Home Blog Page 320

ઉત્તરાયણને ઉજવવા પતંગ બજારમાં ભારે ભીડ

અમદાવાદ: મકર રાશિમાં સૂર્ય પ્રવેશ થાય એટલે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની ઉજવણી થાય. હિંદુ સંસ્કૃતિ પ્રમાણે મકરસંક્રાંતિને દરેક પ્રાંતમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. શુભ પ્રસંગોની શરુઆત સાથે મેળવવાનું આયોજન મકરસંક્રાંતિ બાદ કરવામાં આવે છે.ગુજરાતના અમદાવાદ સહિત અનેક નાના-મોટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તરાયણમાં પતંગ ઉડાડી ઉજવણી કરવામાં આવે છે. 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના ઉત્સવ માટે પહેલાં હેરિટેજ સિટી અમદાવાદના રાયપુર દરવાજા, દિલ્હી દરવાજા, કાલુપુર ટંકશાળ વિસ્તારમાં ઉતરાયણના પર્વને માણવા પતંગની મોજ માટે મળતી સામગ્રી માટે લોકો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હતાં. હવે અમદાવાદ શહેર ચારેય તરફ વધ્યું છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના માર્ગોની બંને તરફના ખુલ્લા પ્લોટો પર પતંગ દોરીના મંડપ, ખૂમચા, લારીઓ, પાથરણાં લાગી ગયા છે.

પશ્ચિમના નવા વાડજ, અંકુર, નારણપુરા, આર.સી.ટેકનિકલ રોડ, સાયન્સ સિટી રોડ, ચાંદલોડિયા વંદેમાતરમ રોડ જ્યારે પૂર્વના મણીનગર, નિકોલ નરોડા સહિત અનેક વિસ્તારોમાં પતંગ, દોરી, ચશ્મા, ગુંદર પટ્ટી, આંગળીના રક્ષણ માટેની ટોટીઓ, પીપૂડા, બલૂન, વિવિધ આકારની ટોપીઓ અને અજબ ગજબના મુખોટાનું વેચાણ થઈ રહ્યું છે.પતંગની ખરીદી કરવા આવેલ નેહાંગ ભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે કોટ વિસ્તારમાં એટલે કે શહેરની મધ્યમાં દોરી રંગાવવાની અને પતંગોની ખરીદી કરવાની મજા કંઈક અલગ જ છે.શહેરમાં સાંકડા રસ્તા અને અતિશય ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યાના કારણે કેટલાક પતંગ પ્રેમીઓ બહારના વિસ્તારમાંથી જ ખરીદી કરી લેતા હોય છે.

આ વર્ષે પ્રાણીઓ, અવનવા સંદેશા, રાષ્ટ્રધ્વજ અને વેલકમ-2026 ના પ્રિન્ટિંગ સાથેની પતંગોનું ભારે વેચાણ થઈ રહ્યું છે. પતંગ દોરી ખરીદી માટે રવિવારનો સમય મળી જતાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. દિલ્હી દરવાજા વિસ્તારમાં બંને તરફના રોડ ડિવાઈડર ઉપર જ પતંગો દોરી સાથે અન્ય ચીજવસ્તુઓનું વેચાણ થતું જોવા મળ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ:અમદાવાદ)

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર AIIMS માં દાખલ

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને સોમવારે નવી દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં તેઓ બે વખત અચાનક બેભાન થયા હતા, જેના પગલે તબીબોએ તેમની તબિયતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તપાસ કરવાની સલાહ આપી હતી.

10 જાન્યુઆરીના રોજ વોશરૂમ તરફ જતા સમયે ધનખડને બે વખત ચક્કર આવી બેભાન થવાની સ્થિતિ સર્જાઈ હતી. શરૂઆતમાં આ ઘટનાને સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા તરીકે જોવામાં આવી હતી, પરંતુ ફરીથી આવું બનતાં પરિવારજનો અને ડોક્ટરો ચિંતિત બન્યા હતા. સોમવારે તેઓ નિયમિત મેડિકલ ચેકઅપ માટે AIIMS પહોંચ્યા હતા, પરંતુ ડોક્ટરોએ MRI સહિતની વિસ્તૃત તપાસ માટે તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો.

જાહેર જીવન દરમિયાન પણ જગદીપ ધનખડને ઘણી વખત સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવતા સમયે કચ્છના રણ, ઉત્તરાખંડ, કેરળ તેમજ દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન તેઓ અસ્વસ્થ થયા હતા અને કેટલીક વખત બેભાન પણ થયા હતા. આ ઘટનાઓએ તેમના સ્વાસ્થ્યને લઈને પહેલેથી જ પ્રશ્નો ઊભા કર્યા હતા.

ગત વર્ષે 21 જુલાઈના રોજ ધનખડએ પોતાની ખરાબ તબિયતનું કારણ આપતાં ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હવે તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા સ્વાસ્થ્ય છે અને તેઓ ડોક્ટરોની સલાહને ગંભીરતાથી અનુસરવા માંગે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લખેલી પત્રમાં તેમણે સંવિધાનના અનુચ્છેદ 67(એ) હેઠળ પદ છોડવાનો ઉલ્લેખ કર્યો હતો.

હાલ AIIMSમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દેશના રાજકીય અને સામાજિક વર્તુળોમાં તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેમના વહેલા સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

ડિજિટલ સ્ટ્રાઈકઃ 86 લાખ સિમ કાર્ડ બ્લોક દ્વારા કરોડો રૂપિયા બચાવાયા

નવી દિલ્હીઃ સરકારે ઓનલાઈન ફ્રોડ સામે મોટી ‘ડિજિટલ સ્ટ્રાઈક’ કરી છે. છેલ્લા છ મહિનામાં લોકોના 1000 કરોડ રૂપિયાથી વધુ પૈસા બચાવવામાં આવ્યા છે. આ દરમિયાન સરકારે 86 લાખથી વધુ નકલી સિમ કાર્ડ બ્લોક કર્યા છે. ટેલિકોમ વિભાગે ભારતની ડિજિટલ ક્રાંતિ સાથે જોડાયેલા આંકડા શેર કર્યા છે, જેમાં આ માહિતી સામે આવી છે. અનેક મામલાઓમાં ભારત અમેરિકા, ચીન અને જાપાન જેવા વિકસિત દેશોથી પણ આગળ નીકળી ગયું છે.

ટેલિકોમ વિભાગે પોતાના અધિકૃત X (પૂર્વે ટ્વિટર) હેન્ડલ પરથી માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે ભારતમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. અહીં મોબાઇલ ડેટા માત્ર 8.27 રૂપિયા પ્રતિ GB છે, જે અનેક દેશોની સરખામણીએ ઘણો સસ્તો છે. આ ઉપરાંત 5G યુઝર્સની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. 2022માં 5G સેવા શરૂ થયા બાદ ભારતમાં 5G યુઝર્સની સંખ્યા હવે 40 કરોડને પાર પહોંચી ગઈ છે.

આ ઉપરાંત ભારતમાં ટેલિકોમ યુઝર્સની કુલ સંખ્યા 1.23 બિલિયન એટલે કે 123 કરોડથી વધુ થઈ ગઈ છે. ભારત દુનિયાનો બીજો સૌથી વધુ ટેલિકોમ યુઝર્સ ધરાવતો દેશ બની ગયો છે.

ઓનલાઈન ફ્રોડ પર ડિજિટલ સ્ટ્રાઈક

વધતા ટેલિકોમ યુઝર્સ અને ડેટા વપરાશ વચ્ચે ટેલિકોમ વિભાગે ઓનલાઈન ફ્રોડ પર પણ મોટા પાયે નિયંત્રણ મેળવ્યું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય નંબરોમાંથી આવતા સ્પૂફ કોલ્સમાં 99 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ફ્રોડ અટકાવવા માટે સરકારે અનેક મોટા પગલાં લીધા છે. ‘સંચાર સાથી’ એપ અને વેબસાઇટ દ્વારા દરરોજ હજારો ફ્રોડ કેસોની ફરિયાદ કરવામાં આવી રહી છે.

AIમાં પણ અગ્રેસર ભારત

ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર  દેશમાં AI યુઝર્સની સંખ્યા પણ કરોડોમાં છે. DoT મુજબ વૈશ્વિક સ્તરે કુલ ચેટ જીપીટી યુઝર્સમાં 13.5 ટકા યુઝર્સ ભારતમાંથી છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે ભારતીય યુઝર્સ AIના ઉપયોગમાં પણ કોઈ વિકસિત દેશથી પાછળ નથી.

જર્મનીના ચાન્સેલર PM મોદી સાથે અમદાવાદના મહેમાન બન્યા

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા હતા. આ પછી, ફ્રેડરિક મેર્ઝ આજે સવારે 9:30 વાગ્યે પીએમ મોદી સાથે સાબરમતી આશ્રમ પહોંચ્યા. બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને રિવરફ્રન્ટ પણ જોશે. આ પછી, સવારે 11:15 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. અહીં ઉલ્લેખનિય છે કે, ફ્રેડરિક મેર્ઝ 12-13 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાત માટે પહોંચ્યા છે.

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે, જેણે તાજેતરમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. ગ્રીન એમોનિયા, સબમરીન સોદો, વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સંરક્ષણ અને સુરક્ષા, વિજ્ઞાન અને નવીનતા પર પણ ચર્ચા થશે.

ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે 25 મુખ્ય જર્મન કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ્સ સહિત એક વિશાળ વ્યાપારી પ્રતિનિધિમંડળ છે. જર્મની ભારતમાં નવમું સૌથી મોટું વિદેશી રોકાણકાર છે. ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય વેપાર $51.23 બિલિયન હોવાનો અંદાજ છે, જે ભારતના કુલ EU વેપારના આશરે 25 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. 2024-25માં સેવાઓનો વેપાર $16.65 બિલિયન હતો. એપ્રિલ 2000 થી જૂન 2025 સુધીમાં, જર્મનીથી ભારતમાં $15.40 બિલિયન FDI આવ્યું.

રશિયા કે વેનેઝુએલા, ભારત માટે કોનું ઓઈલ સસ્તું પડે ?

અમેરિકી હસ્તક્ષેપ બાદ વેનેઝુએલામાં થયેલા રાજકીય ફેરફારો પછી ત્યાંનું કાચું તેલ ફરીથી વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા વેનેઝુએલાથી 50 મિલિયન બેરલ તેલ ખરીદવાની જાહેરાત બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે જો વેનેઝુએલાનું તેલ વૈશ્વિક બજારમાં આવે છે તો તે માર્કેટ પ્રાઇસ પર જ વેચાશે.

જો વેનેઝુએલાનું તેલ અમેરિકાના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ વેચાય છે તો તેની કિંમત WTI બેચમાર્ક મુજબ નક્કી થવાની શક્યતા છે, જે હાલ લગભગ 60 ડોલર પ્રતિ બેરલ છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડના ધોરણે આ કિંમત 63 ડોલર પ્રતિ બેરલથી ઉપર જઈ શકે છે. ભૌગોલિક રીતે વેનેઝુએલા ભારતની તુલનામાં નજીક હોવા છતાં, સપ્લાય ચેન અને રાજકીય નિયંત્રણો કારણે ભાવ પર મોટો અસર પડે છે.

બીજી તરફ, રશિયાથી ભારતને કાચું તેલ ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. હાલ ભારતને રશિયન તેલ માર્કેટ ભાવની સરખામણીમાં 10થી 15 ડોલર પ્રતિ બેરલ સસ્તું મળે છે. શિપમેન્ટ ખર્ચ ઉમેર્યા બાદ પણ રશિયન તેલ વેનેઝુએલાની તુલનામાં વધુ સસ્તું હોવાનું નિષ્ણાતો માને છે.

વેનેઝુએલાના તેલ અંગે અનિશ્ચિતતા એ પણ છે કે સપ્લાય સીધા વેનેઝુએલાથી આવશે કે પછી અમેરિકા મારફતે. જો શિપમેન્ટ અમેરિકા પરથી થશે તો ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. રોઇટર્સના અહેવાલ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વેનેઝુએલાથી તેલ ખરીદવા માટે અમેરિકાની મંજૂરી માગી છે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી.

રશિયન તેલ પર અમેરિકા અને યુરોપિયન યુનિયનના પ્રતિબંધોના કારણે સપ્લાયમાં ઘટાડો થયો છે, છતાં 2025માં ભારતના કુલ તેલ આયાતમાં રશિયાની હિસ્સેદારી નોંધપાત્ર રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં ભારત માટે રશિયન કાચું તેલ જ વધુ સસ્તું અને વ્યવહારૂ વિકલ્પ છે.

Golden Globe Awards: ઓવેન કૂપરે વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો, પ્રિયંકા-નિકનો સુંદર લુક

ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2026 (Golden Globe Awards 2026)ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. ટોચની ફિલ્મોથી લઈને ટીવી શ્રેણી અને અભિનય પુરસ્કારો સુધી, આ વર્ષે કોણે મોટા ઈનામો જીત્યા તેની સંપૂર્ણ યાદી અહીં છે.

2026 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકન સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેત્રી નિક્કી ગ્લેઝરે સતત બીજા વર્ષે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આ વર્ષના વિજેતાઓની જાહેરાત કરી હતી. આ વર્ષના ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સના તમામ વિજેતાઓ વિશે જાણીએ. 2026 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સનું આયોજન લોસ એન્જલસની બેવર્લી હિલ્ટન હોટેલમાં કરવામાં આવ્યું હતું.

આ એવોર્ડ સમારોહમાં હોલીવૂડની જાણીતી હસ્તીઓ સાથે પ્રિયંકા ચોપરાનો દબદબો પણ જોવા મળ્યો. પતિ નિક જોનાસ સાથે દેશી ગર્લે આ સમારોહમાં હાજરી આપી હતી.

ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્સ 2026 ના વિજેતાઓની યાદી (ફિલ્મ)

બેસ્ટ અભિનેત્રી (ડ્રામા): “હેનમેટ” માટે જેસી બકલે
બેસ્ટ અભિનેતા (ડ્રામા): “ધ સિક્રેટ એજન્ટ” માટે વેગનર મૌરા
બેસ્ટ ફિલ્મ (ડ્રામા): હેનમેટ
મોશન પિક્ચરમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: “વન બેટલ આફ્ટર અધર” માટે ટેયાના ટેલર
મોશન પિક્ચરમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા : “સેન્ટિમેન્ટલ વેલ્યુ” માટે સ્ટેલન સ્કાર્સગાર્ડ
બેસ્ટ પટકથા: “વન બેટલ આફ્ટર અધર” માટે પોલ થોમસ એન્ડરસન
શ્રેષ્ઠ અભિનેત્રી (મ્યુઝિકલ/કોમેડી): “ઇફ આઈ હેડ લેગ્સ આઈ ડ કિક યુ” માટે રોઝ બાયર્ન
શ્રેષ્ઠ અભિનેતા (મ્યુઝિકલ/કોમેડી): “માર્ટી સુપ્રીમ” માટે ટિમોથી ચેલામેટ
શ્રેષ્ઠ ફિલ્મ (મ્યુઝિકલ/કોમેડી): “વન બેટલ આફ્ટર અધર”
શ્રેષ્ઠ દિગ્દર્શક: વન બેટલ આફ્ટર અર માટે પોલ થોમસ એન્ડરસન

ગોલ્ડન ગ્લોબ્સ 2026 વિજેતાઓની યાદી (ટીવી )
બેસ્ટ અભિનેતા (ડ્રામા): ધ પિટ માટે નોહ વાયલ
બેસ્ટ અભિનેત્રી (ડ્રામા): પ્લુરિબસ માટે રિયા સીહોર્ન
શ્રેષ્ઠ ટીવી શ્રેણી (નાટક): ધ પિટ
શ્રેષ્ઠ સહાયક અભિનેતા: એડોલેસેંસ માટે ઓવેન કૂપર
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: એડોલેસેંસ માટે એરિન ડોહર્ટી
શ્રેષ્ઠ અભિનેતા (મ્યુઝિકલ/કોમેડી): ધ સ્ટુડિયો માટે સેથ રોજેન
શ્રેષ્ઠ અભિનેત્રી (મ્યુઝિકલ/કોમેડી): હેક્સ માટે જીનીન સ્માર્ટ
શ્રેષ્ઠ ટીવી શ્રેણી (મ્યુઝુકલ/કોમેડી): ધ સ્ટુડિયો
શ્રેષ્ઠ અભિનેતા (લિમિટેડ સીરિઝ, એન્થોલોજી સીરિઝ, અથવા મોશન પિક્ચર મેડ ફોર ટેલિવિઝન) – એડોલેસેંસ માટે સ્ટીફન ગ્રેહામ
શ્રેષ્ઠ અભિનેત્રી (લિમિટેડ સીરિઝ, એન્થોલોજી સીરિઝ, અથવા મોશન પિક્ચર મેડ ફોર ટેલિવિઝન) – મિશેલ વિલિયમ્સ ડાઇંગ ફોર સેક્સ
શ્રેષ્ઠ ટીવી શ્રેણી (લિમિટેડ સિરીઝ, એન્થોલોજી સિરીઝ, અથવા મોશન પિક્ચર મેડ ફોર ટેલિવિઝન) – એડોલેસેંસ
શ્રેષ્ઠ પોડકાસ્ટ: એમી પોહલર સાથે ગુડ હેંગ

ગોલ્ડન ગ્લોબ 2026 નોમિનેશન લીડર્સ

લિયોનાર્ડો ડીકેપ્રિયોની “વન બેટલ આફ્ટર અધર” ને નવ નોમિનેશન મળ્યા, જે ગોલ્ડન ગ્લોબના ઇતિહાસમાં છઠ્ઠી એવી ફિલ્મ બની ગઈ જેને પાંચ નોમિનેશન અને એક એક્ટિંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યુ, પછી તે ગમે તે પ્રકારનું હોય. ત્યારબાદ રેનેટ રેન્સવે, સ્ટેલન સ્કાર્સગાર્ડ, એલે ફેનિંગ અને ઇન્ગા ઇબ્સડોટર લિલિયાસની “સેન્ટિમેન્ટલ વેલ્યુઝ” ને આઠ નોમિનેશન મળ્યા અને “સિનર્સ”ને સાત નોમિનેશન મળ્યા હતાં.

 

EDએ મમતા બેનર્જી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી ગઈ છે. EDએ મમતા બેનર્જી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. આ મામલો EDના ત્રણ અધિકારીઓને ડરાવ્યા અને ધમકાવવાના આરોપો સાથે સંબંધિત છે.

EDએ શું કહ્યું?

EDનું કહેવું છે કે કોલકાતામાં તલાશી અભિયાન દરમિયાન ED અધિકારીઓને ગેરરીતિ રોકવામાં આવ્યા હતા, જેના વિરોધમાં આ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી પશ્ચિમ બંગાળ સરકાર અને મુખ્ય મંત્રી વિરુદ્ધ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પશ્ચિમ બંગાળમાં રહેલા EDના ત્રણ અધિકારીઓ તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે.

અરજીમાં મમતા સહિત અનેક લોકો સામે ગંભીર આરોપો

કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા દાખલ કરાયેલી અરજીમાં મમતા બેનર્જી અને અન્ય અનેક લોકો સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને ડીજીપીએ તલાશી પ્રક્રિયામાં અડચણ ઊભી કરી હતી. અંદાજે 2742 કરોડ રૂપિયાના કોલસા કૌભાંડની તપાસ દરમિયાન 8 જાન્યુઆરીએ કરવામાં આવેલી તલાશીમાં અડચણ કરવાના આરોપે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી, ડીજીપી રાજીવ કુમાર અને સીપી મનોજ વર્મા સામે CBI દ્વારા FIR નોંધાવી તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે.

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને ડીજીપીએ બળજબરીથી પ્રવેશ કરીને તલાશીની કાર્યવાહી અટકાવી હતી. TMC સમર્થકોએ હાઈકોર્ટની કાર્યવાહી હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. હાઈકોર્ટની સુનાવણી પહેલાં વોટ્સએપ ગ્રુપ મારફતે TMC સમર્થકો દ્વારા આયોજનબદ્ધ હોબાળો કરવામાં આવ્યો હતો.

આ અરજીમાં વધુમાં જણાવાયું છે કે મુખ્ય મંત્રી મમતા બેનર્જી પોલીસ કર્મચારીઓ સાથે પ્રતીક જૈનના નિવાસસ્થાને પ્રવેશ્યાં હતાં અને ED દ્વારા જપ્ત કરાયેલાં લેપટોપ, મોબાઇલ ફોન તથા દસ્તાવેજોને બળજબરીથી ટ્રકમાં ભરી લઈ જવામાં આવ્યાં હતાં.

રૂ. 100 કરોડની GST ચોરીના કેસમાં GST ઇન્સ્પેક્ટર આરોપી

લખનૌઃ ઉત્તર પ્રદેશ સ્પેશલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા એકત્ર કરાયેલા નવા પુરાવાઓને આધારે ગાઝિયાબાદમાં નોંધાયેલા રૂ. 100 કરોડની GST ચોરીના કેસમાં દિલ્હીમાં તહેનાત એક કેન્દ્રીય GST ઇન્સ્પેક્ટરને આરોપી બનાવવામાં આવ્યો છે. મોહિત અગ્રવાલ નામનો આ ઇન્સ્પેક્ટર હાલમાં ફરાર છે અને તેને શોધવા તથા ધરપકડ કરવા માટે ટીમો તહેનાત કરવામાં આવી છે.

તપાસકર્તાઓના જણાવ્યા મુજબ આ મામલો નકલી કંપનીઓ, ખોટા ઈ-વે બિલો અને ઇન્વોઇસ દ્વારા કરવામાં આવેલી મોટા પાયાની ટેક્સ છેતરપિંડી સાથે જોડાયેલો છે. આ કેસની FIR ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. STFએ શુક્રવારે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં  દિલ્હી સ્થિત સ્ક્રેપ વેપારી હરદીપ સિંહ ઉર્ફે પ્રિન્સ, જિતેન્દ્ર ઝા, પુનિત અગ્રવાલ અને શિવમ સિંહનો સમાવેશ થાય છે.

STF અનુસાર આ ગેંગે અનેક નકલી કંપનીઓ ઊભી કરી અને નકલી ઈ-વે બિલો તૈયાર કર્યા, જેથી ગેરરીતિથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકાય. આ કારણે સરકારી ખજાનાને અંદાજે રૂ. 100 કરોડનું નુકસાન થયું. તપાસ દરમિયાન એવા પુરાવા પણ સામે આવ્યા છે કે ઇન્સ્પેક્ટર અગ્રવાલ લાંચને બદલે આ ગેંગને વિભાગીય મદદ પૂરી પાડતા હતા. આ ઉપરાંત તપાસકર્તાઓએ હરિયાણામાં રહેતા આલોક નામના એક દલાલની સંડોવણી પણ ઉજાગર કરી છે, જેણે હરદીપ સિંહને કમિશનને બદલે નકલી કંપનીઓ ઉપલબ્ધ કરાવી હતી.

STF અધિકારીએ આપી માહિતી

તપાસ સાથે જોડાયેલા એક વરિષ્ઠ STF અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્સ્પેક્ટર અગ્રવાલની ભૂમિકા સ્પષ્ટ રીતે સામે આવી ગઈ છે. તેઓ આ ગેંગનો સક્રિય ભાગ હતા, તેથી તેમને આરોપી બનાવવામાં આવ્યા છે. તપાસ હજુ ચાલુ છે અને STF દ્વારા તપાસનો દાયરો વધારવામાં આવતા આવનારા સમયમાં વધુ ધરપકડો થવાની સંભાવના છે.

National Youth Day: આ વર્ષની થીમ સ્વામી વિવેકાનંદના વિચારો સાથે કેવી રીતે જોડાયેલી છે?

દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day)ની એક ખાસ થીમ હોય છે, જે યુવાનોને કુશળ, આત્મનિર્ભર, ચારિત્ર્યવાન બનાવે છે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકાને પણ પ્રોત્સાહન આપે છે.

આજે યુવા દિવસ (National Youth Day) ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય યુવા દિવસ એ ભારતના યુવાનોને પ્રેરણા આપવા માટેનો એક ખાસ દિવસ છે. યુવા દિવસ દર વર્ષે 12 જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ યુવાનોને તેમની શક્તિ અને જવાબદારી બંનેનો અહેસાસ કરાવે છે. વર્ષ 2026 માં જ્યારે ભારત વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે યુવા દિવસનું મહત્વ અને થીમ વધુ ગહન બને છે.

દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસની એક ચોક્કસ થીમ હોય છે. આ થીમ ફક્ત એક સૂત્ર નથી, પરંતુ સમયની માંગ, સામાજિક પડકારો અને યુવાનોની ભૂમિકા વચ્ચેની કડી છે. સ્વામી વિવેકાનંદનો સંદેશ સ્પષ્ટ હતો કે મજબૂત યુવાનો એક મજબૂત રાષ્ટ્ર બનાવે છે. 2026 ની થીમ આ વિચારને આધુનિક સંદર્ભમાં જીવંત કરે છે, જેમાં ચારિત્ર્ય, કુશળતા, આત્મનિર્ભરતા અને રાષ્ટ્ર નિર્માણનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય યુવા દિવસ 2026 ની થીમ

યુવા દિવસ 2026 ની થીમ “સ્વને પ્રજ્વલિત કરો, વિશ્વને પ્રભાવિત કરો” છે.

રાષ્ટ્રીય યુવા દિવસની થીમ શું દર્શાવે છે?

દર વર્ષે પસંદ કરાયેલ થીમ, યુવાનોની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની દિશાને પ્રતિબિંબિત કરે છે. તે શિક્ષણ, રોજગાર, નવીનતા, સમાજ સેવા અને માનસિક શક્તિ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

2026ની થીમનો મૂળ ઉદ્દેશ્ય

રાષ્ટ્રીય યુવા દિવસ 2026 ની થીમ યુવાનોને માત્ર તક શોધનારા બનવા માટે નહીં પરંતુ તક સર્જક બનવા માટે સશક્ત બનાવવાનો છે. આત્મનિર્ભર અને વિકસિત ભારતના ધ્યેયમાં યુવાનોની ભાગીદારી તેનું કેન્દ્રિય કેન્દ્ર છે.

સ્વામી વિવેકાનંદના વિચારો સાથે જોડાવું

થીમનો વૈચારિક પાયો સ્વામી વિવેકાનંદનો સંદેશ છે. “ઊઠો, જાગો, અને જ્યાં સુધી તમારા લક્ષ્ય સુધી ન પહોંચો ત્યાં સુધી મંડ્યા રહો.” તેનો ઉદ્દેશ્ય આધુનિક યુવાનો સાથે આત્મવિશ્વાસ, શિસ્ત અને સેવાની ભાવનાને જોડવાનો છે.

શિક્ષણ, કૌશલ્ય અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરો

2026 ની થીમ યુવાનોને માત્ર ડિગ્રીઓથી જ નહીં, પરંતુ કૌશલ્ય અને નવીનતાથી પણ સશક્ત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. સ્ટાર્ટઅપ સંસ્કૃતિ, ટેકનોલોજી અને સામાજિક જવાબદારી આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

PSLV-C62 મિશન લોન્ચ: ISROએ 16 સેટેલાઇટ લોન્ચ કર્યા

શ્રીહરિકોટાઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (ISRO) એ અંતરિક્ષ ક્ષેત્રમાં એક વધુ મહત્વપૂર્ણ મીલનો પથ્થર સ્થાપિત કર્યો છે. ઇસરોએ આજે 260 ટન વજનના PSLV-C62 રોકેટ દ્વારા અન્વેષા ઉપગ્રહ સહિત કુલ 15 અન્ય સેટેલાઇટ્સનું સફળ પ્રક્ષેપણ કર્યું છે.

આ વર્ષના પ્રથમ મિશન અંતર્ગત પૃથ્વી અવલોકન ઉપગ્રહ સાથે 15 અન્ય સહ-ઉપગ્રહોને પણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ઇસ્રોની વ્યાવસાયિક શાખા ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) માટે હાથ ધરાયેલા આ મિશનમાં 15 દેશી તથા વિદેશી ઉપગ્રહોને કક્ષામાં મૂકવામાં આવી રહ્યા છે.ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એટલે કે ISROએ આજે અંતરિક્ષ ક્ષેત્રમાં એક વધુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ISROએ PSLV-C62 મિશન હેઠળ દેશનો સેટેલાઇટ EOS-N1 ‘અન્વેષા’ અંતરિક્ષમાં સફળતાપૂર્વક મોકલ્યો છે. આ સેટેલાઇટની મદદથી સીમા દેખરેખ, છુપાયેલાં લક્ષ્યોની ઓળખ અને પર્યાવરણ મોનિટરિંગમાં ક્રાંતિકારી બદલાવ આવવાની શક્યતા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ISROનું વર્ષ 2026નું પહેલું સેટેલાઇટ લોન્ચ આજે સવારે લગભગ 10.17 વાગ્યે  શ્રીહરિકોટા સ્થિત સ્પેસ પોર્ટ પરથી કરવામાં આવ્યું.

15 અન્ય પેલોડ પણ અંતરિક્ષમાં સ્થાપિત થશે

ISROએ પોતાના 2026ના પ્રક્ષેપણ કેલેન્ડરની શરૂઆત સોમવારે PSLV-C62 મિશન સાથે કરી છે. આ મિશન હેઠળ પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-N1** સાથે સાથે 15 અન્ય પેલોડ પણ અંતરિક્ષમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.

ISROની વ્યાવસાયિક શાખા ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)  દ્વારા સંચાલિત આ મિશનમાં સામેલ 14 સહયાત્રી ઉપગ્રહો દેશી તથા વિદેશી ગ્રાહકોના છે. આ તમામ ઉપગ્રહો સવારે 10:17 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના પ્રથમ પ્રક્ષેપણ સ્થળ પરથી લોન્ચ કરવામાં આવ્યા હતા.

EOS-N1ની વિશેષતાઓ

મુખ્ય પેલોડ DRDOનું EOS-N1 (અન્વેષા) એક હાઇપરસ્પેક્ટ્રલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, જે સીમા દેખરેખ, છુપાયેલાં લક્ષ્યોની ઓળખ અને પર્યાવરણ મોનિટરિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વર્ષ 2025ની નિષ્ફળતા બાદ PSLV માટે આ એક મહત્વપૂર્ણ કમબેક માનવામાં આવે છે.

ISRO આજે EOS-N1 ઉપરાંત 15 અન્ય પેલોડ પણ અંતરિક્ષમાં સ્થાપિત કરી રહ્યું છે.

લોન્ચ માટે તમામ પરિમાણો અનુકૂળ

PSLV-C62 / EOS-N1 લોન્ચ માટે ઓટોમેટિક સિક્વન્સ શરૂ કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે તમામ પરિમાણો લોન્ચ માટે અનુકૂળ હતા. ત્યાર બાદ એક વખત અંતિમ પરીક્ષણ કરવામાં આવ્યું અને પછી 10. 18 વાગ્યે સફળ લિફ્ટ-ઓફ કરવામાં આવ્યો.