‘સીક્રેટ સુપરસ્ટાર’નું નવું ગીત રિલીઝ થયું.. ‘મૈ નચદી ફિરા’; ઝાયરા વાસીમ અભિનીત, મેઘના મિશ્રા દ્વારા સ્વરબદ્ધ

મુંબઈ – આમિર ખાન દ્વારા અભિનીત અને નિર્મિત આગામી નવી હિન્દી ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’નું નવું ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ગીત ‘દંગલ’ ગર્લ ઝાયરા વાસીમ પર ફિલ્માવવામાં આવ્યું છે જેમાં સ્વર આપ્યો છે મેઘના મિશ્રાએ.

‘નચદી ફિરા’ ટાઈટલવાળું આ ગીત કર્ણપ્રિય છે. સાંભળ્યા બાદ એને પ્લેલિસ્ટમાં સામેલ કરવાનું કોઈને પણ મન થાય એવું છે.

ફિલ્મમાં ઝાયરાએ સ્કૂલમાં ભણતી, પણ ટેલેન્ટેડ ગાયિકા ઈન્સિયાનો રોલ કર્યો છે. ઈન્સિયા સિંગર ઉપરાંત કમ્પોઝર પણ છે અને એ સંગીતમાં જાણે ડૂબી ગઈ છે. એને સુપરસ્ટાર બનવું છે, પણ એનાં પરિવારમાં એની સામે વિરોધ છે.

નવા ગીતનાં શબ્દો કૌસર મુનીરે લખ્યાં છે તો સંગીત આપ્યું છે અમિત ત્રિવેદીએ.

આ ફિલ્મ 19 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

(જુઓ ગીતનો વિડિયો)

httpss://youtu.be/90csu7Y-zzA