Home Blog Page 5632

ઑનલાઈન ખરીદી વધતાં ઈ કોમર્સ કંપનીઓની દીવાળી સુધરશે

વરાત્રિના પ્રારંભ સાથે જ દિવાળીના તહેવારોની બજારોમાં ઘરાકીનો પ્રારંભ થઈ ગયો છે. ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં સારું ગયું છે, આથી દીવાળી રંગેચંગે ઉજવાશે. બજારોમાં ઘરાકી તો ખરી… પણ ઈ કોમર્સ કંપનીઓને ઑનલાઈન વેચાણમાં અનેકગણો વધારો થશે. હવે ઑનલાઈન ખરીદીનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. તાજેતરમાં જ નવરાત્રિ શરૂ થતાંની સાથે જ ઈ કોમર્સ કંપનીઓનું રૂપિયા 9000 કરોડનું વેચાણ થયાના આંકડા પ્રસારિત કરાયાં હતાં. જેના પરથી સ્પષ્ટ થાય છે કે દશેરા પછી સેલેરી અને બોનસ છૂટું થતાં આ ઘરાકીમાં નોંધપાત્ર વધારો થશે.

તાજેતરમાં રીપોર્ટ આવ્યો હતો  કે ઈ કોમર્સ કંપનીઓને 20-24 સપ્ટેમ્બર સુધીના 5 દિવસમાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ નોંધાયું છે. રેડસીરના સર્વેમાં જાણવા મળ્યું છે કે  આ કંપનીઓને રૂપિયા 9000 કરોડનું વેચાણ થયું છે. તેમાં સરખામણી કરતાં ટાંકયું છે કે વીતેલા વર્ષની સરખામણીએ આ વેચાણ વાર્ષિક ધોરણે 40 ટકા વધારે છે. આ વેચાણમાં ફ્લિપકાર્ટનો હિસ્સો 58 ટકા રહ્યો છે. એમઝોનનો હિસ્સો 26 ટકા રહ્યો છે.

ઈ કોમર્સ કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે 20થી માંડીને 50 ટકા સુધીના લોભામણા ડિસ્કાઉન્ટ ઓફર કર્યા છે, તેમણે ગત વર્ષ કરતાં આ વર્ષે જાહેરાત ખર્ચના બજેટમાં પણ ખાસ્સો વધારો કર્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસથી અખબારો ફુલ પેઈજની જાહેરાતોથી ચમકી રહ્યા છે. ઈ કોમર્સ કંપનીઓ માટે મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝની સાથે ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ તેમજ કાપડનું ખુબ જ મોટું માર્કેટ છે, તેમાં ઑનલાઈન ખરીદી કરનારાની સંખ્યા ઉતરોત્તર વધી રહી છે. ઈ કોમર્સ કંપનીઓ દ્વારા વિવિધ કંપનીઓની અનેક પ્રોડક્ટની વિશાળ શ્રેણી મોબાઈલમા એપ દ્વારા રજૂ કરાયા છે. ગ્રાહકોને વધુ ચોઈસ પણ મળી રહે છે, તેમજ સસ્તી પણ… જેથી તેમાં કોઈ બાર્ગેઈન કરવાનો કોઈ સવાલ આવતો નથી. છેતરાવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એમઆરપી કરતાં ઓછી કીમતો… ફેસ્ટીવલ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે ગ્રાહકો ઈ કોમર્સ કંપનીઓ તરફ વળે તે માનવ સ્વભાવમાં છે. બીજુ દીવાળીની ખરીદી કરવા માર્કેટ અને શોપિંગ મૉલમાં ભારે ભીડ જામે છે, ભીડભાડમાં ખરીદી કરવાની અને તે સામાન ઊંચકીને ઘરે લાવવાનો… ઑનલાઈન ખરીદીમાં આ વધી ઝંઝટમાંથી મુક્તિ મળે છે. જેથી લોકો ઑનલાઈન શોપિંગનું ઓપ્શન વધારે પ્રિફર કરે છે.

દિવાળીના તહેવારો અગાઉ ઈ કોમર્સ કંપનીઓએ આપેલી ડિસ્કાઉન્ટ ઓફરને કારણે ઈ કોમર્સ કંપનીઓની તો દીવાળી સુધરી જવાની છે. પણ સામે ગ્રાહકોને ફાયદો થશે. તેની સામે બજારમાં અને શોપિંગ મૉલનો ખર્ચ લઈને બેઠેલા વેપારીઓ કે ઉદ્યોગપતિઓને આ વર્ષે માર પડશે. ઘરાકી જોઈએ તેટલી નહી મળે. તેમનો ધંધો ઈ કોમર્સ કંપનીઓ લઈ જશે. ઈ કોમર્સ કંપનીઓ સામેની હરિફાઈમાં ટકવા માટે શોપિંગ મૉલવાળાઓએ પણ ડિસ્કાઉન્ટ ઓફર આપવી જ પડશે. નહી તો દીવાળી બગડી સમજો…

‘સીક્રેટ સુપરસ્ટાર’નું નવું ગીત રિલીઝ થયું.. ‘મૈ નચદી ફિરા’; ઝાયરા વાસીમ અભિનીત, મેઘના મિશ્રા દ્વારા સ્વરબદ્ધ

મુંબઈ – આમિર ખાન દ્વારા અભિનીત અને નિર્મિત આગામી નવી હિન્દી ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’નું નવું ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ગીત ‘દંગલ’ ગર્લ ઝાયરા વાસીમ પર ફિલ્માવવામાં આવ્યું છે જેમાં સ્વર આપ્યો છે મેઘના મિશ્રાએ.

‘નચદી ફિરા’ ટાઈટલવાળું આ ગીત કર્ણપ્રિય છે. સાંભળ્યા બાદ એને પ્લેલિસ્ટમાં સામેલ કરવાનું કોઈને પણ મન થાય એવું છે.

ફિલ્મમાં ઝાયરાએ સ્કૂલમાં ભણતી, પણ ટેલેન્ટેડ ગાયિકા ઈન્સિયાનો રોલ કર્યો છે. ઈન્સિયા સિંગર ઉપરાંત કમ્પોઝર પણ છે અને એ સંગીતમાં જાણે ડૂબી ગઈ છે. એને સુપરસ્ટાર બનવું છે, પણ એનાં પરિવારમાં એની સામે વિરોધ છે.

નવા ગીતનાં શબ્દો કૌસર મુનીરે લખ્યાં છે તો સંગીત આપ્યું છે અમિત ત્રિવેદીએ.

આ ફિલ્મ 19 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

(જુઓ ગીતનો વિડિયો)

httpss://youtu.be/90csu7Y-zzA

મહિલા પ્રવાસીઓએ ક્યારેય…

એકલાં પ્રવાસ કરતી વખતે મહિલાઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ કે એમણે ક્યારેય એવી છાપ ઊભી કરવી નહીં કે તેઓ એકલાં છે. ચાલતી વખતે આત્મવિશ્વાસપૂર્વક ચાલવું. કોઈ પણ અજાણી વ્યક્તિને તમે ક્યાં ઉતર્યાં છો એ સ્થળની જાણકારી આપવી નહીં.

ઈંધણ સસ્તું થશે; પેટ્રોલ, ડિઝલ પરની બેઝિક એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લીટર બે રૂપિયા ઘટાડી દેવાઈ

નવી દિલ્હી – કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પેટ્રોલ અને ડિઝલ (બંને, બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ) પરની બેઝિક એક્સાઈઝ ડ્યૂટી (આબકારી જકાત) પ્રતિ લીટર બે રૂપિયા ઘટાડી દીધી છે. નવા દર અમલ આજે મધરાતથી અમલમાં આવશે. સરકારના આ નિર્ણયને લીધે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો થવાની આશા છે.

કેન્દ્રીય નાણાં મંત્રાલયે એક ટ્વીટમાં આજે જણાવ્યું છે કે ભારત સરકારે પેટ્રોલ અને ડિઝલ પરની બેઝિક એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લીટર બે રૂપિયા ઘટાડી દીધી છે. નવા દરનો અમલ ૪ ઓક્ટોબરથી કરવામાં આવશે.

ક્રુડ પેટ્રોલિયમ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટવા છતાં ભારતમાં પેટ્રોલ, ડિઝલના ભાવ ઊંચા જઈ રહ્યા હતા એને લીધે જનતામાં રોષની લાગણી પ્રવર્તતી હતી. હવે લોકોનો રોષ ઘટાડવા માટે સરકારે આ બંને પેટ્રોલિયમ ઉત્પાદનો પરની આબકારી જકાત પ્રતિ લીટર બે રૂપિયા ઘટાડી દીધી છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં હવેથી દરરોજ ફેરફાર થતા હોય છે.

પેટ્રોલ, ડિઝલના ભાવ પર ટેક્સની વાત કરીએ તો, પેટ્રોલ પર લગભગ ૩૭ રૂપિયા અને ડિઝલ પર ૨૬ ટેક્સ વસુલ કરવામાં આવે છે.
હવે એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લીટર બે રૂપિયા ઘટાડવાથી જનતાને થોડીક રાહત તો જરૂર મળશે.

ગુજરાતઃ ‘બિનઅનામત વર્ગ શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ’ રચાયું

ગાંધીનગર– ગુજરાતમાં રાજય સરકારે ‘બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ’ની રચના કરી છે. આ નિગમની રચનાથી આગામી સમયમાં રાજ્યની અંદાજિત ૫૮ જેટલી બિનઅનામત જ્ઞાતિઓને મોટા પ્રમાણમાં રોજગારી અને ઉચ્ચ શિક્ષણની વધુ તકો ઉપલબ્ધ થશે. નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળની પેટાસમિતિની  ૨૬ સપ્ટેમ્બરે ગાંધીનગરમાં પાટીદાર સમાજના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના વડાઓ અને યુવા અગ્રણીઓ સાથે બેઠક મળી હતી, જેમાં પાટીદાર અને અન્ય સમાજ માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ નાયબ મુખ્યપ્રધાને આપેલ ખાતરીને મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તેમજ રાજય મંત્રીમંડળની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.

રાજય સરકારે ‘બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ’ની રચના કરી છે.  આ નિગમની રચનાથી આગામી સમયમાં રાજ્યની અંદાજિત ૫૮ જેટલી બિન અનામત જ્ઞાતિઓને મોટા પ્રમાણમાં રોજગારી અને ઉચ્ચ શિક્ષણની વધુ તકો ઉપલબ્ધ થશે તેમ ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા આ નિગમની રચના માટે શેર કેપિટલ પેટે રૂા. ૧૦૦ કરોડ તેમજ ધીરાણ પ્રવૃત્તિ માટે રૂા. ૫૦૦ કરોડ મળી કુલ રૂા. ૬૦૦ કરોડની જોગવાઇ કરી છે. આ નિગમની રચનાથી રાજ્યમાં વસતા આર્થિક નબળા કુટુંબોને શૈક્ષણિક અને સ્વરોજગારીની નવીન તકો મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થશે તેમ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું.

શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના મુખ્ય ઉદ્દેશો :

  • આ નિગમની રચનાથી રાજ્યની અંદાજે ૫૮ જેટલી બિન અનામત જ્ઞાતિઓને વધુ આર્થિક-શૈક્ષણિક લાભ થશે.
  • ખેડૂતો, પશુપાલકો, કારીગરો અને મજૂરોને આર્થિક ઉપાર્જન માટે રાહતના વ્યાજ દરે ધીરાણ અપાશે.
  • બિન અનામત વર્ગની જ્ઞાતિઓ માટે નવીન યોજનાઓ તૈયાર કરી રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાશે.
  • બિન અનામત વર્ગોની જ્ઞાતિઓના આર્થિક વિકાસ માટે બેંકો-નાણાકીય સંસ્થાઓના સહયોગથી ધંધા-વ્યવસાયની અનુરૂપ યોજનાઓ તૈયાર કરી તેનો અમલ કરાશે.
  • બિન અનામત વર્ગોના કલ્યાણ માટે રહેણાંક-વસવાટ, વીજળી, પાણી જેવી યોજનાઓનો વધુ ઝડપી અમલ કરાશે.
  • યુવાનોને રોજગારલક્ષી તાલીમ માટે કૌશલ્યવર્ધન કેન્દ્રો શરૂ કરાશે.

આ નિગમની રચના દ્વારા બિન અનામત વર્ગોના પરિવારો, વિદ્યાર્થીઓ અને અરજદારોના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક અને આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ કરવાની રહેશે, જેમાં બિન-અનામત વર્ગ પૈકીના ખેડૂતો, પશુપાલકો, કારીગરો તેમજ મજૂરોને શૈક્ષણિક અને આર્થિક ઉપાર્જન માટે રાહત વ્યાજ દરે ધીરાણ આપી રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ જ્ઞાતિઓની શૈક્ષણિક તેમ જ આર્થિક સ્થિતિમાં વધુ સુધાર આવે તે હેતુથી જુદી જુદી યોજનાઓ તૈયાર કરી તેનું અમલીકરણ કરાશે જેથી નવી રોજગારી ઊભી થશે. શિક્ષણનો વ્યાપ વધે તે માટે યોજનાઓ ઘડી અમલ કરવો, બિન-અનામત વર્ગોની જ્ઞાતિઓના આર્થિક વિકાસ  માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓના સહયોગથી તેમના ધંધા અને વ્યવસ્થાને અનુરુપ યોજનાઓ તૈયાર કરી તેનો ઝડપી અમલ કરાશે. બિન-અનામત વર્ગોના સર્વાંગી કલ્યાણ માટે રહેણાંક અને વસવાટ, વીજળી, પાણી અને ગટર વ્યવસ્થા જેવી અગત્યની બાબત અંગે યોજનાઓ તૈયાર કરી તેનો અમલ કરાશે.

બિન-અનામત વર્ગની જ્ઞાતિઓના યુવાનોને કૌશલ્યવર્ધન અંગેની તાલીમ આપીને રોજગારીની વધુ નવી તકો ઉપલબ્ધ કરાશે. આ જ્ઞાતિઓમાં લોકોના આર્થિક, સાંસ્કૃતિક તેમ જ શૈક્ષણિક વિકાસ માટે રાજય અને કેન્દ્રની વિવિધ યોજનાઓનો લાભ પણ ઉપલબ્ધ કરાવાશે તેમજ આર્થિક ઉપાર્જન થાય તે અંગે તાલીમ કાર્યક્રમો શરુ કરાશે. આ ઉપરાંત બિન-અનામત વર્ગની જ્ઞાતિઓના પ્રશ્નો ઉપર જરુર જણાય તો ભવિષ્યમાં ચર્ચા-વિચારણા કરી, તેનો ઉકેલ લાવવા હકારાત્મક પ્રયાસો કરાશે.

આ નિગમમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ સહિત અન્ય સાત બિન-સરકારી નિયામકો,  સભ્યો રહેશે જેની નિમણુક રાજય સરકાર દ્વારા કરવામાં આવશે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ સચિવ (વિ.જા), નાણા સલાહકાર, વિકસતી જાતિ કલ્યાણના નિયામકશ્રી, કુટિર ઉદ્યોગના નાયબ કમિશ્નર અથવા વર્ગ-૧ કક્ષાના પ્રતિનિધિ તેમ જ ગુજરાત બિન-અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના મેનેજિંગ ડાઇરેકટર, બિન-સરકારી એટલે કે હોદ્દાની રૂએ (એક્સ ઓફિશિયો) નિયામક રહેશે.

આ નિગમમાં પ્રથમ તબક્કે વર્ગ-૧ના એક તેમ જ વર્ગ-ર કક્ષાના એક સહિત કુલ ૧૮નું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આ નવીન નિગમને સત્વરે કાર્યરત કરવાની આનુષંગિક કાર્યવાહી વિકસતી જાતિ કલ્યાણ ખાતાના નિયામકએ સંબંધિતો સાથે સંકલનમાં રહીને પૂર્ણ કરવાની રહેશે તેમ પણ ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું.

શાહરૂખની દીકરી સુહાનાએ સ્વિમિંગ પૂલમાં પોઝ આપ્યો, ઈન્ટરનેટ પર છવાઈ ગઈ

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સગીર વયની પુત્રી સુહાના ઘણા વખતથી સોશિયલ મિડિયા પર સનસનાટી મચાવી રહી છે. આ વખતે એણે ‘બેવોચ’ સ્ટાઈલમાં સ્વિમિંગ પૂલમાં પોઝ આપીને ધમાલ મચાવી દીધી છે. એની આ તસવીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ છે.

૧૭ વર્ષની સુહાનાને તેનો ચાર્મ એનાં પિતા અને બોલીવૂડના કિંગ ખાન તરફથી વારસામાં મળ્યો છે. તે હાલમાં જ એક ખુશનુમા સવારે એક સ્વિમિંગ પૂલમાં નાહતી જોવા મળી હતી.

એની આ તસવીરને એની એક ફેન ક્લબે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે.

એ સાથે જ ઈન્ટરનેટ પર તસવીર વાયરલ થઈ ગઈ છે.

સુહાના તેની ધ્યાનાકર્ષક તસવીરો દ્વારા ઈન્ટરનેટ પર અવારનવાર લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

આ વખતે તો એણે તેનો આ પોઝ આપીને એનાં લાખો ચાહકોને ઘેલાં કરી મૂક્યાં છે.

એક કમેન્ટ અનુસાર, સુહાના ખાનનો આ પોઝ બોલીવૂડ અભિનેત્રી દિશા પટનીએ તાજેતરમાં સ્વિમિંગ પૂલમાં આપેલા કરતાંય આકર્ષિત કરી ગયો છે.

લંડનમાં ધરપકડ બાદ તરત જ માલ્યાનો જામીન પર છુટકારો; ગયા એપ્રિલની ઘટનાનું પુનરાવર્તન

લંડન – લિકરના બિઝનેસના માંધાતા ગણાતા વિજય માલ્યાની આજે સવારે અહીં ધરપકડ કરવામાં આવી હતી, પણ તરત જ એને સ્થાનિક કોર્ટે જામીન પર છોડી મૂક્યો હતો.

૬૧ વર્ષીય વિજય માલ્યાને ભારત સરકારે ભાગેડૂ જાહેર કર્યો છે.

માલ્યા ભારતમાં ધરપકડથી બચવા લંડન ભાગી ગયો છે. ત્યાં એની આ બીજી વાર ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ ગયા એપ્રિલમાં એને ભારત સરકારે બહાર પાડેલા પ્રત્યાર્પણ વોરંટના આધારે પકડવામાં આવ્યો હતો, પણ એને બાદમાં સ્થાનિક કોર્ટે સાડા છ લાખની કિંમતના બોન્ડ પર જામીન પર છોડ્યો હતો.

આ વખતે એને મની લોન્ડરિંગના કેસમાં પકડવામાં આવ્યો છે.

માલ્યા ભારતમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત અનેક બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન ચૂકવ્યા વગર લંડન ભાગી ગયો છે. ભારતમાંની બેન્કોએ માલ્યા પાસેથી ૯ હજાર કરોડની રકમ લેવાની નીકળે છે.

મહિલાઓનાં ક્રિકેટ ટીમ રેટિંગ્સમાં ભારત ચોથા ક્રમે યથાવત્

દુબઈ – પુરુષો અને મહિલાઓની ક્રિકેટ રમતનું વિશ્વસ્તરે સંચાલન કરતી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સંસ્થાએ મહિલાઓનાં નવા ક્રિકેટ ટીમ રેન્કિંગ્સ આજે જાહેર કર્યા છે.

એમાં ભારતીય ટીમે પોતાની ચોથી રેન્ક જાળવી રાખી છે. તેનાં ૧૧૬ પોઈન્ટ છે.

જ્યારે ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હટાવીને પહેલી રેન્ક હાંસલ કરી છે.

હીધર નાઈટની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ટીમ અને ઓસ્ટ્રેલિયા, બંને ટીમના ૧૨૮ પોઈન્ટ છે, પણ ડેસિમલ પોઈન્ટ્સના આધારે ઈંગ્લેન્ડ પહેલા નંબરે છે.

ન્યુ ઝીલેન્ડ ટીમે ૧૧૮ પોઈન્ટ સાથે તેનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે.

ટીમ રેન્કિંગ્સ નક્કી કરતી વખતે ત્રણેય ફોર્મેટ – ટેસ્ટ, વન-ડે અને ટ્વેન્ટી-૨૦માં ટીમોના દેખાવને ગણતરીમાં લેવામાં આવે છે.

વેસ્ટ ઈન્ડિઝ (૧૦૧) પાંચમા અને દક્ષિણ આફ્રિકા (૯૩) છઠ્ઠા ક્રમે છે.

પાકિસ્તાન ૭૨ પોઈન્ટ સાથે સાતમા અને શ્રીલંકા ૬૭ સાથે આઠમા ક્રમે છે.

પોઈન્ટ્સ ટેબલમાં તળિયાની બે ટીમ છે – બાંગ્લાદેશ (૩૭) અને આયરલેન્ડ (૩૦).