

પેટ્રોલના ભાવ ભારતમાં કેમ ઊંચા છે?: કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી નાખી છે અને રાજ્ય સરકારોએ ઉપરથી VAT લાગુ કર્યો છે જે જીએસટીના 28 ટકાના મહત્તમ સ્લેબ કરતાં ઘણો વધુ છે. સરકારની દલીલ છે કે જનકલ્યાણના કાર્યો તથા માળખાકીય વિકાસ માટે ભંડોળ મેળવવા ઊંચો વેરો નાખવો જરૂરી છે, પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ વધવાથી અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધતા હોવાથી સામાન્ય માનવીઓ પર આર્થિક બોજો પડે છે.

મોદી સરકારના એક પ્રધાન – અલ્ફાન્સોએ વળી વિવાદાસ્પદ નિવેદન કરીને લોકો માટે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. એમણે એમ કહીને જનતાનું અપમાન કર્યું છે કે ઈંધણનો વધુ ભાવ ચૂકવવાથી કંઈ તેઓ ભૂખે મરી નહીં જાય. જે લોકોને પરવડી શકે છે એમણે ઊંચો ભાવ ચૂકવવો જ પડશે.

2004-2014ના વર્ષો દરમિયાન જ્યારે યૂપીએ સરકાર સત્તા પર હતી ત્યારે ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ બેરલ દીઠ 100-150 ડોલરની રેન્જમાં રહેતા હતા. એને પગલે ભારતમાં પેટ્રોલના ભાવ 30-70 રૂપિયા સુધી વધારવામાં આવ્યા હતા.

હવે (2014થી) ભાજપની સરકાર સત્તા પર છે ત્યારે ક્રુડ તેલના ભાવ બેરલ દીઠ 30-50 ડોલર સુધી ઘટી ગયા તે છતાં વર્તમાન સરકાર માટે તે ફાયદાકારક બન્યા છે.

ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધવા પાછળનું કારણ છે, સરકારે ઈંધણના ભાવ ઘટાડી તેનો લાભ આમજનતાને આપવાને બદલે અનેક વાર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો છે. એને કારણે કરવેરાના માળખા પર માઠી અસર પડી છે અને સ્ટેટ ટેક્સ લેવલ પણ વધ્યું છે. ટૂંકમાં આમજનતા યૂપીએ સરકારના સમય કરતાં પણ હાલ બીજેપીની સરકારમાં બમણો ફ્યુઅલ ભાવ ચૂકવી રહી છે. સરકારી કંપનીઓની મોનોપોલી માર્કેટ છે.

પેટ્રોલના ભાવ તમારી જાણ ખાતરઃ

01/August/2017 – રૂ. 67.71

02/August/2017 – રૂ. 67.78

03/August/2017 – રૂ. 68.02

04/August/2017 – રૂ. 68.34

05/August/2017 – રૂ. 68.64

06/August/2017 – રૂ. 68.88

07/August/2017 – રૂ. 69.03

08/August/2017 – રૂ. 69.13

09/August/2017 – રૂ. 69.20

10/August/2017 – રૂ. 69.35

11/August/2017 – રૂ. 69.68

12/August/2017 – રૂ. 69.92

13/August/2017 – રૂ. 70.19

14/August/2017 – રૂ. 70.40

15/August/2017 – રૂ. 70.53

16/August/2017 – રૂ. 70.59

17/August/2017 – રૂ. 70.70

18/August/2017 – રૂ. 70.76

19/August/2017 – રૂ. 70.83

20/August/2017 – રૂ. 70.85

21/August/2017 – રૂ. 71.01

22/August/2017 – રૂ. 71.15

23/August/2017 – રૂ. 71.22

24/August/2017 – રૂ. 71.37

25/August/2017 – રૂ. 71.51

26/August/2017 – રૂ. 71.52

27/August/2017 – રૂ. 71.56

28/August/2017 – રૂ. 71.60

29/August/2017 – રૂ. 71.62

30/August/2017 – રૂ. 71.62

31/August/2017 – રૂ. 71.66

01/September/2017 – રૂ. 71.78

02/September/2017 – રૂ. 71.95

02/September/2017 – રૂ. 72.58

03/September/2017 – રૂ. 72.08

04/September/2017 – રૂ. 72.20

05/September/2017 – રૂ. 72.25

06/September/2017 – રૂ. 72.25

07/September/2017 – રૂ. 72.34

08/September/2017 – રૂ. 72.44

09/September/2017 – રૂ. 72.58

10/September/2017 – રૂ. 72.73

11/September/2017 – રૂ. 72.87

12/September/2017 – રૂ. 72.95

13/September/2017 – રૂ. 72.95

22/September/2017 – રૂ. 74.82

23/September/2017 – રૂ. 74.82

24/September/2017 – રૂ. 74.82

25/September/2017 – રૂ. 74.82

26/September/2017 – રૂ. 74.82

27/September/2017 – રૂ. 74.82

28/September/2017 – રૂ. 79.57

29/September/2017 – રૂ. 79.67

30/September/2017 – રૂ. 79.77

પેટ્રોલના ભાવવધારાના બચાવમાં દલીલઃ

પેટ્રોલના ભાવ ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધઘટ તેમજ રૂપિયાના ચલણમાં એના ખર્ચ પર આધારિત હોય છે. ડોલર સામે રૂપિયો તૂટે એ સાથે પેટ્રોલના ભાવ વધે.

પેટ્રોલના ભાવવધારા વિરદ્ધની દલીલઃ

મૂળ પ્રશ્ન એ છે કે ક્રુડ તેલના ભાવ ઘટી રહ્યા છે તે છતાં કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડતી નથી. આનો મતલબ એ કે સરકાર જનતાના ભોગે પૈસા બનાવી રહી છે.